યહોવાના સેવકો તરીકે આપણું જીવન
લગ્નબંધન મજબૂત રાખો
એક પુરુષ અને સ્ત્રી લગ્નનું વચન લે છે ત્યારે, યહોવા એ વચનને ઘણું મહત્ત્વનું ગણે છે. તેમણે કહ્યું છે કે પતિ-પત્નીએ એકબીજા સાથે રહેવું જોઈએ. (માથ ૧૯:૫, ૬) આપણી વચ્ચે એવા ઘણા યુગલો છે, જેઓ પોતાનું લગ્નબંધન સારી રીતે નિભાવે છે. પણ ઘર હોય ત્યાં વાસણો તો ખખડે. એટલે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે દુનિયાના લોકોની જેમ અલગ થવા કે છૂટાછેડા લેવા વિશે ન વિચારવું જોઈએ. ઈશ્વરભક્તોએ પોતાનું લગ્નબંધન તૂટે નહિ એવો પ્રયત્ન કરવો જોઈએ. તેઓ કઈ રીતે એને મજબૂત બનાવી શકે?
આ પાંચ વાતોનું ધ્યાન રાખો:
બીજાઓ સાથે રોમાન્સ કરવાથી કે ગંદાં મનોરંજનથી દૂર રહો અને પોતાના દિલનું રક્ષણ કરો. કારણ કે એવી બાબતોથી લગ્નબંધન નબળું પડી શકે છે.—માથ ૫:૨૮; ૨પી ૨:૧૪.
ઈશ્વર સાથે તમારો સંબંધ મજબૂત બનાવો. લગ્નજીવનમાં ઈશ્વરના નિયમો પાળીને તેમને ખુશ કરો.—ગી ૯૭:૧૦.
નવો સ્વભાવ પહેરી લો. પોતાના સાથીને મદદ કરવા કંઈ ને કંઈ કરતા રહો, પછી ભલેને એ નાનકડું કેમ ન હોય.—કોલ ૩:૮-૧૦, ૧૨-૧૪.
એકબીજા સાથે આદરથી અને દિલથી વાત કરો.—કોલ ૪:૬.
પ્રેમથી એકબીજાની જાતીય જરૂરિયાત પૂરી કરો.—૧કો ૭:૩, ૪; ૧૦:૨૪.
ઈશ્વરભક્તો પોતાનું લગ્નબંધન નિભાવે છે ત્યારે યહોવાનો મહિમા થાય છે, કારણ કે તે લગ્નની શરૂઆત કરાવનાર છે.
આપણે “ધીરજથી દોડીએ”—દોડના નિયમો પાળીને વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
પતિ-પત્ની વચ્ચે કેવી મુશ્કેલીઓ આવી શકે?
જો પતિ-પત્નીને લાગે કે તેઓ વચ્ચે પ્રેમ રહ્યો નથી, તો બાઇબલના ક્યા સિદ્ધાંતો તેઓને મદદ કરી શકે?
યહોવાએ લગ્નજીવન માટે કયા નિયમો આપ્યા છે?
પતિ-પત્નીએ લગ્નબંધન મજબૂત બનાવવા શું કરવું જોઈએ?