-
જીવનની શરૂઆત કઈ રીતે થઈ?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૩. માણસો કઈ રીતે પ્રાણીઓ કરતાં અલગ છે?
યહોવાએ પૃથ્વી બનાવી પછી સૌથી પહેલા ઝાડપાન અને પ્રાણીઓ બનાવ્યાં. એ પછી તેમણે માણસને બનાવ્યો, તેને “પોતાના જેવો બનાવ્યો.” (ઉત્પત્તિ ૧:૨૭ વાંચો.) એનો શું અર્થ થાય? એ જ કે આપણામાં ઈશ્વર જેવા ગુણો છે. આપણે પણ ઈશ્વરની જેમ પ્રેમ, ન્યાય અને બીજા ગુણો બતાવી શકીએ છીએ. તેમણે આપણને અદ્ભુત મગજ આપ્યું છે, જેથી આપણે અલગ અલગ ભાષાઓ અને નવી નવી કળાઓ શીખી શકીએ છીએ. આપણે મધુર સંગીતનો આનંદ માણી શકીએ છીએ. ફક્ત માણસો જ પોતાને બનાવનાર ઈશ્વરની ભક્તિ કરી શકે છે. આ બતાવે છે કે માણસો પ્રાણીઓ કરતાં એકદમ અલગ છે.
-
-
જીવનની શરૂઆત કઈ રીતે થઈ?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૫. સૃષ્ટિની રચના વિશે બાઇબલમાં જે જણાવ્યું છે, એ સાચું છે
ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં સૃષ્ટિના સર્જન વિશે લખ્યું છે. એમાં જણાવ્યું છે કે પૃથ્વી, ઝાડપાન, પ્રાણીઓ અને માણસોને કઈ રીતે બનાવવામાં આવ્યાં. શું એમાં આપેલી બધી વાતો સાચી છે કે પછી વાર્તાઓ? વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.
બાઇબલમાં લખ્યું છે કે યહોવાએ પૃથ્વી અને બધાં પ્રાણીઓને ૬ દિવસમાં બનાવ્યાં હતાં. શું એ બધા દિવસો ૨૪ કલાકના હતા?
સૃષ્ટિ વિશે બાઇબલમાં જે લખ્યું છે, શું એ સાચું છે? શું એના પર ભરોસો કરી શકાય? તમને કેમ એવું લાગે છે?
ઉત્પત્તિ ૧:૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
વૈજ્ઞાનિકો કહે છે કે વિશ્વની શરૂઆત થઈ હતી. આ કલમમાં એ વિશે શું લખ્યું છે?
અમુક લોકો માને છે કે ઈશ્વરે પહેલા એક કોષ બનાવ્યો. સમય જતાં એ કોષમાંથી આપોઆપ અલગ અલગ જીવો બન્યા, જેમ કે માછલી, પ્રાણી અને છેવટે માણસ. આમ, તેઓ માને છે કે ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધા જીવો બનાવ્યા. ઉત્પત્તિ ૧:૨૧, ૨૫, ૨૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
શું બાઇબલમાં એવું લખ્યું છે કે ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધા જીવો બનાવ્યા, કે પછી તેમણે બધી “જાતના” જીવો અલગ અલગ બનાવ્યા?
-