સવાલ-જવાબ
▪ કોને સાહિત્ય આપવું એ કઈ રીતે પારખી શકાય?
વ્યક્તિને રસ છે કે નહિ એ પારખવું બહુ મહત્ત્વનું છે. જો વ્યક્તિ રસ બતાવે તો જ તેને સાહિત્ય આપવું જોઈએ. જેમ કે મૅગેઝિન, મોટી પુસ્તિકા, પુસ્તક કે બીજું કંઈ. જો તેની પાસે જગતવ્યાપી કાર્ય માટે દાન આપવા થોડા પૈસા હોય કે ન હોય, તોપણ તેને સાહિત્ય આપવું જોઈએ. (અયૂ. ૩૪:૧૯; પ્રકટી. ૨૨:૧૭) બીજી તરફ, જો કોઈને સાહિત્યની કદર જ ન હોય, તો તેને આપણું અમૂલ્ય સાહિત્ય આપવું ન જોઈએ.—માથ. ૭:૬.
ઘરમાલિકને રસ છે એ આપણે કઈ રીતે પારખી શકીએ? એ આવી બાબતો પરથી પારખી શકાય: શું તે વાત કરવા તૈયાર છે? શું તે આપણું ધ્યાનથી સાંભળે છે? કોઈ સવાલ પૂછીએ તો એનો જવાબ આપે છે? શું તે પોતાના વિચારો જણાવે છે? બાઇબલમાંથી કંઈ વાંચીએ, ત્યારે શું તે ધ્યાનથી સાંભળે છે કે એમાં જુએ છે? વ્યક્તિને કંઈ આપતા પહેલાં પૂછવું જોઈએ કે તે વાંચવા રાજી છે કે નહિ. તેને કેટલો રસ છે એ પારખવું જોઈએ. દાખલા તરીકે, રસ્તા પર આવ-જા કરતા લોકોને પ્રચાર કરતા હોઈએ ત્યારે બધાને જ સાહિત્ય આપવું ન જોઈએ. જો વ્યક્તિને રસ હોય તો જ આપવું જોઈએ. વ્યક્તિને કેટલો રસ છે એ જો પારખી ન શકીએ, તો સાહિત્ય આપવાને બદલે સભાની આમંત્રણ પત્રિકા કે બીજી કોઈ પત્રિકા આપી શકીએ.
એવું નથી કે પ્રકાશક જેટલું સાહિત્ય લે એ પ્રમાણે દાન આપવું જોઈએ. એવું પણ નથી કે તેની દાન આપવાની ક્ષમતા ન હોય તો તે સાહિત્ય ન લઈ શકે. આપણે સાહિત્યની કિંમત પ્રમાણે દાન આપતા નથી, પણ જગતવ્યાપી પ્રચારકાર્યને ટેકો આપવા દાન આપીએ છીએ. પૈસે ટકે આપણી સ્થિતિ ગમે તે હોય, તોપણ ઉદારતાથી દાન આપીને સાહિત્ય માટેની કદર બતાવીએ છીએ. એમ કરીને આપણે યહોવાહના કામને ટેકો આપીએ છીએ. (માર્ક ૧૨:૪૧-૪૪; ૨ કોરીં. ૯:૭) સાહિત્ય માટે આવેલા દાનોની કદર હોવાથી આપણે વાપરી શકીએ એટલું જ સાહિત્ય લઈશું. સાહિત્યનો ખોટો બગાડ નહિ કરીએ.
[પાન ૨ પર બ્લર્બ]
વ્યક્તિને રસ છે કે નહિ એ પારખીને પછી જ સાહિત્ય આપવું જોઈએ