શું બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુ જ મસીહ છે?
શાસ્ત્રમાંથી જવાબ
હા. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે “મસીહ, એટલે કે આગેવાન” વિશેની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી હતી. બાઇબલમાં જણાવ્યું છે કે એ મસીહ “દુનિયાનો ઉદ્ધાર” કરશે. (દાનિયેલ ૯:૨૫; ૧ યોહાન ૪:૧૪) ઈસુના મરણ પછી પણ મસીહ વિશેની ઘણી ભવિષ્યવાણીઓ તેમનામાં પૂરી થઈ હતી.—ગીતશાસ્ત્ર ૧૧૦:૧; પ્રેરિતોનાં કાર્યો ૨:૩૪-૩૬.
“મસીહ” એટલે શું?
મસીઆક (મસીહ) હિબ્રૂ શબ્દ છે જેનો અર્થ થાય “અભિષિક્ત વ્યક્તિ.” ગ્રીક શબ્દ ખ્રિસ્તોસનો (ખ્રિસ્ત) પણ એ જ અર્થ થાય છે. એટલે “ઈસુ ખ્રિસ્ત”નો અર્થ થાય કે ઈસુ જ અભિષિક્ત વ્યક્તિ છે અથવા ઈસુ જ મસીહ છે.
બાઇબલમાં જણાવ્યું છે કે જૂના જમાનામાં કોઈ વ્યક્તિને ખાસ અધિકાર કે હોદ્દો આપવામાં આવતો ત્યારે, તેનો અભિષેક કરવા તેના પર તેલ રેડવામાં આવતું. (લેવીય ૮:૧૨; ૧ શમુએલ ૧૬:૧૩) ઈશ્વરે ઈસુને મસીહ તરીકે પસંદ કર્યા હતા, એટલે કે તેમને બહુ મોટો અધિકાર આપ્યો હતો. (પ્રેરિતોનાં કાર્યો ૨:૩૬) પણ ઈશ્વરે તેલ રેડીને નહિ, પવિત્ર શક્તિથી ઈસુને અભિષિક્ત કર્યા હતા.—માથ્થી ૩:૧૬.
શું એક કરતાં વધારે વ્યક્તિ મસીહ હોઈ શકે?
ના. જ્યારે આપણે બાઇબલ ભવિષ્યવાણીઓની વિગતોને ધ્યાનથી તપાસીએ છીએ, ત્યારે જાણવા મળે છે કે એક જ વ્યક્તિ મસીહ કે ખ્રિસ્ત હોય શકે છે. પણ બાઇબલમાં ચેતવણી આપી છે: “જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે. તેઓ મોટાં મોટાં ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!”—માથ્થી ૨૪:૨૪.
શું એવું બની શકે કે મસીહ હજી સુધી આવ્યા નથી?
ના. બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું કે મસીહ ઇઝરાયેલના રાજા દાઉદના વંશજ હશે. (ગીતશાસ્ત્ર ૮૯:૩, ૪) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહૂદીઓ પાસે હજી વંશાવળીના અહેવાલો હતા. ઈસુએ પોતે જણાવ્યું હતું કે તે દાઉદના વંશજ છે. જો એ વાત ખોટી હોત, તો તેમના દુશ્મનોએ યહૂદી વંશાવળીના અહેવાલોથી એ વાત સાબિત કરી હોત. પણ એવું આપણને ક્યાંય જોવા મળતું નથી. એ બતાવે છે કે ઈસુ ખરેખર દાઉદના વંશજ હતા. (માથ્થી ૨૨:૪૧-૪૬) પણ જ્યારે ઈસવીસન ૭૦માં રોમનોએ યરૂશાલેમનો નાશ કર્યોa, ત્યારે યહૂદી વંશાવળીના અહેવાલો પણ નાશ થઈ ગયા હતા. એ પછી કોઈ પણ વ્યક્તિ સાબિત કરી શકતી ન હતી કે તે દાઉદના વંશની છે.
બાઇબલમાં મસીહ વિશેની કેટલી ભવિષ્યવાણીઓ છે?
એ સ્પષ્ટ રીતે જણાવવું અઘરું છે કે મસીહ વિશે કેટલી ભવિષ્યવાણીઓ છે. શા માટે? કારણ કે બાઇબલમાં જણાવેલી મસીહ વિશેની ભવિષ્યવાણીઓને લોકો અલગ અલગ રીતે ગણે છે. દાખલા તરીકે, યશાયા ૫૩:૨-૭માં મસીહ વિશે ઘણી બાબતો જણાવી છે. અમુક લોકો એ આખા અહેવાલને એક જ ભવિષ્યવાણી ગણે છે. જ્યારે કે બીજા લોકો એમાંની દરેક વિગતને અલગ અલગ ભવિષ્યવાણી ગણે છે.
મસીહ વિશેની ભવિષ્યવાણીઓ ઈસુમાં પૂરી થઈ
ભવિષ્યવાણી |
ક્યાં આપેલી છે |
પૂરી થઈ |
---|---|---|
ઇબ્રાહિમના વંશમાંથી આવ્યા |
||
ઇબ્રાહિમના દીકરા ઇસહાકના વંશમાંથી આવ્યા |
||
ઇઝરાયેલના યહૂદાના કુળમાં જન્મ |
||
દાઉદ રાજાના વંશમાંથી આવ્યા |
||
કુંવારીએ જન્મ આપ્યો |
||
બેથલેહેમમાં જન્મ થયો |
||
ઈમ્માનુએલ નામથી ઓળખાયાb |
||
ગરીબ કુટુંબમાં જન્મ લીધો |
||
તેમના જન્મ પછી નાના બાળકોને મારી નાખવામાં આવ્યાં |
||
ઇજિપ્તથી બોલાવ્યા |
||
નાઝારી કહેવાયાc |
||
તેમની પહેલાં સંદેશવાહક આવ્યા |
||
ઈસવીસન ૨૯માં મસીહ તરીકે અભિષિક્ત થયાd |
||
ઈશ્વરે તેમને પોતાના દીકરા કહ્યા |
||
ઈશ્વરના મંદિર માટે ઉત્સાહ |
||
ખુશખબર જણાવનાર |
||
ગાલીલમાં પ્રચાર કરવાથી મોટો પ્રકાશ ઝળહળી ઊઠ્યો |
||
મૂસાની જેમ ચમત્કારો કર્યા |
||
મૂસાની જેમ તે ઈશ્વર તરફથી બોલ્યા |
||
બીમાર લોકોને સાજા કર્યા |
||
પોતાના તરફ ધ્યાન ન ખેંચ્યું |
||
દુઃખી લોકોને દયા બતાવી |
||
ઈશ્વરનો ઇન્સાફ કેવો હોય એ જાહેર કર્યું |
||
બુદ્ધિશાળી સલાહકાર |
||
યહોવાનું નામ જાહેર કર્યું |
||
ઉદાહરણો વાપર્યાં |
||
આગેવાન |
||
ઘણાએ તેમના પર ભરોસા ન કર્યો |
||
ઠોકર ખવડાવનાર પથ્થર |
||
ઘણાએ તેમનો નકાર કર્યો |
||
કારણ વગર તેમનો ધિક્કાર કર્યો |
||
રાજાની જેમ યરૂશાલેમ આવ્યા; ગધેડા પર બેસીને આવ્યા |
||
બાળકોએ તેમના વખાણ કર્યાં |
||
યહોવાના નામમાં આવ્યા |
||
પોતાના સાથીએ દગો કર્યો |
||
ચાંદીના ૩૦ સિક્કા માટે તેમને દગો દીધોe |
||
મિત્રો છોડીને જતા રહ્યા |
||
તેમની વિરુદ્ધ ખોટા સાક્ષીઓ ઊભા થયા |
||
આરોપ મૂકનારાઓ સામે ચૂપ રહ્યા |
||
લોકો તેમના પર થૂંક્યા |
||
તેમના માથા પર માર્યું |
||
તેમને કોરડા મારવામાં આવ્યા |
||
મારનારાઓને રોક્યા નહિ |
||
શાસકોએ તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું |
||
હાથ-પગમાં ખીલા ઠોકવામાં આવ્યા |
||
તેમના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી |
||
તેમને ગુનેગારોમાંના એક ગણવામાં આવ્યા |
||
તેમની મશ્કરી કરી, અપમાન કર્યું |
||
પાપીઓ માટે દુઃખ સહન કર્યું |
||
તેમને લાગ્યું કે ઈશ્વરે તેમને છોડી દીધા |
||
તેમને સરકો અને કડવો રસ પીવા આપ્યો |
||
તેમને મરણ પહેલાં તરસ લાગી |
||
ઈશ્વરના હાથમાં જીવન સોંપી દીધું |
||
પોતાનું જીવન આપી દીધું |
||
પાપમાંથી મુક્ત કરવા તેમણે છુટકારાની કિંમત ચૂકવી |
||
તેમનું એક પણ હાડકું ભાંગવામાં ન આવ્યું |
||
વીંધવામાં આવ્યા |
||
ધનવાનો સાથે દફનાવવામાં આવ્યા |
||
મરણમાંથી જીવતા કરવામાં આવ્યા |
||
દગાખોરને બદલે બીજા કોઈને પસંદ કરવામાં આવ્યા |
||
ઈશ્વરના જમણે હાથે બેઠા |
a મૅકક્લિન્ટોક અને સ્ટ્રોંગની સાઇક્લોપીડિયા જણાવે છે: ‘જ્યારે યરૂશાલેમનો નાશ થયો હતો, ત્યારે જ યહૂદી કુળો અને કુટુંબોના અહેવાલો પણ નાશ થયા હતા. એ પહેલાં એનો નાશ થયો ન હતો.’
b હિબ્રૂ શબ્દ, ઈમ્માનુએલનો અર્થ થાય, “ઈશ્વર અમારી સાથે છે.” એ નામથી જાણવા મળે છે કે મસીહ શું કરવાના હતા. ઈસુએ પૃથ્વી પર જે કામો કર્યાં, એ બતાવે છે કે ઈશ્વર પોતાના ભક્તોને સાથ આપે છે.—લૂક ૨:૨૭-૩૨; ૭:૧૨-૧૬.
c “નાઝારી” શબ્દ કદાચ હિબ્રૂ શબ્દ નેસ્તરમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય, “અંકુર.”
d બાઇબલમાં જણાવેલા ઇતિહાસથી કઈ રીતે જાણવા મળે છે કે મસીહ ઈસવીસન ૨૯માં આવશે? એ વિશે વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાં આપેલી નોંધ ૨ જુઓ: “મસીહ ક્યારે આવશે?”
e આ ભવિષ્યવાણી ઝખાર્યાના પુસ્તકમાં છે. છતાં, બાઇબલના લેખક માથ્થીએ કહ્યું, “યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું.” (માથ્થી ૨૭:૯) શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રના અમુક ભાગને ‘પ્રબોધકોનાં લખાણો’ કહેવામાં આવતા. આપણને જોવા મળે છે કે પ્રબોધકોનાં લખાણોમાં અમુક વાર યર્મિયાનું પુસ્તકને પહેલા રાખવામાં આવતું. (લૂક ૨૪:૪૪) એટલે જ્યારે માથ્થીએ ‘યર્મિયાની’ વાત કરી, ત્યારે તે પ્રબોધકોનાં લખાણો વિશે વાત કરી રહ્યા હતા, જેમાં ઝખાર્યાના પુસ્તકનો પણ સમાવેશ થાય છે.