૨૨ પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈની વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે છે,+ તેણે અદાલતમાં જવાબ આપવો પડશે. જે કોઈ ખરાબ શબ્દોથી પોતાના ભાઈનું ઘોર અપમાન કરે છે, તેણે સર્વોચ્ચ અદાલતમાં જવાબ આપવો પડશે. જે કોઈ એમ કહે કે ‘તું મહા મૂર્ખ છે!’ તે ગેહેન્નાની આગમાં નંખાવાને લાયક ઠરશે.+