બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૧-૩
શું તમે દુનિયાની સંગે ચાલો છો કે ઈશ્વરની દોરવણી પ્રમાણે?
આપણે બધાએ યહોવાની ભક્તિમાં મજબૂત બનવાની જરૂર છે. (એફે ૪:૨૩, ૨૪) સત્યના મૂળ ઊંડા ઉતારવા આપણે યહોવાનું જ્ઞાન લેતા રહેવાની જરૂર છે; ભક્તિમાં વધારે કરવા ધ્યેયો બાંધવાની અને પવિત્ર શક્તિના ગુણો કેળવવાની જરૂર છે.
તમે એક વર્ષ પહેલાં, દસ વર્ષ પહેલાં કે બાપ્તિસ્મા લીધું ત્યારે ભક્તિમાં કેવું કરતા હતા? એની સરખામણીમાં આજે કેવું કરી રહ્યા છો?