બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧૫-૧૭
યહોવાએ શા માટે ઈબ્રામ અને સારાયનાં નામ બદલ્યાં?
યહોવાની નજરે ઈબ્રામ નેક માણસ હતા. યહોવાએ પોતાના વચન વિશે વધારે માહિતી આપી ત્યારે તેમણે ઈબ્રામ અને સારાયને નવાં નામ આપ્યાં. એ નામો ભાવિમાં જે થવાનું હતું એને રજૂ કરતાં હતાં.
તેઓનાં નામ પ્રમાણે જ થયું. ઈબ્રાહીમ ઘણી પ્રજાઓના પિતા બન્યા અને સારાહ રાજાઓની પૂર્વજ બની.
ઈબ્રાહીમ
દેશજાતિઓના પૂર્વજ
સારાહ
રાજકુમારી
આપણો જન્મ થાય ત્યારે આપણે પોતે નામ પસંદ કરી શકતા નથી. પણ ઈબ્રાહીમ અને સારાહની જેમ આપણે સારું નામ બનાવી શકીએ છીએ. પોતાને પૂછો:
‘યહોવા મને નેક ગણે માટે મારે શું કરવું જોઈએ?’
‘યહોવાની નજરે હું કેવી વ્યક્તિ છું?’