જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જાન્યુઆરી ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧-૨
“યહોવાએ પૃથ્વી પર સૃષ્ટિની રચના કરી”
(ઉત્પત્તિ ૧:૩, ૪) અને ઈશ્વરે કહ્યું, અજવાળું થાઓ, ને અજવાળું થયું. ૪ અને ઈશ્વરે તે અજવાળું જોયું કે તે સારું છે; અને ઈશ્વરે અજવાળું તથા અંધારૂં જુદાં પાડ્યાં.
(ઉત્પત્તિ ૧:૬) અને ઈશ્વરે કહ્યું, કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદાં કરો.
(ઉત્પત્તિ ૧:૯) અને ઈશ્વરે કહ્યું, કે આકાશ તળેનાં પાણી એક જગામાં એકઠાં થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ; અને તેવું થયું.
(ઉત્પત્તિ ૧:૧૧) અને ઈશ્વરે કહ્યું, કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેનાં બીજ પોતામાં છે, તેઓને પૃથ્વી ઉગાવે; અને એમ થયું.
it-૧-E ૫૨૭-૫૨૮
સૃષ્ટિ
પ્રથમ દિવસે ઈશ્વરે કહ્યું: “અજવાળું થાઓ” ત્યારે વાદળોમાંથી પૃથ્વી પર પ્રકાશ પડ્યો. પણ એ પ્રકાશ ક્યાંથી આવતો હતો એ હજી પૃથ્વી પરથી જોઈ શકાતું ન હતું. એ પ્રક્રિયા કદાચ ધીરે ધીરે થઈ હતી. જે. ડબ્લ્યુ. વૉટ્સ નામના એક અનુવાદકે કહ્યું: ‘અને સમય જતાં પ્રકાશ ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યો.’ (ઉત ૧:૩, અ ડિસ્ટિંક્ટિવ ટ્રાન્સલેશન ઓફ જેનેસિસ) ઈશ્વરે અજવાળાને અંધારાથી અલગ કર્યું. અજવાળાને દિવસ કહ્યો અને અંધારાને રાત કહી. એ બતાવે છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરતાં ફરતાં સૂરજની ચારે બાજુ ફરે છે. જેથી પૃથ્વીના ગોળાના અડધા ભાગ એટલે પૂર્વમાં અને બીજા અડધા ભાગ એટલે પશ્ચિમમાં દિવસ-રાત થાય.—ઉત ૧:૩, ૪.
બીજા દિવસે ઈશ્વરે પાણીને બે ભાગમાં વહેંચી નાખ્યું. કેટલુંક પાણી પૃથ્વી પર રહ્યું જ્યારે કે મોટા ભાગનું પાણી પૃથ્વીની સપાટીથી ઘણું ઉપર ચઢી ગયું. પાણીનાં આ બે ભાગ વચ્ચેની ખાલી જગ્યાને ઈશ્વરે અંતરિક્ષ કહ્યું. આકાશ પૃથ્વીનો જ એક ભાગ છે. પણ આકાશના પાણીમાં તારાઓ અને બીજા પદાર્થો છે એવું ન કહી શકાય.—ઉત ૧:૬-૮.
ત્રીજા દિવસે ઈશ્વરે પોતાની ચમત્કાર કરવાની શક્તિથી પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું કર્યું, એટલે કોરી ભૂમિ દેખાઈ. આ કોરી ભૂમિને ઈશ્વરે પૃથ્વી કહી. એ જ દિવસે ઈશ્વરે ઘાસ, છોડ અને ફળ આપે એવા વૃક્ષો ઉગાવ્યાં. એ બધાં પોતાની જાતે કે ઉત્ક્રાંતિથી અસ્તિત્વમાં આવ્યાં ન હતાં. ઈશ્વરે એ ત્રણે પ્રકારની લીલોતરીને એ રીતે બનાવી કે તે “પોતપોતાની જાત પ્રમાણે “ઉગે.”—ઉત ૧:૯-૧૩.
(ઉત્પત્તિ ૧:૧૪) અને ઈશ્વરે કહ્યું, કે રાત ને દહાડો જુદાં કરવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ; અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
(ઉત્પત્તિ ૧:૨૦) અને ઈશ્વરે કહ્યું, કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો, તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઊડો.
(ઉત્પત્તિ ૧:૨૪) અને ઈશ્વરે કહ્યું, કે પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે, તેઓને પૃથ્વી ઉપજાવો; અને તેવું થયું.
(ઉત્પત્તિ ૧:૨૭) એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
it-૧-E ૫૨૮ ¶૫-૮
સૃષ્ટિ
ઉત્પત્તિ ૧:૧૬માં હિબ્રૂ શબ્દ “બા-રા” એટલે કે “રચના કરવી” વાપરવાને બદલે “અ-સાહ” શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે “બનાવવું.” કારણ કે, ઉત્પત્તિ ૧:૧માં જણાવેલ ‘અંતરિક્ષમાં’ સૂર્ય, ચંદ્ર અને તારાઓની રચના તો ચોથા દિવસના ઘણા સમય પહેલાં થઈ ગઈ હતી. સૃષ્ટિની રચનાના ચોથા દિવસે ઈશ્વરે અંતરિક્ષના પદાર્થો “બનાવ્યા” એટલે જ્યોતિઓ બનાવી. એની અસર અત્યારે ધરતી પર થાય છે. બાઇબલમાં લખ્યું છે, ‘પૃથ્વી પર અજવાળું થાય માટે ખુલ્લા અંતરિક્ષમાં તેઓને મૂક્યાં.’ એટલે એ જ્યોતિઓ હવે પૃથ્વીની સપાટી પરથી એટલી સ્પષ્ટ જોઈ શકાય છે જાણે ખુલ્લી જગ્યાએ ગોઠવી હોય. ઉપરાંત આ જ્યોતિઓની મદદથી ‘ૠતુઓ, દિવસો તથા વર્ષો’ નક્કી થવાનાં હતાં. આગળ જતાં એનાથી મનુષ્યને ખૂબ ફાયદો થવાનો હતો.—ઉત ૧:૧૪.
સૃષ્ટિના સર્જનના પાંચમા દિવસે ઈશ્વરે પૃથ્વી પર પહેલી વાર જીવજંતુઓની રચના કરી. ઈશ્વરે ફક્ત એક જ જીવની રચના કરીને એમાંથી બીજા જીવો ઉત્પન્ન થયા એવું નથી. પણ ઈશ્વરે પોતાની અપાર શક્તિથી અલગ-અલગ પ્રકારનાં જીવજંતુઓ બનાવ્યાં. બાઇબલમાં લખ્યું છે, “ઈશ્વરે મોટાં માછલાંને તથા હરેક પેટે ચાલનારાં જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને, ઉત્પન્ન કર્યાં.” ઈશ્વરે જોયું કે પોતે જે બનાવ્યું છે એ સારું છે. એટલે તેમણે ખુશ થઈને તેઓને આશીર્વાદ દઈને કહ્યું “વધો.” એ એટલે શક્ય બન્યું કારણ કે ઈશ્વરે તેઓને “પોતપોતાની જાત પ્રમાણે” બચ્ચાં પેદા કરવાની ક્ષમતા આપી હતી.—ઉત ૧:૨૦-૨૩.
સૃષ્ટિના સર્જનના છઠ્ઠા દિવસે ઈશ્વરે “પોતપોતાની જાત પ્રમાણે વન પશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાઓને બનાવ્યાં.” ઈશ્વરનાં હાથોની આ રચના બીજી રચનાઓ જેટલી જ સુંદર હતી. —ઉત ૧:૨૪, ૨૫.
ઈશ્વરે છઠ્ઠા દિવસને અંતે માણસની રચના કરી. તેને બીજા પ્રાણીઓ કરતાં ચડિયાતો પણ, સ્વર્ગદૂતો કરતાં થોડો ઊતરતો બનાવવામાં આવ્યો. ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો, એટલે માણસમાં પોતાના જેવા ગુણો મૂક્યા. ઉત્પત્તિ ૧:૨૭માં ફક્ત એટલું જ લખવામાં આવ્યું છે, કે ઈશ્વરે “તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.” પરંતુ ઉત્પત્તિ ૨:૭-૯માં સમજાવવામાં આવ્યું છે કે યહોવાએ ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો અને તેનાં નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. આમ, માણસ સજીવ પ્રાણી બન્યો. યહોવાએ માણસને રહેવા એક સુંદર બગીચો આપ્યો અને તેના ખાવા-પીવાની વ્યવસ્થા કરી. ઉત્પત્તિમાં જણાવ્યું છે તેમ યહોવાએ પુરુષને બનાવવા પૃથ્વી પરની જ વસ્તુઓ વાપરી હતી. પછી યહોવાએ પુરુષની જ પાંસળીમાંથી એક સ્ત્રીને બનાવી. (ઉત ૨:૧૮-૨૫) સ્ત્રીની રચના પછી માણસની ‘જાતિની’ શરુઆત થઈ.—ઉત ૫:૧, ૨.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૧:૧) આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
w૧૫-E ૬/૧ ૫
વિજ્ઞાનની તમારા જીવન પર અસર
પૃથ્વી અને બ્રહ્માંડને ક્યારે બનાવવામાં આવ્યાં?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પૃથ્વી લગભગ ૪ અબજ વર્ષ પહેલાં બની છે. તેઓ એમ પણ માને છે કે બ્રહ્માંડની શરૂઆત લગભગ ૧૩ થી ૧૪ અબજ વર્ષ પહેલાં થઈ હશે. બાઇબલમાં એ નથી જણાવ્યું કે બ્રહ્માંડની રચના ક્યારે થઈ. એ પણ નથી જણાવ્યું કે પૃથ્વીને બનાવ્યાને કેટલાં વર્ષો થયા. બાઇબલની સૌથી પહેલી કલમ જણાવે છે: “આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.” (ઉત ૧:૧) આ કલમમાં બ્રહ્માંડની રચનાની કોઈ તારીખ નથી જણાવી. એટલે, વૈજ્ઞાનિકો અમુક વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે અનુમાન કરે છે કે પૃથ્વી અને બ્રહ્માંડની રચના ક્યારે થઈ હશે.
(ઉત્પત્તિ ૧:૨૬) અને ઈશ્વરે કહ્યું, કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.
it-૨-E ૫૨
ઈસુ ખ્રિસ્ત
ઈસુ ખ્રિસ્ત યહોવાના સાથી સર્જનહાર નથી. ઈસુએ સૃષ્ટિ બનાવવામાં પોતાના પિતા યહોવાને મદદ કરી હતી. એનો મતલબ એ નથી કે તે યહોવાના સહાયક સર્જનહાર છે. સૃષ્ટિનું સર્જન કરવા ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિનો ઉપયોગ કર્યો. (ઉત ૧:૨; ગી ૩૩:૬) યહોવા જીવનનો ઝરો છે. તેમણે જ દરેક સજીવ પ્રાણી અને સૃષ્ટિની દરેક દૃશ્ય અને અદૃશ્ય વસ્તુઓ બનાવી છે. દરેક પર તેમનો જ હક છે. (ગી ૩૬:૯) સહાયક સર્જનહારની જગ્યાએ ઈસુ તો ફક્ત એક માધ્યમ હતા જેના દ્વારા આપણા સર્જનહારે આખી સૃષ્ટિનું સર્જન કર્યું. બાઇબલની દરેક કલમો અને ઈસુ પોતે જણાવે છે કે યહોવા જ સર્જનહાર છે.—માથ ૧૯:૪-૬.
બાઇબલ વાંચન
જાન્યુઆરી ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩-૫
“પ્રથમ જૂઠાણાનાં ખરાબ પરિણામો”
(ઉત્પત્તિ ૩:૧-૫) હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું, કે શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? ૨ સ્ત્રીએ સર્પને કહ્યું, કે વાડીનાં વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે: ૩ પણ ઈશ્વરે કહ્યું છે, કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, રખેને તમે મરો. ૪ અને સર્પે સ્ત્રીને કહ્યું, કે તમે નહિ જ મરશો; ૫ કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.
યહોવાનો હેતુ ચોક્કસ પૂરો થશે!
૯ શેતાને એક સર્પ દ્વારા હવાને યહોવાની આજ્ઞા તોડવા ફોસલાવી. (ઉત્પત્તિ ૩:૧-૫ વાંચો; પ્રકટી. ૧૨:૯) શેતાને યહોવાની આજ્ઞાને મારી-મચકોડીને રજૂ કરી કે, યહોવાના માનવીય સંતાનોને “વાડીના હરેક વૃક્ષનું ફળ” ખાવાની પરવાનગી નથી. બીજા શબ્દોમાં, શેતાન જાણે કહી રહ્યો હતો: “તમે તમારી મરજી પ્રમાણે કંઈ કરી શકતા નથી.” પછી, તેણે એક હળહળતું જૂઠાણું કહ્યું: “તમે નહિ જ મરશો.” શેતાને હવાને એવું માનવા છેતરી કે, તેણે યહોવાની આજ્ઞા માનવાની કોઈ જરૂર નથી. શેતાને કહ્યું: “ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે.” શેતાન જાણે કહી રહ્યા હતો: “ઈશ્વરને ખબર છે કે એ ફળ ખાવાથી તમે ખાસ પ્રકારનું જ્ઞાન મેળવશો. એટલે, એ ખાવાની તમને મના કરી છે.” છેવટે, તેણે એક જૂઠું સ્વપ્ન દેખાડ્યું: “તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.”
(ઉત્પત્તિ ૩:૬) અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.
પ્રથમ યુગલ પાસેથી બોધપાઠ
શું હવાનું પાપ ટાળી શકાય એવું હતું? બિલકુલ નહિ! તમે પોતાને તેને સ્થાને મૂકી જુઓ. સર્પે મૂકેલો આરોપ, પરમેશ્વર અને આદમે કહેલી બાબત કરતાં એકદમ વિપરીત હતો. તમે જેને ચાહતા હોવ અને વિશ્વાસ મૂકતા હોવ તેમના પર એક અજાણી વ્યક્તિ અપ્રમાણિકપણે આરોપ મૂકે તો તમને કેવું લાગશે? હવાએ ઘૃણા અને ગુસ્સો બતાવીને, સાંભળવાનો પણ નકાર કરીને ભિન્ન રીતે પ્રત્યાઘાત પાડવો જોઈતો હતો. છેવટે, પરમેશ્વરના ન્યાયીપણા અને તેના પતિના શબ્દ પર પ્રશ્ન ઊભો કરનાર સર્પ કોણ હતો? શિરપણાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, હવાએ કોઈ પણ નિર્ણય લેવા માટે સલાહ લેવાની જરૂર હતી. તેથી પરમેશ્વરે આપેલી માહિતીની વિરુદ્ધમાં કંઈ પણ કહેવામાં આવે તો આપણે પણ સલાહ મેળવવાની જરૂર છે. પરંતુ, હવાએ લલચામણીભર્યા શબ્દો પર વિશ્વાસ મૂક્યો અને ભલુંભૂંડું શું છે એનો નિર્ણય પોતે કરવાની ઇચ્છા રાખી. તેણે એના પર જેટલું વધારે મન પરોવ્યું એટલું જ તેને એ આકર્ષક લાગવા માંડ્યું. ખોટી ઇચ્છાઓને પોતાના મનમાંથી કાઢી નાખવા અથવા પોતાના કુટુંબના શિર સાથે એની ચર્ચા કરવાને બદલે એને મનમાં ભરી રાખીને તેણે કેવી ભૂલ કરી!—૧ કોરીંથી ૧૧:૩; યાકૂબ ૧:૧૪, ૧૫.
આદમે પોતાની પત્નીનું સાંભળ્યું
હવાએ આદમને પણ પોતાના પાપનો ભાગીદાર બનાવ્યો. પરંતુ શા માટે આદમ તેના પાપમાં સહભાગી થયો? (ઉત્પત્તિ ૩:૬, ૧૭) આદમે વફાદારીના પડકારનો સામનો કર્યો. શું તે પોતાના સર્જનહારને આધીન રહ્યો જેમણે તેને તેની વહાલી પત્ની સમેત બધું જ આપ્યું હતું? શું આદમે પરમેશ્વરનું માર્ગદર્શન લીધું કે આવી પરિસ્થિતિમાં પોતે શું કરવું જોઈએ કે પછી તે પોતાની પત્નીની વાતમાં આવી ગયો? આદમ સારી રીતે જાણતો હતો કે મના કરેલું ફળ ખાવાથી હવા શું મેળવવાની આશા રાખતી હતી. પ્રેષિત પાઊલે લખ્યું: “આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી.” (૧ તીમોથી ૨:૧૪) એથી આદમે જાણીજોઈને યહોવાહનો અનાદર કરવાનું પસંદ કર્યું. તેને પરમેશ્વરની બાબતો હલ કરવાની ક્ષમતા પર વિશ્વાસ કરવા કરતાં પોતાની પત્નીથી અલગ થવાનો ભય વધારે હતો.
(ઉત્પત્તિ ૩:૧૫-૧૯) અને તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે. ૧૬ સ્ત્રીને તેણે કહ્યું, કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ; તું દુઃખે બાળક જણશે; અને તું તારા વરને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે. ૧૭ અને આદમને તેણે કહ્યું, કે તેં તારી વહુની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી, કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તેં ખાધું; એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે; તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે; ૧૮ તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે; અને તું ખેતરનું શાક ખાશે; ૧૯ તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.
શું ઈશ્વરને સ્ત્રીઓની પરવા છે?
શું ઈશ્વરે સ્ત્રીઓને શાપ આપ્યો છે?
ના. સ્ત્રીઓને નહિ પણ ‘તે જૂનો સર્પ જે શેતાન કહેવાય છે,’ તેને ઈશ્વરે “શાપિત” કર્યો હતો. (પ્રકટીકરણ ૧૨:૯; ઉત્પત્તિ ૩:૧૪) ઈશ્વરે જ્યારે કહ્યું કે આદમ પોતાની પત્ની હવા પર “ધણીપણું” કરશે, ત્યારે તે એમ કહેવા માંગતા નહોતા કે પુરુષો સ્ત્રીઓને મુઠ્ઠીમાં રાખશે. (ઉત્પત્તિ ૩:૧૬) ઈશ્વર તો પ્રથમ યુગલે કરેલા પાપને કારણે આવેલાં દુઃખદ પરિણામો જણાવતાં હતાં.
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૧
૩:૧૭—કયા અર્થમાં ભૂમિ શાપિત બની, અને કેટલા સમય સુધી? આદમે પાપ કર્યા પછી, યહોવાહે ભૂમિને શાપ દીધો. એટલે ખેતી કામ બહુ અઘરું થવાનું હતું. જમીનમાં કાંટા ઝાંખરાં સહેલાઈથી ઉગવાના હતા. તેથી, ખેડૂતનું જીવન દુઃખથી ભરેલું જીવન હતું. એટલા માટે, નુહના પિતા લામેખે કહ્યું: “જે ભૂમિને યહોવાહે શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ” છે. (ઉત્પત્તિ ૫:૨૯) પરંતુ, જળપ્રલય પછી યહોવાહે નુહ તથા તેમના દીકરાને આશીર્વાદ આપ્યો અને તેઓને સફળ થવાનું અને પૃથ્વીને ભરપૂર કરવાનું કહ્યું. (ઉત્પત્તિ ૯:૧) ત્યાર પછી યહોવાહે પૃથ્વીને શાપમાંથી મુક્ત કરી હતી.—ઉત્પત્તિ ૧૩:૧૦.
it-૨-E ૧૮૬
પ્રસવપીડા
અહીં, બાળકને જન્મ આપતી વખતે સ્ત્રીને થતી વેદનાની વાત કરવામાં આવી છે. ઈશ્વરે પ્રથમ સ્ત્રી હવાને જણાવ્યું કે પાપ કરવાને લીધે હવેથી બાળકને જન્મ આપતી વખતે તેણે ઘણી પીડા ભોગવવી પડશે. જો તેણે ઈશ્વરની આજ્ઞા માની હોત તો ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હોત. બાળકને જન્મ આપતી વખતે વેદના સહેવાની જગ્યાએ તેને ખુશી મળી હોત. કેમ કે, ‘યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કોઈ દુઃખ આપતા નથી.’ (નીતિ ૧૦:૨૨) પણ, પાપની અસરને લીધે હવે આપણે વધારે તકલીફો સહેવી પડે છે. જેમ કે ઈશ્વરે સ્ત્રીને જણાવ્યું હતું, (ઈશ્વર કોઈ બાબત માટે પરવાનગી આપે છે ત્યારે ઘણી વાર એનો અર્થ થાય કે, તે પોતે એ કામ કરે છે) ‘હું તારો શોક તથા તારા ગર્ભાવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ; તું દુઃખે બાળક જણશે.’—ઉત ૩:૧૬.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૪:૨૩, ૨૪) ત્યારે લામેખે પોતાની વહુઓને કહ્યું, કે આદાહ તથા સિલ્લાહ, તમે મારી વાણી સાંભળો; લામેખની સ્ત્રીઓ, મારી વાતને કાન ધરો; કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને, તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે; 24 જો કાઈનને મારવાનો બદલો સાતગણો લેવાય, તો જરૂર લામેખનો સિત્તોતેરગણો લેવાશે.
it-૨-E ૧૯૨ ¶૫
લામેખ
લામેખે પોતાની પત્નીઓ માટે જે કવિતા લખી એનાથી ખબર પડે છે કે એ સમયના લોકો કેટલા હિંસક થઈ ગયા હતા. (ઉત ૪: ૨૩, ૨૪) એ કવિતામાં જણાવ્યું છે: “તમે મારી વાણી સાંભળો; લામેખની સ્ત્રીઓ, મારી વાતને કાન ધરો; કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને, તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે; જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો જરૂર લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.” આ કલમોમાં લામેખ પોતાનો બચાવ કરી રહ્યા હતા. તે કહેવા માંગતા હતા, કાઈનની જેમ તેમણે જાણી-જોઈ કોઈનું ખૂન કર્યું નથી. લામેખે દાવો કર્યો કે પોતાનો બચાવ કરવા તેમણે એ વ્યક્તિને મારી નાખી, જેણે તેમના પર હુમલો કરીને તેમને જખમી કર્યા હતા. એટલે લામેખ પોતાની કવિતા દ્વારા અરજ કરી રહ્યા હતા કે તેમની જોડે બદલો લેનાર તેમનો જીવ ન લે.
(ઉત્પત્તિ ૪:૨૬) શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડ્યું: ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.
it-૧-E ૩૩૮ ¶૨
નિંદા
જળપ્રલય પહેલાં, અનોશના સમયમાં લોકો “યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.” એનો અર્થ એ ન હતો કે લોકો પહેલી વાર યહોવાનું નામ લઈ રહ્યા હતા. કેમ કે, એના ઘણા સમય પહેલાં હાબેલે પણ ચોક્કસ યહોવાના નામનો ઉપયોગ કર્યો હશે. (ઉત ૪:૨૬; હિબ્રૂ ૧૧:૪) અનોશના સમયમાં લોકો યહોવાના નામનો ખોટો ઉપયોગ કરતા હતા. અમુક વિદ્વાનો પણ એવું જ માનતા હતા. તેઓના કહેવા પ્રમાણે લોકો માણસોને અને ભક્તિના ઉપયોગમાં લેવાતી વસ્તુઓને યહોવાનું નામ આપવા લાગ્યા. જો એમ હોય તો, એ ઈશ્વરની નિંદા કરી કહેવાય.
બાઇબલ વાંચન
જાન્યુઆરી ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૬-૮
“તેમણે એમ જ કર્યું”
(ઉત્પત્તિ ૬:૯) નુહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નુહ ઈશ્વરની સાથે ચાલતો.
(ઉત્પત્તિ ૬:૧૩) અને ઈશ્વરે નુહને કહ્યું, કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે; કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે; અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ.
નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો
૪ નુહે કયા પડકારોનો સામનો કરવો પડ્યો? નુહના પરદાદા હનોખના સમય સુધીમાં તો લોકો ઘણા દુષ્ટ થઈ ગયા હતા. તેઓ યહોવા વિશે “આઘાતજનક વાતો” કરતા હતા. (યહુ. ૧૪, ૧૫) નુહના સમયમાં, ‘પૃથ્વી જુલમથી ભરપૂર થઈ ગઈ હતી.’ એ સમયે, દુષ્ટ દૂતો પૃથ્વી પર આવ્યા, મનુષ્યનું શરીર ધારણ કર્યું અને સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેઓના દીકરાઓ ક્રૂર અને હિંસક હતા. (ઉત. ૬:૨-૪, ૧૧, ૧૨) પણ બધા જોઈ શકતા હતા કે નુહ અલગ હતા. બાઇબલ કહે છે કે ‘નુહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યા.’ આસપાસના લોકોથી વિરુદ્ધ, નુહ જે ખરું હતું, એ કરતા હતા. ‘નુહ ઈશ્વર સાથે ચાલતા હતા.’—ઉત. ૬:૮, ૯.
(ઉત્પત્તિ ૬:૧૪-૧૬) તું પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવ; તે વહાણમાં ઓરડી કરીને તેને માંહે તથા બહાર ડામર ચોપડ. ૧૫ અને આ પ્રમાણે તું તેને બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસેં હાથ, ને તેની ચોડાઈ પચાસ હાથ, ને તેની ઊંચાઈ ત્રીસ હાથ. ૧૬ વહાણમાં તું બારી કર, ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર; અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક; અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવા ત્રણ માળ તું કર.
w૧૩-E ૪/૧ ૧૪ ¶૧
તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
એ કામ પૂરું કરતા ઘણાં વર્ષો, કદાચ ૪૦-૫૦ વર્ષો લાગ્યાં હશે. વૃક્ષો કાપવાં, લાકડાં ખેંચી લાવવાં, મોભ બનાવવા, એને ઘાટ આપીને જોડવા જેવાં ઘણાં કામો હતાં. વહાણના ત્રણ માળ અથવા તૂતક રાખવાના હતા; અમુક ઓરડીઓ પણ બનાવવાની હતી; વહાણની એક બાજુએ દરવાજો રાખવાનો હતો. વહાણના ઉપરના ભાગમાં બારીઓ રાખવાની હતી. છતને વચ્ચેથી સહેજ ઢોળાવ આપવાનો હતો, જેથી વરસાદનું પાણી સહેલાઈથી સરી જાય.—ઉત. ૬:૧૪-૧૬.
(ઉત્પત્તિ ૬:૨૨) નુહે એમ જ કર્યું; ઈશ્વરે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.
w૧૧ ૯/૧૫ ૧૮ ¶૧૩
ધીરજથી દોડીએ
૧૩ યહોવાહના પ્રાચીન ભક્તો કેવી રીતે ધીરજ બતાવીને જીવનની દોડ જીત્યા? પાઊલે ઈશ્વરભક્ત નુહ વિષે જે લખ્યું એનો વિચાર કરો. (હેબ્રી ૧૧:૭ વાંચો.) યહોવાહે નુહને કહ્યું, ‘સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ.’ (ઉત. ૬:૧૭) આ ‘વાત હજી સુધી નુહના જોવામાં આવી ન હતી,’ કેમ કે જળપ્રલય ક્યારેય થયો ન હતો. છતાં નુહે એવું ન વિચાર્યું કે ‘જળપ્રલય થશે જ નહિ.’ શા માટે? કારણ કે તેમને ભરોસો હતો કે યહોવાહ જે કંઈ કહે, એ જરૂર કરશે. તેમને એવું ન લાગ્યું કે ‘યહોવાહે સોંપેલું કામ બહુ અઘરું છે.’ એના બદલે યહોવાહે જે કહ્યું ‘તે પ્રમાણે તેમણે કર્યું.’ (ઉત. ૬:૨૨) ‘તે પ્રમાણે’ કરવું કંઈ નાનુંસૂનું કામ ન હતું! નુહે વહાણ બાંધ્યું, પ્રાણીઓ ભેગા કર્યાં, વહાણમાં માણસો અને પ્રાણીઓ માટે ખાવાનું ભર્યું. લોકોને ચેતવ્યા અને પોતાના કુટુંબને યહોવાહ સાથે સંબંધ જાળવી રાખવા મદદ કરી. શ્રદ્ધા અને ધીરજ બતાવીને નુહે પોતાનું અને કુટુંબનું જીવન બચાવ્યું. યહોવાહે તેઓને ઘણા આશીર્વાદો આપ્યા.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૭:૨) સર્વ શુદ્ધ પશુઓમાંથી સાત સાત નરનારી ને અશુદ્ધ પશુઓમાંથી બબ્બે નરનારી તું તારી સાથે લે;
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૧
૭:૨—લોકોને કઈ રીતે ખબર હતી કે યહોવાહની નજરમાં કયા કયા પ્રાણીઓ શુદ્ધ કે અશુદ્ધ હતા? જળપ્રલય પહેલા તો પ્રાણીઓ શુદ્ધ છે કે અશુદ્ધ એનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. કેમ કે, એ સમયે માણસો માંસ ખાતા ન હતા. તેઓ ફ્કત બલિદાન માટે જ પ્રાણીઓનો ઉપયોગ કરતા. એ પણ તેઓ જાણતા હતા કે કયા પ્રાણીઓ ચડાવવા જોઈએ અને કયા નહિ. આથી જ, જળપ્રલય પછી નુહે “યહોવાહને સારૂ એક વેદી બાંધી, ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંએકને લઈને વેદી પર હોમ કર્યો.” (ઉત્પત્તિ ૮:૨૦) જળપ્રલય પછી, યહોવાહે લોકોને માંસ ખાવા દીધું. પરંતુ, મુસાના નિયમ આવ્યા પછી લોકોને ચોક્કસ ખબર પડી કે કયું માંસ “શુદ્ધ” કે “અશુદ્ધ” હતું. પરંતુ, ઈસુના બલિદાન પછી આ નિયમનો અંત આવ્યો. ત્યાર પછી લોકો માંસને શુદ્ધ કે અશુદ્ધ તરીકે જોતા ન હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૧૬; એફેસી ૨:૧૬.
(ઉત્પત્તિ ૭:૧૧) નુહના આયુષ્યના છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દહાડે, તે જ દહાડે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં,
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૧
૭:૧૧—જળપ્રલય સમયે પાણી ક્યાંથી આવ્યું? ઉત્પત્તિના બીજા ‘દિવસે’ યહોવાહે “અંતરિક્ષ” બનાવ્યું. એની ‘તળે’ અને ‘અંતરિક્ષની ઉપર પાણી’ મૂક્યું. (ઉત્પત્તિ ૧:૬, ૭) ‘અંતરિક્ષની તળેનું’ પાણી નદીઓ-સાગરોમાં હતું. પૃથ્વી ‘ઉપરનું’ પાણી, જાણે એક ભીની ચાદર જેવું હતું. જળપ્રલય વખતે આ ઉપરના ‘મોટા જળનિધિમાંથી’ પાણી આવ્યું.
બાઇબલ વાંચન
જાન્યુઆરી ૨૭–ફેબ્રુઆરી ૨
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૯-૧૧
“આખી પૃથ્વી પર એક જ ભાષા હતી”
(ઉત્પત્તિ ૧૧:૧-૪) અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી; ૨ અને એમ થયું, કે તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા શિનઆર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા, ને ત્યાં રહ્યા. ૩ અને તેઓએ એકબીજાને કહ્યું, કે ચાલો, આપણે ઈંટો પાડીએ, ને તે સારીપેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો. ૪ અને તેઓએ કહ્યું, કે ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામ કરીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.
it-૧-E ૨૩૯
મહાન બાબેલોન
પ્રાચીન બાબેલોનની ઓળખ. બાબેલોન શહેરના વસવાટની શરૂઆત શિનઆરના મેદાનોમાં થઈ. એ જ સમયે બાબેલનો બુરજ પણ બંધાઈ રહ્યો હતો. (ઉત ૧૧:૨-૯) બુરજ અને શહેર બનાવવાનો હેતુ યહોવાના નામને મહિમા આપવાનો ન હતો. પણ, એ લોકો ચાહતા હતા કે ‘પોતાના નામને મહિમા મળે.’ પ્રાચીન બાબેલોનના ખંડેરો અને મેસોપોટેમિયામાંથી ઝીગુરાત બુરજના અવશેષો મળી આવ્યા છે. આનાથી જોવા મળે છે કે આ બુરજ ભક્તિ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. ભલે પછી એની બનાવટ ગમે એવા પ્રકારની હોય. યહોવાએ આ બુરજનું બાંધકામ રોકવા કડક પગલાં ભર્યા. એનાથી સાબિત થાય છે કે આ બુરજ જૂઠા ધર્મનું પ્રતિક હતો. હિબ્રૂ ભાષામાં આ શહેરને બાબેલ કહેવાતું, જેનો અર્થ થાય “ગૂંચવણ.” લોકોએ એ શહેરને સુમેરી ભાષામાં (કા-ડિંગીર-રા) અને આક્કાદી ભાષામાં (બાબ-ઈલુ) નામ આપ્યું. એ બંનેનો અર્થ થાય “ઈશ્વરનું પ્રવેશદ્વાર.” તેઓનાં વંશજોએ આ શહેરનું જૂનું નામ યાદ ન આવે માટે એનું નામ બદલી નાખ્યું. કારણ કે એ નામ તો યહોવાએ તેઓનાં બંડખોર વલણને લીધે આપ્યું હતું. તેમ છતાં આ શહેરનું નવું નામ પણ ધર્મ સાથે જોડાયેલું છે.
it-૨-E ૨૦૨ ¶૨
ભાષા
ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે કે જળપ્રલય પછી નુહનું કુટુંબ વધવા લાગ્યું. ત્યારે અમુક લોકો ઈશ્વરને પસંદ ન હોય એવાં કામો કરવા લાગ્યા. ઈશ્વરે નુહ અને તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો હતો કે “પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત. ૯:૧) પણ તેઓમાંના કેટલાક લોકો એમ કરવાને બદલે એક જ જગ્યાએ વસવા માંગતા હતા. તેઓ મેસોપોટેમિયાના શિનઆર દેશના એક મેદાનમાં આવીને રહેવા લાગ્યા. સમય જતાં એ જગ્યા એક ધાર્મિક સ્થળ બન્યું. એમાં એક બુરજ પણ હતો, જે જૂઠી ભક્તિ સાથે જોડાયેલો હતો. —ઉત ૧૧:૨-૪.
(ઉત્પત્તિ ૧૧:૬-૮) અને યહોવાએ કહ્યું, કે જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડ્યું છે: તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે. ૭ ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ, કે તેઓ એકબીજાની બોલી ન સમજે. ૮ એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા; અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું.
it-૨-E ૨૦૨ ¶૩
ભાષા
ઈશ્વરે લોકોની ભાષા ઉલટાવી નાંખી જેથી એ લોકો એક થઈને કામ ન કરી શકે. એના લીધે તેઓએ બાંધકામ પડતું મૂક્યું અને આખી પૃથ્વી પર વિખેરાઈ ગયા. સમય જતાં જો એ લોકો ઈશ્વરને ન ગમે એવું કોઈપણ કામ કરવાનું વિચારે તો, તેઓને ફક્ત પોતાની ભાષા બોલતા લોકોની બુદ્ધિ અને શક્તિ પર આધાર રાખવો પડતો. ઉપરાંત ભાષા ન સમજી શકવાને લીધે પોતાના અનુભવ અને સંશોધન વડે જે જ્ઞાન મેળવતા એ તેઓ પૂરતું જ રહેતું. એ જ્ઞાનની આપ-લે બીજા સાથે કરી શકતા ન હતા. (સભા. ૭:૨૯; પુન. ૩૨:૫ સરખાવો.) ભાષાની ગૂંચવણને લીધે માણસો વિખેરાઈ ગયા પણ, એનાથી ફાયદો થયો. લોકોને ખતરો કે નુકસાન થાય એવા ધ્યેયો તેઓ સહેલાઈથી પાર પાડી શકતા ન હતા. (ઉત ૧૧:૫-૯; યશા ૮:૯, ૧૦ સરખાવો.) આજે પણ આપણે જોઈએ છીએ કે માણસોએ તેમની બુદ્ધિ અને જ્ઞાનનો ખરાબ રીતે ઉપયોગ કરીને કેટલું નુકસાન કર્યું છે. ઈશ્વર બહુ પહેલેથી જાણતા હતા કે બાબેલમાં જે કામ ચાલી રહ્યું હતું એનું પરિણામ શું આવશે, એટલે તેમણે એ કામ બંધ કરાવી દીધું.
(ઉત્પત્તિ ૧૧:૯) એ માટે તેનું નામ બાબેલ એટલે ગૂંચવણ પડ્યું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી; અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
it-૨-E ૪૭૨
રાષ્ટ્રો
ભાષાની ગૂંચવણને લીધે લોકો જુદા જુદા જૂથોમાં વહેંચાઈ ગયા. દરેક જૂથે પોતાની સંસ્કૃતિ, કલા, રીતરિવાજો, અને ધર્મ બનાવ્યાં. લોકોની કામ કરવાની રીતો પણ જુદી જુદી હતી. (લેવી ૧૮:૩) તેઓ ઈશ્વરથી દૂર થઈ ગયા અને તેઓએ પોતપોતાની માન્યતા પ્રમાણે દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી.—પુન ૧૨:૩૦; ૨રા ૧૭:૨૯, ૩૩.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૯:૨૦-૨૨) અને નુહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષવાડી રોપી; ૨૧ અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. ૨૨ અને કનાનના બાપ હામે પોતાના બાપનું નાગાપણું જોયું, ને બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું.
(ઉત્પત્તિ ૯:૨૪, ૨૫) અને નુહ તેના દ્રાક્ષારસની કેફમાંથી શુદ્ધિમાં આવ્યો, ને તેના નાના દીકરાએ જે કર્યું હતું તે તેણે જાણ્યું. ૨૫ અને તેણે કહ્યું, કે કનાન શાપિત હો; તે પોતાના ભાઈઓને માટે દાસનો દાસ થશે.
it-૧-E ૧૦૨૩ ¶૪
હામ
કનાન પોતે એ ઘટનામાં સામેલ હોઈ શકે અને તેના પિતા હામે તેને સુધાર્યો ન હોય. અથવા નુહે ઈશ્વરની પ્રેરણાથી એ વાત કહી કારણ કે, તેમને ખબર પડી ગઈ હશે કે હામના ખરાબ ગુણો તેના દીકરા કનાનમાં પણ છે. આગળ જતાં એ ગુણો એના વંશજોમાં પણ આવશે. નુહના શાપના શબ્દો પ્રથમ વખત ત્યારે પૂરા થયા જ્યારે ઇઝરાયેલીઓએ કનાનીઓ પર જીત મેળવી. જેઓ બચી ગયા (જેમ કે ગિબઓનીઓ [યહો ૯]) તેઓ ઇઝરાયેલીઓના ગુલામ બની ગયા. સદીઓ પછી જ્યારે, હામના વંશજો પર માદાય-ઈરાન, ગ્રીસ અને રોમન સરકારે રાજ કર્યું ત્યારે એ શબ્દો બીજી વાર પૂરા થયા.
(ઉત્પત્તિ ૧૦:૯, ૧૦) તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; એ માટે કહેવાય છે, કે યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી. ૧૦ અને તેના રાજ્યનો આરંભ શિનઆર દેશનાં બાબેલ તથા એરેખ તથા આક્કાદ તથા કાલનેહ એઓ હતાં.
it-૨-E ૫૦૩
નિમ્રોદ
નિમ્રોદે જે શહેરો પર રાજ કરવાનું શરૂ કર્યું એમાં શિનઆરનાં બાબેલ, એરેખ, આક્કાદ અને કાલનેહ શહેરોનો સમાવેશ થતો હતો. (ઉત ૧૦:૧-૧૦) એટલે, બાબેલ અને તેના બુરજનું બાંધકામ નિમ્રોદની દેખરેખ હેઠળ થયું હોઈ શકે. યહુદીઓ પણ એવું જ માનતા હતા. એક ઇતિહાસકાર જોસેફસે લખ્યું: ‘નિમ્રોદ ધીમે ધીમે ક્રૂર શાસક બનવા લાગ્યો. તે ચાહતો હતો કે લોકો ફક્ત તેની જ શક્તિ પર આધાર રાખે. લોકોનાં મનમાંથી ઈશ્વરનો ડર દૂર કરવાનો આ એક જ રસ્તો હતો. તેણે નક્કી કર્યું હતું કે તે ખૂબ ઊંચો બુરજ બાંધશે. એટલો ઊંચો કે જો ઈશ્વર ફરી પાણીથી પૃથ્વીનો વિનાશ કરવાનું વિચારે તો, તેના બુરજને ડુબાડી શકશે નહિ. આમ તે પોતાના બાપ-દાદાઓના મોતનો બદલો લેશે. લોકો નિમ્રોદની વાત માનવા તૈયાર હતા. તેઓ માટે, ઈશ્વરને આધીન રહેવું જાણે ગુલામી જેવું હતું. એટલે, તેઓ એકદમ ઝડપથી બુરજનું બાંધકામ કરવા લાગ્યા.’
બાઇબલ વાંચન