-
“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
-
-
૧૨. કરૂબોના દાખલામાંથી શું શીખવા મળે છે?
૧૨ કરૂબો. દૂતોમાં તેઓનો હોદ્દો સૌથી ઊંચો છે. આદમ અને હવાએ પાપ કર્યું એ પછી યહોવાએ અમુક કરૂબોને પૃથ્વી પર એક નવી જવાબદારી સોંપી હતી. સ્વર્ગમાં તેમને મળેલી સોંપણી કરતાં એ સાવ જુદી હતી. તેમનું ઉદાહરણ આપણને શીખવે છે કે અઘરી સોંપણીમાં કઈ રીતે ધીરજ બતાવી શકીએ. બાઇબલ જણાવે છે કે, યહોવાએ ‘જીવનના વૃક્ષના માર્ગની ચોકી કરવા કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી.’[2] (ઉત. ૩:૨૪) બાઇબલમાં ક્યાંય એમ નથી જણાવ્યું કે એ કરૂબોએ કોઈ ફરિયાદ કરી હોય. અથવા એવું અનુભવ્યું હોય કે સ્વર્ગની સરખામણીમાં આ જવાબદારી એકદમ મામૂલી છે. તેઓ કંટાળ્યા નહિ કે પોતાની સોંપણીમાંથી પાછા હઠ્યા નહિ. બની શકે કે, જળપ્રલય સુધી તેઓ પોતાના કામમાં લાગુ રહ્યા હતા. એટલે કે ૧,૬૦૦ કરતાં વધારે વર્ષો સુધી તેઓએ પૂરી વફાદારીથી પોતાની સોંપણી નિભાવી!
-
-
“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
-
-
^ [૨] (ફકરો ૧૨) બાઇબલ જણાવતું નથી કે કેટલા કરૂબોને એ સોંપણી આપવામાં આવી હતી.
-