બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૦-૧૧
કુટુંબના સભ્યો કરતાં યહોવાને વધારે પ્રેમ કરવો જોઈએ
કુટુંબના સભ્યોમાંથી કોઈ બહિષ્કૃત થાય ત્યારે આપણી વફાદારીની કસોટી થાય છે. યહોવાએ હારૂનને એક આજ્ઞા આપી હતી. એમાંથી શીખવા મળે છે કે બહિષ્કૃત થયેલા કુટુંબના સભ્ય સાથે આપણે હળવા-મળવાનું છોડી દેવું જોઈએ. કુટુંબના બેવફા સભ્ય કરતાં યહોવા માટેનો પ્રેમ વધુ ગાઢ હોવો જોઈએ.
બહિષ્કૃત થયેલા કુટુંબના સભ્ય વિશે યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી કેવા આશીર્વાદો મળી શકે?—૧કો ૫:૧૧; ૨યો ૧૦, ૧૧