યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’
સારા અને ખરાબ સમયોમાં પણ આપણે યહોવા પર ભરોસો રાખીએ એ બહુ મહત્ત્વનું છે. (ગી ૨૫:૧, ૨) ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં, યહુદામાં રહેતા યહુદીઓએ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો, જેનાથી યહોવા પરના તેઓના ભરોસાની કસોટી થઈ. એ સમયે જે બન્યું એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. (રોમ ૧૫:૪) ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’ વીડિયો જોયા પછી તમે આ સવાલોના કેવા જવાબ આપશો?
હિઝકિયાએ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો?
શહેરને ઘેરવામાં આવશે એવું લાગ્યું ત્યારે, હિઝકિયાએ નીતિવચનો ૨૨:૩માં આપેલો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડ્યો?
શા માટે હિઝકિયાએ આશ્શૂરીઓને શરણે થવાનો કે ઇજિપ્ત સાથે સંધિ કરવાનો વિચાર સુધ્ધાં ન કર્યો?
સાચા ભક્તો માટે હિઝકિયાએ કેવો સુંદર દાખલો બેસાડ્યો?
કેવા સંજોગો યહોવા પરના આપણા ભરોસાની આજે કસોટી કરે છે?