યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાની જેમ અતૂટ પ્રેમ બતાવો
અતૂટ પ્રેમ બતાવવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (ગી ૧૦૩:૧૧) આ પ્રેમ કંઈ પળ બે પળનો નથી, જે થોડી જ વારમાં ઠંડો પડી જાય. આ પ્રેમમાં ઊંડી લાગણી હોય છે, જે હંમેશ માટે રહે છે. યહોવાએ ઇઝરાયેલીઓને ઘણી રીતોએ પ્રેમ બતાવ્યો હતો. તેઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવીને વચનના દેશમાં લઈ આવ્યા. (ગી ૧૦૫:૪૨-૪૪) તે પોતાના લોકો માટે લડ્યા. જ્યારે તેઓ પાપ કરતા, ત્યારે વારંવાર તેઓને માફ કરતા. (ગી ૧૦૭:૧૯, ૨૦) “યહોવાના અતૂટ પ્રેમનાં કામોનો વિચાર” કરીએ છીએ ત્યારે, આપણને પણ એવો પ્રેમ બતાવવાનું મન થાય છે.—ગી ૧૦૭:૪૩.
યહોવાએ બતાવેલા અતૂટ પ્રેમનો વિચાર કરો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
આપણે કઈ કઈ રીતોએ અતૂટ પ્રેમ બતાવી શકીએ?
અતૂટ પ્રેમ બતાવવા આપણે કેમ કંઈક જતું કરવું જોઈએ?