યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—‘સત્ય સ્વીકારવા’ તૈયાર હોય તેઓને શિષ્ય બનવા મદદ કરીએ
કેમ મહત્ત્વનું: ‘જેઓનું હૃદય હંમેશ માટેના જીવન તરફ ઢળેલું છે’ તેઓના દિલમાં યહોવા સત્યના બીને વૃદ્ધિ આપે છે. (પ્રેકા ૧૩:૪૮; ૧કો ૩:૭) જેઓ સત્ય જાણવા ચાહે છે તેઓને મદદ કરવા આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. આમ આપણે ઈશ્વર સાથે કામ કરનારા બનીશું. (૧કો ૯:૨૬) બાઇબલ વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે ઉદ્ધાર માટે બાપ્તિસ્મા લેવું ખૂબ જરૂરી છે. (૧પી ૩:૨૧) તેઓને એ રીતે શીખવવું જોઈએ કે તેઓ જીવનમાં ફેરફારો કરે, સારી રીતે પ્રચાર કરનાર અને શીખવનાર બને તેમજ પોતાનું જીવન યહોવાને સમર્પિત કરે.—માથ ૨૮:૧૯, ૨૦.
કઈ રીતે કરી શકીએ:
વિદ્યાર્થીને યાદ અપાવો કે આપણે શા માટે બાઇબલમાંથી શીખવીએ છીએ. તેઓ યહોવાને ‘ઓળખે’ અને તેમના માર્ગે ચાલે એ માટે તેઓને શીખવીએ છીએ.—યોહ ૧૭:૩
તેઓ સત્યમાં આગળ વધે માટે, ખરાબ આદતો અને ખોટી સંગતથી દૂર રહેવા મદદ કરો
બાપ્તિસ્મા પહેલાં અને પછી પણ તેઓની શ્રદ્ધા મજબૂત કરવા ઉત્તેજન આપતા રહો.—પ્રેકા ૧૪:૨૨
યહોવા ઈશ્વર તમને મદદ કરશે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
કેવા ડરને લીધે વ્યક્તિ સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવાનું ટાળે છે?
બાઇબલ વિદ્યાર્થીને સત્યમાં આગળ વધવા વડીલો કઈ રીતે મદદ કરી શકે?
યશાયા ૪૧:૧૦માંથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે?
ભલે આપણે ભૂલને પાત્ર છીએ, યહોવા આપણી ભક્તિ સ્વીકારે એ માટે કેવા ગુણો કેળવવા જોઈએ?