-
ઈબ્રાહીમનો વિશ્વાસ!ચોકીબુરજ—૨૦૦૧ | ઑગસ્ટ ૧૫
-
-
૩ બાઇબલ સૌ પ્રથમ આપણને ઉત્પત્તિ ૧૧:૨૬માં ઈબ્રામ (પછીથી ઈબ્રાહીમ તરીકે જાણીતા થયા) વિષે બતાવે છે: “તેરાહ સિત્તેર વર્ષનો થયો, ને તેને ઈબ્રામ તથા નાહોર તથા હારાન થયા.” ઈબ્રામ પરમેશ્વરનો ભય રાખનાર શેમના વંશજ હતા. (ઉત્પત્તિ ૧૧:૧૦-૨૪) ઉત્પત્તિ ૧૧:૩૧ અનુસાર, ઈબ્રામ પોતાના કુટુંબ સાથે સમૃદ્ધ “કાસ્દીઓના ઉરમાં” રહેતા હતા. આ શહેર એક સમયે ફ્રાત નદીની પૂર્વ બાજુએ આવેલું હતું.a ઈબ્રામ કંઈ વણઝારાની જેમ તંબુમાં રહેતા ન હતા, પરંતુ શહેરમાં રહેતા હતા. એ શહેરમાં ઘણી જ સમૃદ્ધિ અને સુખ-સંપત્તિ હતી. ઉરના બજારમાં કીમતી ચીજ-વસ્તુઓ પણ મળતી હતી. એ શહેરના રસ્તાની બંને બાજુએ ૧૪ રૂમોવાળાં આલીશાન મકાનો હતાં, જેઓમાં ગટર અને પાણીની પૂરેપૂરી વ્યવસ્થા હતી.
૪ ઉર શહેરમાં સુખ-સગવડ તો ઘણી હતી તેમ છતાં, સાચા પરમેશ્વરના ઉપાસકો માટે ત્યાં બહુ મુશ્કેલીઓ હતી. એ શહેર મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધામાં ડૂબેલું હતું. એ શહેરનું મુખ્ય આકર્ષણ, ચંદ્ર દેવ, નન્નાનું મોટા બુરજવાળું મંદિર હતું. ઈબ્રામને પણ તેમના સંબંધીઓ અને બીજા લોકો તરફથી આ જૂઠી ઉપાસનામાં જોડાવા જરૂર દબાણ કરવામાં આવ્યું હશે. અમુક યહુદી માન્યતા અનુસાર, ઈબ્રામના પિતા, તેરાહ પોતે મૂર્તિઓ બનાવતા હતા. (યહોશુઆ ૨૪:૨, ૧૪, ૧૫) બાબત ગમે તે હોય, પરંતુ ઈબ્રામ જૂઠી ઉપાસના કરતા ન હતા. તેમના પૂર્વજ શેમ હજુ પણ જીવતા હતા. તેમણે ચોક્કસ સાચા પરમેશ્વર વિષેનું જ્ઞાન આપ્યું હશે. પરિણામે, ઈબ્રામે ચંદ્ર દેવ, નન્નામાં નહિ પરંતુ યહોવાહમાં વિશ્વાસ મૂક્યો!—ગલાતી ૩:૬.
-
-
ઈબ્રાહીમનો વિશ્વાસ!ચોકીબુરજ—૨૦૦૧ | ઑગસ્ટ ૧૫
-
-
૮ ઈબ્રામના નિકટના કુટુંબીજનો વિષે શું? દેખીતી રીતે જ, ઈબ્રામના વિશ્વાસ અને દૃઢ ભરોસાની તેઓ પર ઊંડી અસર પડી હતી. તેથી, તેમની પત્ની સારાય અને અનાથ ભત્રીજો લોટ તેમની સાથે ઉર દેશ છોડવાની પરમેશ્વરની આજ્ઞાને આધીન થયા. ઈબ્રામના ભાઈ નાહોર અને તેમનાં બાળકો પણ પછીથી ઉર છોડીને હારાનમાં રહેવા ગયા અને ત્યાં તેઓએ યહોવાહની ઉપાસના કરી. (ઉત્પત્તિ ૨૪:૧-૪, ૧૦, ૩૧; ૨૭:૪૩; ૨૯:૪, ૫) ઈબ્રામના પિતા, તેરાહે પણ તેમના દીકરા સાથે ઉર છોડ્યું! આમ, કુટુંબના શિર તરીકે, કનાન તરફ જવાનો યશ બાઇબલ તેરાહને આપે છે. (ઉત્પત્તિ ૧૧:૩૧) આપણે પણ સગા-સંબંધીઓને યોગ્ય રીતે સાક્ષી આપીશું તો, શું એવી જ સફળતા નહિ મળે?
૯ ઈબ્રામે મુસાફરી શરૂ કરતા પહેલાં ઘણું બધું કરવાનું હતું. તેમણે પોતાની મિલકત વેચવાની હતી અને તંબુ, ઊંટો, ખોરાક અને જરૂરી સાધનો ખરીદવાનાં હતાં. પોતાની સંપત્તિ થોડા જ સમયમાં વેચવાને કારણે ઈબ્રામે ખોટ પણ સહેવી પડી હશે, પરંતુ તે યહોવાહની આજ્ઞા પાળવા માટે બહુ ખુશ હતા. બધી જ તૈયારીઓ પૂરી થઈ. હવે, ઈબ્રામ પોતાના કાફલા સાથે મુસાફરી કરવા માટે ઉરના કોટની બહાર આવ્યા, એ કેટલો મહત્ત્વનો દિવસ હશે! ફ્રાત નદીનો વળાંક લીધા પછી, કાફલાએ ઉત્તર-પશ્ચિમ બાજુ મુસાફરી કરી. સપ્તાહો મુસાફરી કરીને લગભગ ૧,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી, તેઓ લાંબો વિરામ લેવાના સ્થળ, ઉત્તર મેસોપોટેમિયાના એક શહેર, હારાન આવી પહોંચ્યા.
૧૦ ઈબ્રામ પોતાના વયોવૃદ્ધ પિતા, તેરાહને લીધે હારાનમાં થોડો સમય રોકાયા હોય શકે. (લેવીય ૧૯:૩૨) એવી જ રીતે, આજે ઘણા ખ્રિસ્તીઓને પોતાના બીમાર કે વયોવૃદ્ધ માબાપની કાળજી રાખવાની તક હોય છે. એમ કરવા માટે તેમણે અમુક ફેરફારો પણ કરવા પડે છે. એ જરૂરી હોય છે ત્યારે, આવા ભાઈબહેનો ખાતરી રાખી શકે છે કે તેઓનાં પ્રેમાળ બલિદાનો, “દેવને પ્રિય છે.”—૧ તીમોથી ૫:૪.
-