યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ”
ઓનલાઇન કરેલા કે દાનપેટીમાં નાખેલાં દાનો આ કામ માટે ઉપયોગમાં લેવાય છે:
જગતવ્યાપી કાર્ય
શાખા કચેરી અને ભાષાંતર કેન્દ્રોનું બાંધકામ અને એનું સંચાલન
બાઇબલ શાળાઓ
પૂરા સમયની ખાસ સેવા આપતા સેવકો
રાહતકાર્ય
છાપકામ, વીડિયો બનાવવા અને ઓનલાઇન સાહિત્ય બહાર પાડવા
તમારા મંડળનો ખર્ચ
પ્રાર્થનાઘરની સારસંભાળ અને વીજળી-પાણીનાં બીલનો ખર્ચ
મંડળના ઠરાવ પ્રમાણે શાખા કચેરીને આ કામ માટે દાન મોકલવા:
દુનિયા ફરતે પ્રાર્થનાઘર અને સંમેલનગૃહ બાંધવા
પ્રાર્થનાઘરોની જાળવણી કે સમારકામની ગોઠવણ
જગતવ્યાપી થતાં બીજાં કામો
સંમેલનો
મહાસંમેલનોમાં મળતાં દાનો જગતવ્યાપી કામ માટે વપરાય છે. જગતવ્યાપી કામ માટે મળતાં દાનોથી મહાસંમેલન, ખાસ સંમેલન અને આંતરરાષ્ટ્રીય સંમેલનોના ખર્ચ ઉપાડવામાં આવે છે.
સરકીટ સંમેલનમાં મળતું દાન ભાડું ભરવા, સંચાલન કરવા, સંમેલનના સ્થળની દેખરેખ રાખવા અને સરકીટના બીજા ખર્ચાઓ ઉપાડવા વપરાય છે. જો બધો ખર્ચ કાઢ્યા પછી પણ સરકીટ પાસે દાન બચે, તો એ વધારાની રકમ યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી કામ માટે આપવાનું ભાઈઓ નક્કી કરી શકે.