-
‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૮ જો એમ હોય તો એ તેની મોટી ભૂલ હતી. કાઈન મોટો થતો ગયો તેમ આદમ-હવાએ જો તેના મનમાં આવા વિચારો ભર્યા હોય, તો ચોક્કસ તે અભિમાનથી ફુલાઈ ગયો હશે. સમય જતાં, હવાને બીજો દીકરો થયો. પણ, તેમના વિશે આપણને એવી કોઈ ઊંચી આશા જગાડતા શબ્દો જોવા મળતા નથી. તેઓએ તેમનું નામ હાબેલ પાડ્યું, જેનો અર્થ થાય, ‘શ્વાસ બહાર કાઢવો’ કે ‘નકામું.’ (ઉત. ૪:૨) શું આવા નામની પસંદગી એવું બતાવે છે કે તેઓ હાબેલ પાસેથી ઓછી અપેક્ષા રાખતા હતા? શું તેઓ માટે હાબેલ કરતાં કાઈન વધારે મહત્ત્વનો હતો? કદાચ એવું હોય પણ ખરું.
-
-
‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૧૦, ૧૧. કાઈન અને હાબેલ કયું કામ કરતા હતા? હાબેલે કયો ગુણ કેળવ્યો?
૧૦ બંને છોકરા મોટા થયા તેમ, આદમે ચોક્કસ તેઓને કામકાજ શીખવ્યું હશે, જે તેઓના કુટુંબનું ભરણપોષણ કરવા જરૂરી હતું. કાઈને ખેતીવાડી પસંદ કરી; હાબેલ ઘેટાંપાળક બન્યા.
-
-
‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૧૩ યહોવા વિશે મનન કરવા ચોક્કસ હાબેલે સમય કાઢ્યો હશે. કલ્પના કરો કે હાબેલ ઘેટાંને ચરાવવાં લઈ જાય છે. ઘેટાંપાળકે ઘણું ચાલવું પડે છે. તે પોતાનાં ગભરું ઘેટાંને ટેકરીઓ પરથી, ખીણમાંથી, નદીઓ પાર કરીને દોરી જાય છે. તે હંમેશાં એવી જગ્યાની શોધ કરતો હોય છે, જ્યાં ઘેટાંને લીલુંછમ ઘાસ, પુષ્કળ પાણી, રક્ષણ અને આરામ મળે. ઈશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં ઘેટાં સાવ લાચાર લાગે છે, જાણે એ રીતે બનાવાયાં છે કે માણસો તેઓને દોરે અને રક્ષણ કરે. શું હાબેલે એ જોયું હશે કે તેમને પણ કોઈના માર્ગદર્શન, રક્ષણ અને સંભાળની જરૂર છે? એવા કોઈની જે માણસ કરતાંય વધારે સમજુ અને શક્તિશાળી હોય? એમાં કોઈ શંકા નથી કે તેમણે આવા ઘણા વિચારો વિશે પ્રાર્થના કરી હશે, જેના લીધે તેમની શ્રદ્ધા વધતી ને વધતી ગઈ.
-