જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
માર્ચ ૨-૮
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૨-૨૩
“ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી”
(ઉત્પત્તિ ૨૨:૧, ૨) એ વાતો પછી એમ થયું, કે ઈશ્વરે ઈબ્રાહીમની પરીક્ષા કરી, ને તેણે કહ્યું, ઈબ્રાહીમ; અને તેણે કહ્યું, હું આ રહ્યો. ૨ અને તેણે કહ્યું, હવે તારો દીકરો; તારો એકનોએક દીકરો, ઈસ્હાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરીયાહ દેશમાં ચાલ્યો જા; અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.
w૧૨-E ૧/૧ ૨૩ ¶૪-૬
ઈશ્વરે કેમ ઈબ્રાહીમને પોતાના દીકરાનું બલિદાન કરવાનું કહ્યું?
યહોવાએ ઈબ્રાહીમને કહેલા આ શબ્દોનો વિચાર કરો: ‘તારો એકનોએક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેનું દહનીયાર્પણ કર.’ (ઉત્પત્તિ ૨૨:૨) નોંધ કરો, યહોવાએ ઇસહાક વિશે કહ્યું, “જેના પર તું પ્રીતિ કરે છે.” યહોવા જાણતા હતા કે ઈબ્રાહીમ ઇસહાકને ખૂબ પ્રેમ કરતા હતા. કારણ કે, તે પણ પોતાના દીકરા ઈસુને ખૂબ જ પ્રેમ કરતા હતા. યહોવા ઈસુને એટલો પ્રેમ કરતા હતા કે તેમને સ્વર્ગમાંથી બે વાર વાત કરતી વખતે ઈસુને “મારો વહાલો દીકરો” કહ્યું.—માર્ક ૧:૧૧; ૯:૭.
એ પણ ધ્યાન આપો કે, યહોવાએ ઈબ્રાહીમને ઇસહાકનું બલિદાન ચઢાવવા કહ્યું ત્યારે, તેમણે એક એવો શબ્દ વાપર્યો જે બતાવે છે કે, તે ઈબ્રાહીમને હુકમ નહિ, પણ પ્રેમથી વિનંતી કરી રહ્યા હતા. બાઇબલના એક વિદ્વાન કહે છે કે, ઈશ્વરે વાપરેલો શબ્દ બતાવે છે કે “ઈશ્વર જાણતા હતા કે તે ઈબ્રાહીમ પાસેથી કેટલું કીમતી બલિદાન માંગી રહ્યા છે.” ઈશ્વરે જે માંગ્યું એનાથી ઈબ્રાહીમનું કાળજું કપાઈ ગયું હશે. જો એક પિતાને એ સાંભળીને એટલું દુઃખ થતું હોય તો જરા વિચાર કરો પોતાના દીકરા ઈસુને રિબાઈને મરતા જોયા ત્યારે યહોવાને કેટલું દુઃખ થયું હશે, એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. કાળજું વીંધી નાખે એવું દુઃખ યહોવાએ કદી અનુભવ્યું ન હતું અને કદી અનુભવશે પણ નહિ.
ઈશ્વરે ઈબ્રાહીમને જે કરવાનું કહ્યું એના વિચારથી કદાચ આપણા રુંવાટા ઊભા થઈ જાય. પણ યાદ રાખજો કે યહોવાએ તેમના વફાદાર ભક્તને પોતાના દીકરાનું બલિદાન આપતા રોક્યા. તેમણે ઈબ્રાહીમને એ દુઃખમાંથી બચાવ્યા હતા જે કોઈ પણ માબાપ માટે સૌથી મોટું દુઃખ હોય છે. યહોવાએ ઇસહાકને મરવા ન દીધા. જ્યારે કે, યહોવાએ ઈસુને એ દુઃખોમાંથી પસાર થવા દીધા. એમનું રક્ષણ કરવાને બદલે ‘આપણા સર્વ માટે પોતાનો દીકરો આપી દીધો.’ (રોમનો ૮:૩૨) યહોવાએ શા માટે આટલું બધું દુઃખ સહન કર્યું? ‘જેથી આપણને જીવન મળે.’ (૧ યોહાન ૪:૯) ઈશ્વરના પ્રેમની કેટલી મોટી સાબિતી! શું ઈશ્વરનો આ પ્રેમ ઉતેજન નથી આપતો કે આપણે પણ તેમને પ્રેમ કરીએ?
(ઉત્પત્તિ ૨૨:૯-૧૨) અને જે જગા વિશે ઈશ્વરે તેને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા; અને ઈબ્રાહીમે ત્યાં વેદી બાંધી, ને લાકડાં સિચ્યાં ને પોતાના દીકરા ઈસ્હાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર તેને મૂક્યો. ૧૦ અને ઈબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. ૧૧ અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, ઈબ્રાહીમ, ઈબ્રાહીમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. ૧૨ અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે તેં તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.
(ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮) અને યહોવાના દૂતે આકાશમાંથી ઈબ્રાહીમને બીજી વાર હાંક મારીને કહ્યું, કે ૧૬ યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે, કે તેં એ કામ કર્યું છે, ને તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, પાછો રાખ્યો નથી: ૧૭ તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે; ૧૮ અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.
યહોવાએ સમ ખાઈને ઈબ્રાહીમને વચન આપ્યું
૬ મનુષ્યના ભલા માટે ખુદ યહોવાએ ઘણી વાર આવી રીતે પણ સમ ખાધા છે, જેમ કે “પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે.” (હઝકી. ૧૭:૧૬) બાઇબલ જણાવે છે કે યહોવાએ ૪૦થી વધુ વખત સમ ખાઈને વચન આપ્યા છે. કદાચ સૌથી જાણીતું ઉદાહરણ ઈબ્રાહીમ સાથેના તેમના વ્યવહારમાં જોવા મળે છે. વર્ષો દરમિયાન, યહોવાએ ઈબ્રાહીમને અનેક વચનો આપ્યાં હતાં. એ બધાં વચનો બતાવતાં હતાં કે ઈસ્હાક મારફતે ઈબ્રાહીમના વંશમાંથી વચનનું સંતાન આવશે. (ઉત. ૧૨:૧-૩, ૭; ૧૩:૧૪-૧૭; ૧૫:૫, ૧૮; ૨૧:૧૨) પછી, યહોવાએ ઈબ્રાહીમની આકરી કસોટી કરતા, તેમના વહાલા દીકરા ઈસ્હાકનું બલિદાન આપવા જણાવ્યું. મોડું કર્યા વગર ઈબ્રાહીમે આજ્ઞા પાળી. તે ઈસ્હાકનું બલિદાન કરવા જ જતા હતા, એવામાં સ્વર્ગદૂતે તેમને રોક્યા. પછી, યહોવાએ આમ કહીને સમ ખાધા: “મેં પોતાના સમ ખાધા છે, કે તેં એ કામ કર્યું છે, ને તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, પાછો રાખ્યો નથી: તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે; અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”—ઉત. ૨૨:૧-૩, ૯-૧૨, ૧૫-૧૮.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૨૨:૫) અને ઈબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું, કે તમે અહીં ગધેડા પાસે રહો, ને હું તથા છોકરો પણે જઈએ; અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.
યહોવાએ તેમને “મિત્ર” કહ્યા
૧૩ પહાડ પર જતા પહેલાં ઈબ્રાહીમે પોતાની સાથે આવેલા ચાકરોને કહ્યું: ‘તમે અહીં ગધેડા પાસે રહો અને હું તથા છોકરો ત્યાં જઈને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.’ (ઉત. ૨૨:૫) ઈબ્રાહીમ તો જાણતા હતા કે તે ઈસ્હાકની કુરબાની આપવા જઈ રહ્યા છે. તો પછી, પાછા આવીશું એમ કહીને શું તે ચાકરોને જૂઠું બોલી રહ્યા હતા? ના. બાઇબલ જણાવે છે કે યહોવા ઈસ્હાકને મોતની ઊંઘમાંથી પાછો ઉઠાડી શકે છે એવો ઈબ્રાહીમને ભરોસો હતો. (હિબ્રૂ ૧૧:૧૯ વાંચો.) તેમને યાદ હતું કે, તે અને તેમની પત્ની વૃદ્ધ હતાં તોપણ યહોવાએ તેઓ માટે પુત્રનું સુખ શક્ય બનાવ્યું. (હિબ્રૂ ૧૧:૧૧, ૧૨, ૧૮) તેમને ખ્યાલ હતો કે યહોવા માટે કંઈ જ અશક્ય નથી. ખરું કે, પહાડ પર શું બનવાનું છે એના વિશે તેમને કંઈ જ ખબર ન હતી. છતાં, તેમને એવો ભરોસો હતો કે જરૂર પડે તો યહોવા તેમના દીકરાને સજીવન કરશે, જેથી પોતે આપેલાં બધાં વચનો સાચાં પડે. એવા ભરોસાને કારણે જ તો ઈબ્રાહીમ ‘સર્વ વિશ્વાસીઓના પૂર્વજ’ કહેવાય છે!
(ઉત્પત્તિ ૨૨:૧૨) અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે તેં તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.
વાચકો તરફથી પ્રશ્નો
ચોથું, દરેકના જીવનમાં શું બનશે એ યહોવા અગાઉથી જોતા નથી. એમાં કોઈ શંકા નથી કે, યહોવા ચાહે તો આપણું ભવિષ્ય જોઈ શકે છે. (યશા. ૪૬:૧૦) પરંતુ, બાઇબલ જણાવે છે કે, તે એમ કરતા નથી. (ઉત. ૧૮:૨૦, ૨૧; ૨૨:૧૨) યહોવા પ્રેમાળ અને ન્યાયી છે. પસંદગી કરવાની આપણી છૂટમાં તે દખલગીરી કરતા નથી.—પુન. ૩૨:૪; ૨ કોરીં. ૩:૧૭.
બાઇબલ વાંચન
માર્ચ ૯-૧૫
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૪
“ઇસહાક માટે પત્ની”
(ઉત્પત્તિ ૨૪:૨-૪) અને ઈબ્રાહીમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, કૃપા કરી મારી જાંગ તળે તારો હાથ મૂક; ૩ અને યહોવા જે આકાશનો તથા પૃથ્વીનો ઈશ્વર છે, તેના હું તને સોગન દઉં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને માટે તું સ્ત્રી લઈશ નહિ; ૪ પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દીકરા ઈસ્હાકને માટે સ્ત્રી લાવ.
wp૧૬.૩-E ૧૪ ¶૩
“હું જઈશ”
ઈબ્રાહીમે એલીએઝેરને સમ ખવડાવ્યા કે, તે ભૂલે-ચૂકે પણ ઇસહાક માટે કનાની પત્ની ન લાવે. કેમ? કનાનીઓ ન તો યહોવાને માન આપતા અને ન તો તેમની ભક્તિ કરતા. ઈબ્રાહીમ જાણતા હતા કે, એ લોકોનાં દુષ્ટ કામો માટે યહોવા યોગ્ય સમયે તેઓને સજા કરશે. ઈબ્રાહીમ ચાહતા ન હતા કે તેમનો વહાલો દીકરો એવા લોકો સાથે સંબંધ રાખે જેઓ દુષ્ટ કામો કરતા હતા. તે એ પણ જાણતા કે, ઈશ્વરે આપેલાં વચનો પાર પાડવામાં ઇસહાકની મુખ્ય ભૂમિકા હશે.—ઉત્પત્તિ ૧૫:૧૬; ૧૭:૧૯; ૨૪:૨-૪.
(ઉત્પત્તિ ૨૪:૧૧-૧૫) અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે, તે વેળા તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડ્યાં. ૧૨ અને તેણે કહ્યું, હે યહોવા, મારા ધણી ઈબ્રાહીમના ઈશ્વર, હું તારી વિનંતી કરું છું, કે આજે મારું કામ સફળ કર, ને મારા ધણી ઈબ્રાહીમ પર દયા કર. ૧૩ જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરનાં માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે; ૧૪ ત્યારે એમ થવા દેજે કે જે કન્યાને હું કહું, કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં; અને તે એમ કહે, પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, તે જ તારા દાસ ઈસ્હાકને માટે તારાથી ઠરાવાયેલી કન્યા હોય; અને તેથી હું જાણીશ કે તેં મારા ધણી પર દયા કરી છે.૧૫ અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું, કે જુઓ, રિબકા, જે ઈબ્રાહીમના ભાઈ નાહોરની સ્ત્રી મિલ્કાહના દીકરા બથૂએલથી થએલી, તે ખાંધ પર ગાગર લઈને બહાર આવી.
wp૧૬.૩-E ૧૪ ¶૪
“હું જઈશ”
એલીએઝેરે રિબકાના ઘરના લોકોને જણાવ્યું કે, હારાનના કુવા પાસે આવીને તેમણે યહોવાને પ્રાર્થના કરી. તેમણે યહોવાને અરજ કરી કે, ઇસહાક માટે કન્યા શોધવા મદદ કરે. પછી શું બન્યું? એલીએઝેરે યહોવાને વિનંતી કરી કે, ઇસહાક માટે યોગ્ય કન્યા હોય તેને કુવા પાસે લાવે. એલીએઝેર પાણી માંગે તો ફક્ત તેમને જ નહિ પણ તેમના ઊંટોને પણ પીવડાવે. (ઉત્પત્તિ ૨૪:૧૨-૧૪) એલીએઝેરની પ્રાર્થના પ્રમાણે કોણે કર્યું? રિબકાએ! જરા કલ્પના કરો કે રિબકાએ આ વાતો સાંભળી હોત તો તેને કેવું લાગ્યું હોત!
(ઉત્પત્તિ ૨૪:૫૮) તેઓએ રિબકાને બોલાવીને પૂછ્યું: “શું તું આમની સાથે જઈશ?” તેણે કહ્યું: “હા, હું જઈશ.”
(ઉત્પત્તિ ૨૪:૬૭) અને ઈસ્હાક તેને પોતાની મા સારાહના તંબુમાં લાવ્યો, ને તેણે રિબકાને લીધી, ને તે તેની સ્ત્રી થઈ; અને તેણે તેના પર પ્રીતિ કરી; અને ઈસ્હાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.
wp૧૬.૩-E ૧૪ ¶૬-૭
“હું જઈશ”
થોડા સમય પહેલા એલીએઝેરે ઈબ્રાહીમને પુછયું: ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’ ઈબ્રાહીમે જવાબમાં કહ્યું: “તો મારા સમથી તું છૂટો થશે.” (ઉત્પત્તિ ૨૪:૩૯, ૪૧) બથૂએલના ઘરમાં પણ કન્યાની પસંદગી ધ્યાનમાં રાખવામાં આવતી. ઇસહાક માટે કન્યા મળવાથી એલીએઝેર ખૂબ ખુશ હતો. બીજે દિવસે સવારે, રિબકાને કનાન લઈ જવા તે બથૂએલ પાસે પરવાનગી માંગે છે. પણ રિબકાના કુટુંબની ઈચ્છા હતી કે રિબકા બીજા દસ દિવસ તેઓની સાથે રહે. છેવટે, તેઓએ નિર્ણય લીધો કે, “કન્યાને બોલાવીને મોઢામોઢ પૂછીએ.”—ઉત્પત્તિ ૨૪:૫૭.
આ રીબકાના જીવનનો મહત્વનો નિર્ણય હતો. તે શું કહેશે? શું તે તેના પિતા અને ભાઈની લાગણીઓનો ફાયદો ઉઠાવીને અજાણી જગ્યાએ ન જવાનું બહાનું કાઢશે? કે પછી યહોવાનો હેતુ પૂરો કરવામાં પોતે નાની ભૂમિકા ભજવશે, અને એને એક લહાવો ગણશે? તેના માટે એ કદાચ અઘરું હશે. તે શું વિચારતી હશે? એ તેના જવાબથી દેખાઈ આવે છે. તેણે કહ્યું: “હું જઈશ.”—ઉત્પત્તિ ૨૪:૫૮.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૨૪:૧૯, ૨૦) અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, તારાં ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ. ૨૦ અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગેર હવાડામાં ખાલી કરી, ને ફરીથી ભરવાને કૂવા ભણી દોડી, ને તેણે તેનાં સર્વ ઊંટોને માટે ભર્યું.
wp૧૬.૩-E ૧૨-૧૩
“હું જઈશ”
એક સાંજે રિબકા પોતાની ગાગર ભરીને પાછી ફરતી હતી. એક વૃદ્ધ માણસ દોડીને તેની પાસે આવ્યા. તેમણે કહ્યું: “તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે.” કેટલી નમ્ર વિનંતી! રિબકા જોઈ શકી કે એ માણસ ઘણા દૂરથી આવ્યા હતા. તેણે તરત જ પોતાના ખભેથી ગાગર ઉતારી અને ઠંડુ પાણી પીવડાવ્યું. પછી તેનું ધ્યાન એ માણસના દસ ઊંટો પર પડ્યું. તેણે જોયું કે, પાણીનો હવાડો ખાલી હતો. રિબકા બની શકે એટલી મદદ કરવા ચાહતી હતી. એ માટે તેણે કહ્યું: ‘તમારાં ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ.’—ઉત્પત્તિ ૨૪:૧૭-૧૯.
ધ્યાન આપો કે, દસ ઊંટો પાણી પી રહે ત્યાં સુધી રિબકાએ પાણી પીવડાવવાની તૈયારી બતાવી. એક તરસ્યું ઊંટ ૯૫ લિટરથી પણ વધારે પાણી પી શકે! જો દસે દસ ઊંટ તરસ્યા હોત તો રિબકાએ કલાકો સુધી પાણી ભરવું પડ્યું હોત. લાગતું નથી કે, ઊંટો એટલા બધા તરસ્યા હતા. પણ શું રિબકાને એ વાતની ખબર હતી? ના. એ તો આ વૃદ્ધ પરદેશીને મહેમાનગતિ બતાવવા આતુર હતી. એ માટે તે સખત મહેનત કરવા પણ તૈયાર હતી. તે માણસે તેની મદદ સ્વીકારી. તે નવાઈ પામીને જોતા રહ્યા કે, રિબકા પાણીનો હવાડો ભરવા દોડાદોડી કરી રહી હતી.—ઉત્પત્તિ ૨૪:૨૦, ૨૧.
wp૧૬.૩-E ૧૩, ફૂટનોટ
“હું જઈશ”
સાંજ થઈ ગઈ હતી. એહવાલ જાણાવતો નથી કે રિબકાએ મોડે સુધી કુવા પાસે રોકાવું પડયું હોય. એવું પણ જોવા મળતું નથી કે તે ઘરે પહોંચી ત્યારે બધા ઘરના બધા લોકો સુઈ ગયા હતા. કે પછી, ઘરનું કોઈ શોધવા આવ્યું હોય કે તેને કેમ પાણી ભરતા આટલું મોડું થયું.
(ઉત્પત્તિ ૨૪:૬૫) અને તેણે ચાકરને પૂછ્યું, કે આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે? અને ચાકરે કહ્યું, કે તે મારો ધણી છે. અને તેણે પોતાનો બુરખો લઈને ઓઢ્યો.
wp૧૬.૩-E ૧૫ ¶૩
“હું જઈશ”
આખરે આ લેખની શરૂઆતમાં જણાવેલો દિવસ આવી ગયો. મુસાફરોનો કાફલો નેગેબ દેશમાં પહોંચ્યો. સૂરજ આથમી ગયો હતો. રીબકાની નજર ખેતરમાં ચાલતા એક માણસ પર પડી. તે વિચારોમાં ખોવાયેલો લાગતો હતો. ઊંટ જમીન પર બેસે એ પહેલા રિબકા “ઊંટ પરથી ઊતરી પડી.” તેણે ચાકરને પુછયું: ‘આપણને મળવા આ કોણ આવી રહ્યું છે?’ તેને ખબર પડી કે તે તો ઈસહાક છે, એટલે તરત તેણે માથે ઓઢી લીધું. (ઉત્પત્તિ ૨૪:૬૨-૬૫) કેમ? એમ કરીને તે પોતાના થનાર પતિને આદર બતાવતી હતી. આજે ઘણાને કદાચ લાગે કે, એ તો જૂના જમાનાની વાતો છે. પણ ખરેખર રિબકાની નમ્રતામાંથી સ્ત્રી અને પુરુષ બંને શીખી શકે, ખરું ને? આપણને દરેકને નમ્રતાનો ગુણ કેળવવાની જરૂર છે.
બાઇબલ વાંચન
માર્ચ ૧૬-૨૨
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૫-૨૬
“એસાવે પ્રથમ જન્મેલા તરીકેનો પોતાનો હક વેચી દીધો”
(ઉત્પત્તિ ૨૫:૨૭, ૨૮) અને તે છોકરા મોટા થયા: અને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ સુંવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો. ૨૮ હવે ઈસ્હાક એસાવ પર પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો; પણ રિબકા યાકૂબ પર પ્રીતિ કરતી હતી.
it-૧-E ૧૨૪૨
યાકૂબ
એસાવ જંપીને બેસે એવો ન હતો. તે જંગલમાં ભટકતો શિકારી હતો. તે તેના પિતાનો માનીતો દીકરો હતો. પણ યાકૂબ એસાવથી સાવ અલગ હતો. બાઇબલ જણાવે છે કે, યાકૂબ ‘સીધો-સાદો હતો અને તંબુઓમાં રહેતો હતો.’ (ઉત્પત્તિ ૨૫:૨૭, ૨૮, NWT) તે શાંતિથી ભરવાડ તરીકે જીવન ગાળતો. તે ઘર કામ સંભાળતો અને તેની માનો વહાલો દીકરો હતો. ‘સીધો સાદો’ માટે બાઇબલમાં હિબ્રૂ શબ્દ ટામ શબ્દ વાપરવામાં આવ્યો છે. એ એવા લોકો માટે વપરાયો છે જેઓથી ઈશ્વર ખુશ થાય છે. દાખલા તરીકે, “લોહીના તરસ્યા માણસો સદાચારીના વૈરી છે,” તેમ છતાં ઈશ્વર ખાતરી આપે છે કે, ભવિષ્યમાં “શાંતિપ્રિય માણસને બદલો મળશે.” (નીતિવચનો ૨૯:૧૦; ગીતશાસ્ત્ર ૩૭:૩૭) કસોટીમાં યહોવાને વળગી રહેનાર અયૂબ “નિર્દોષ [હિબ્રૂ, ટામ] તથા પ્રમાણિક” હતા.—અયૂબ ૧:૧, ૮; ૨:૩.
(ઉત્પત્તિ ૨૫:૨૯, ૩૦) હવે યાકૂબે શાક રાંધ્યું હતું; એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો. ૩૦ અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું; માટે તેનું નામ અદોમ કહેવાયું.
(ઉત્પત્તિ ૨૫:૩૧-૩૪) અને યાકૂબે કહ્યું, આજ તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. ૩૨ અને એસાવે કહ્યું, કે જો, હું મરવા પડ્યો છું; અને એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું? ૩૩ અને યાકૂબે કહ્યું, આજે મારી આગળ સમ ખા; અને તેણે તેની આગળ સમ ખાધા; અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું, ૩૪ અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં; અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું.
આપણે બીજાઓની કદર કરવી જોઈએ
૧૧ દુઃખની વાત છે કે, અમુક ઈશ્વરભક્તો કદર બતાવવાનું ચૂકી ગયા હતા. ચાલો એસાવનો અહેવાલ જોઈએ. તેનાં માબાપ યહોવાને પ્રેમ કરતાં અને તેમની કદર કરતાં હતાં. પરંતુ, એસાવને પવિત્ર વસ્તુઓની કદર ન હતી. (હિબ્રૂઓ ૧૨:૧૬ વાંચો.) એવું શા પરથી કહી શકાય? એસાવે લાલ શાક માટે પ્રથમ દીકરા તરીકેનો પોતાનો હક યાકૂબને વેચી દીધો. (ઉત. ૨૫:૩૦-૩૪) એસાવે જે પસંદ કર્યું હતું, એ માટે પછીથી તેને ખૂબ અફસોસ થયો. પોતાની પાસે જે હતું એની તેણે કદર કરી નહિ. એટલે તેને આશીર્વાદ ન મળ્યો ત્યારે, તેની પાસે ફરિયાદ કરવાનું એક કારણ પણ ન હતું.
it-૧-E ૮૩૫
પ્રથમ જન્મેલા
બાઇબલ જમાનામાં પ્રથમ જન્મેલા પુત્રને કુટુંબમાં સન્માન મળતું. પિતા ગુજરી જાય પછી તે કુટુંબના શિર બનતા. પિતાની સંપત્તિનો બમણો ભાગ તેમને મળતો. (પુન ૨૧:૧૭) ઇજિપ્ત દેશમાં યુસુફ તેમના ભાઈઓને જમવા બેસાડે છે ત્યારે, રૂબેનને પ્રથમ જન્મેલાના હક પ્રમાણે સૌથી પહેલા જગ્યા આપવામાં આવે છે. (ઉત ૪૩:૩૩) પણ બાઇબલમાં વંશજોની સૂચી હંમેશા જન્મ પ્રમાણે બનાવવામાં ન આવતી. પ્રથમ સ્થાન, મોટા ભાગે વફાદાર કે પછી યહોવાના હેતુમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય, તેઓને મળતું.—ઉત ૬:૧૦; ૧કા ૧:૨૮; ઉત ૧૧:૨૬, ૩૨; ૧૨:૪ સરખાવો.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૨૫:૩૧-૩૪) અને યાકૂબે કહ્યું, આજ તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. ૩૨ અને એસાવે કહ્યું, કે જો, હું મરવા પડ્યો છું; અને એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું? ૩૩ અને યાકૂબે કહ્યું, આજે મારી આગળ સમ ખા; અને તેણે તેની આગળ સમ ખાધા; અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું, ૩૪ અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં; અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું.
(હિબ્રૂઓ ૧૨:૧૬) ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેના પોતાના હક જતા કર્યા.
વાચકો તરફથી પ્રશ્નો
હવે ચાલો હિબ્રૂઓ ૧૨:૧૬ પર ફરીથી ધ્યાન આપીએ: “ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેના પોતાના હક જતા કર્યા.” આ કલમ શું કહેવા માંગે છે?
પ્રેરિત પાઊલ એ કલમમાં મસીહની વંશાવળી વિશે ચર્ચા કરી રહ્યા ન હતા. તે તો ઈશ્વરભક્તોને ‘તેઓના પગને માટે સીધા માર્ગો તૈયાર’ કરવાની અરજ કરતા હતા. કારણ કે, જો ઈશ્વરભક્તો જાતીય અનૈતિકતામાં ફસાય, તો તેઓ ‘ઈશ્વરની અપાર કૃપા મેળવવાનું ચૂકી જાય.’ એ કેટલા દુઃખની વાત કહેવાય! (હિબ્રૂ. ૧૨:૧૨-૧૬) એવું કરવાને લીધે તેઓ પણ એસાવ જેવા બને છે, જેણે ‘પવિત્ર વસ્તુઓની કદર ન કરી’ અને ભ્રષ્ટ બાબતો પર પોતાનું મન લગાડ્યું.
યાજકો નીમાયા એ પહેલાં, કુટુંબ માટે અર્પણો ચઢાવવાનું કામ કુટુંબના શિર કરતા હતા. એસાવને કદાચ એ લહાવો મળી શક્યો હોત. (ઉત. ૮:૨૦, ૨૧; ૧૨:૭, ૮; અયૂ. ૧:૪, ૫) પરંતુ, ભક્તિને લગતી બાબતો પર તેણે મન લગાડ્યું ન હતું એટલે સામાન્ય ખોરાક માટે એવા મહત્ત્વના લહાવા જતા કર્યા. ઇબ્રાહિમના વંશજ પર તકલીફો આવશે એ વિશે પહેલેથી જણાવવામાં આવ્યું હતું. કદાચ એસાવ એનાથી બચવા માંગતો હતો. (ઉત. ૧૫:૧૩) તેનું મન ભ્રષ્ટ બાબતો તરફ ઢળેલું હતું. તેણે જૂઠા દેવોને ભજનારી બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને માતા-પિતાને દુઃખી કર્યા. આમ, તેણે બતાવ્યું કે તેને મન પવિત્ર બાબતો મહત્ત્વની ન હતી. (ઉત. ૨૬:૩૪, ૩૫) યાકૂબ કરતાં તે સાવ અલગ હતો. યાકૂબે સાચા ઈશ્વરને ભજનાર સાથે જ લગ્ન કર્યા.—ઉત. ૨૮:૬, ૭; ૨૯:૧૦-૧૨, ૧૮.
(ઉત્પત્તિ ૨૬:૭) અને ત્યાંના માણસોએ તેની સ્ત્રી વિશે તેને પૂછ્યું. અને તેણે કહ્યું, કે તે મારી બહેન છે; કેમ કે તે મારી સ્ત્રી છે, એમ કહેતાં તે બીધો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે; કારણ કે તે રૂપાળી હતી.
it-૨-E ૨૪૫ ¶૬
જૂઠું
જાણીજોઈને જૂઠું બોલનારને બાઇબલ દોષિત ઠરાવે છે. પણ એનો અર્થ એવો નથી કે જેઓને જાણવાનો કોઈ હક નથી તેઓને બધી વાતો કહી દઈએ. ઈસુએ સલાહ આપતા કહ્યું: “જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો, ક્યાંક એવું ન થાય કે તેઓ પગ નીચે એ ખૂંદે અને સામા થઈને તમને ફાડી ખાય.” (માથ ૭:૬) એટલે ઈસુ ઘણી વાર પૂરી માહિતી કે સીધેસીધા જવાબો ન આપતા. તે જાણતા હતા કે, એમ કરવાથી નુકસાન થઈ શકે છે. (માથ ૧૫:૧-૬; ૨૧:૨૩-૨૭; યોહ ૭:૩-૧૦) એ જ રીતે ઈબ્રાહીમ, ઇસહાક, રાહાબ અને એલીશાએ પણ યહોવાની ભક્તિ કરતા ન હતા તેઓને જે કહ્યું, શું એ જૂઠ હતું? ના. તેઓએ પૂરી જાણકારી ન આપી હતી અથવા વાત ફેરવી દીધી હતી.—ઉત ૧૨:૧૦-૧૯; અધ્યાય ૨૦; ૨૬:૧-૧૦; યહો ૨:૧-૬; યાકૂ ૨:૨૫; ૨રા ૬:૧૧-૨૩.
બાઇબલ વાંચન
માર્ચ ૨૩-૨૯
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૭-૨૮
“યાકૂબને આશીર્વાદ મળ્યો જેના તે હકદાર હતા”
(ઉત્પત્તિ ૨૭:૬-૧૦) અને રિબકાએ પોતાના દીકરા યાકૂબને કહ્યું, જો, તારા ભાઈ એસાવની સાથે તારા બાપને એમ બોલતાં મેં સાંભળ્યો, ૭ કે તું શિકાર મારી લાવીને મારે માટે સ્વાદિષ્ઠ ખાવાનું તૈયાર કર, કે હું ખાઉં, ને મરવા અગાઉ યહોવાની આગળ હું તને આશીર્વાદ દઉં. ૮ હવે, મારા દીકરા, તને હું આજ્ઞા આપું, તે પ્રમાણે મારું કહ્યું કર. ૯ હવે તું ટોળામાં જા, ને તેમાંથી બકરીનાં બે સારાં લવારાં મારી પાસે લાવ; અને તેઓનું તારા બાપને ભાવે છે તેવું સ્વાદિષ્ઠ ખાવાનું હું તેને માટે તૈયાર કરીશ; ૧૦ અને તે તારા બાપની આગળ મૂકજે, કે તે ખાઈને તેના મરણ અગાઉ તને આશીર્વાદ દે.
યહોવાહનો ડર રાખનારી રિબકાહ
બાઇબલ જણાવતું નથી કે એસાવ પોતે યાકૂબનો દાસ થશે, એની ઈસ્હાકને ખબર હતી કે નહિ. છતાં પણ, રિબકાહ અને યાકૂબ જાણતા હતા કે આશીર્વાદ તો યાકૂબને જ મળશે. પછી એક ઘટના બની. ઈસ્હાકે એસાવને કહ્યું કે ‘શિકાર કરીને સરસ ભોજન બનાવી લાવ, જેથી તને આશીર્વાદ આપું.’ જ્યારે રિબકાહને આ વાતની ખબર પડી, ત્યારે તેનું મગજ ઝડપથી કામ કરવા માંડ્યું. હજુ તે જુવાનીમાં હતી, તેવી જ હોશિયાર અને તેજ હતી. રિબકાહ યાકૂબને જલદીથી બકરીનાં બે લવારાં લાવવાની ‘આજ્ઞા આપે છે.’ તે પોતે ઈસ્હાકને ભાવતું ભોજન બનાવવાની હતી. પછી, ઈસ્હાકના આશીર્વાદ મેળવવા યાકૂબે એસાવની નકલ કરવાની હતી. યાકૂબે ઘસીને ના પાડી. તેને ડર લાગ્યો કે તેના પિતાને આ જાણ થશે તો આશીર્વાદ તો બાજુ પર રહ્યા, પણ શાપ આપશે! રિબકાહે કહ્યું કે “મારા દીકરા, તે શાપ મારા પર આવો.” પછી, તેણે સરસ ભોજન બનાવીને, યાકૂબને એસાવની જેવો જ બનાવી પોતાના પતિ ઈસ્હાક પાસે મોકલ્યો.—ઉત્પત્તિ ૨૭:૧-૧૭.
રિબકાહે શા માટે આ બધું કર્યું એ બાઇબલ જણાવતું નથી. ઘણા કહે છે કે રિબકાહે આ સારું કર્યું નહિ. પરંતુ, બાઇબલ તેને દોષ આપતું નથી. તેમ જ, જ્યારે ઈસ્હાકને ખબર પડી કે એસાવને બદલે તેણે યાકૂબને આશીર્વાદ આપ્યા, ત્યારે પણ તેણે રિબકાહને ગુનેગાર ગણી નહિ. એને બદલે, ઈસ્હાકે યાકૂબને હજુ બીજા આશીર્વાદ પણ આપ્યા. (ઉત્પત્તિ ૨૭:૨૯; ૨૮:૩, ૪) રિબકાહ જાણતી હતી કે યહોવાહે પોતાના દીકરાઓ વિષે શું કહ્યું હતું. તેથી, યહોવાહના આશીર્વાદ યાકૂબને જ મળે, એ માટે રિબકાહે બનતું બધું જ કર્યું. તેણે જે કર્યું એ યહોવાહની ઇચ્છા પ્રમાણે જ કર્યું હતું.—રૂમી ૯:૬-૧૩.
(ઉત્પત્તિ ૨૭:૧૮, ૧૯) અને તેણે પોતાના બાપ પાસે જઈને કહ્યું, કે મારા બાપ. તેણે કહ્યું, જો, હું આ રહ્યો; મારા દીકરા, તું કોણ છે? ૧૯ અને યાકૂબે પોતાના બાપને કહ્યું, હું એસાવ તારો જ્યેષ્ઠ દીકરો છું; જેમ તેં મને કહ્યું હતું, તેમ મેં કર્યું છે; હું વિનંતી કરું છું કે બેઠો થઈને મારો શિકાર ખા, કે તારો જીવ મને આશીર્વાદ દે.
w૦૭-E ૧૦/૧ ૩૧ ¶૨-૩
વાચકો તરફથી પ્રશ્નો
રિબકા અને યાકૂબે એવું કેમ કર્યું, એ વિશે બાઇબલ બધું જ જણાવતું નથી. પણ જાણવા મળે છે કે, આ પરિસ્થિતિ અચાનક ઊભી થઈ હતી. નોંધ કરો, બાઇબલ એ નથી જણાવતું કે રિબકાએ અને યાકૂબે જે કર્યું એ સાચું હતું કે ખોટું. પણ એનાથી એ સાબિત થતું નથી કે જૂઠું બોલવું અને છળકપટ કરવું એ યોગ્ય છે. તેમ છતાં, બાઇબલ આ બનાવ વિશે સમજવા આપણને મદદ કરે છે.
એક તો, આ અહેવાલથી સાફ જોવા મળે છે કે, યાકૂબ તેના પિતાના આશીર્વાદ મેળવવા માટે હકદાર હતો, એસાવ નહિ. થોડા સમય પહેલા, યાકૂબે તેના જોડીયા ભાઈ પાસેથી પ્રથમ જન્મેલાનો હક કાયદેસર રીતે ખરીદી લીધો હતો. એસાવને એ હકની કોઈ કદર ન હતી. એટલે તેને એક ટંકના ભોજન માટે એ હક વેચી દીધો હતો. ‘એસાવે પોતાનો હક તુચ્છ ગણ્યો.’ (ઉત્પત્તિ ૨૫:૨૯-૩૪) એટલે, યાકૂબ તેના પિતા પાસે જે આશીર્વાદ મેળવવા ગયો હતો એ ખરેખર તો તેનો જ હક હતો.
(ઉત્પત્તિ ૨૭:૨૭-૨૯) અને તે પાસે આવીને તેને ચૂમ્યો; અને તેણે તેનાં લૂગડાંની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ દીધો, ને કહ્યું, જો, યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દીકરાની વાસ છે. ૨૮ માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ, ને પૃથ્વીની રસાળ જગા, તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષારસ આપો. ૨૯ લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તું તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દીકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ દે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ દે તે આશીર્વાદ પામે.
it-૧-E ૩૪૧ ¶૬
આશીર્વાદ
બાઇબલ સમયમાં એક પિતા મરતા પહેલાં પોતાના દીકરાઓને આશીર્વાદ આપતા. એ ઘણું મહત્વનું ગણાતું. એટલે ઇસહાકે યાકૂબને પ્રથમ જન્મેલો એસાવ સમજીને આશીર્વાદ આપ્યો કે તે પોતાના ભાઈ કરતા વધારે સફળ થાય. ઇસહાક પોતે તો ઘરડા અને દૃષ્ટિહીન હતા. એટલે યહોવાને વિનંતી કરે છે કે તેમના દીકરાને આશીર્વાદ આપે. (ઉત ૨૭:૧-૪, ૨૩-૨૯; ૨૮:૧, ૬; હિબ્રૂ ૧૧:૨૦; ૧૨:૧૬, ૧૭) તે પછી જ્યારે ઇસહાકને ખબર પડી કે એસાવને બદલે યાકૂબને આર્શીવાદ આપ્યો છે ત્યારે તેણે ફરી યાકૂબને બોલાવીને આશાર્વાદ આપ્યો અને એ વિશે વધારે જણાવ્યું. (ઉત ૨૮:૧-૪) યાકૂબે પણ મરતા પહેલાં યૂસફના બે દીકરાઓને આર્શીવાદ આપ્યા અને પછી પોતાના દીકરાઓને આશીર્વાદ આપ્યા. (ઉત ૪૮:૯, ૨૦; ૪૯:૧-૨૮; હિબ્રૂ ૧૧:૨૧) મૂસાએ પણ મરતા પહેલાં પૂરા ઈસ્ત્રાએલ દેશને આશીર્વાદ આપ્યા. (પુન ૩૩:૧) આ બધા બનાવોનાં પરિણામો પુરાવો આપે છે કે, હકીકતમાં એ ભવિષ્યવાણીઓ હતી. અમુક વાર, આશીર્વાદ આપવા વ્યક્તિના માથે હાથ મૂકવામાં આવતો.—ઉત ૪૮:૧૩, ૧૪.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૨૭:૪૬–૨૮:૨) અને રિબકાએ ઈસ્હાકને કહ્યું, હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું: આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી લે, તો મારે જીવવું શા કામનું?
૨૮ અને ઈસ્હાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ દીધો, ને તેને આજ્ઞા આપીને કહ્યું, કનાન દેશની દીકરીઓમાંથી તું સ્ત્રી ન લે. ૨ ઊઠ, પાદ્દાનારામમાં તારી માના બાપ બથૂએલને ઘેર જા; અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે માટે સ્ત્રી લે.
w૦૬-E ૪/૧૫ ૬ ¶૩-૪
તમારા લગ્નસાથી સાથે વાતચીતની સારી રીત
શું ઇસહાક અને રિબકા એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરી શકતા હતા? હા. ધ્યાન આપો, તેમના દીકરા એસાવે હેથની બે દીકરીઓ સાથે પરણીને કુટુંબમાં મોટી મુશ્કેલી ઊભી કરી. રિબકા ઇસહાકને વારંવાર કહેતી: ‘હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું: જો યાકૂબ પણ આ હેથની દીકરીઓને પરણે, તો મારું જીવવું શા કામનું?’ (ઉત્પત્તિ ૨૬:૩૪; ૨૭:૪૬) સાફ જોઈ શકાય છે કે, રિબકાએ તેની ચિંતા સ્પષ્ટ શબ્દોમાં ઇસહાકને જણાવી.
એ માટે ઇસહાકે તેના બીજા દીકરા યાકૂબને આજ્ઞા કરી: ‘તું કોઈ કનાનની દીકરી સાથે લગ્ન કરીશ નહિ.’ (ઉત્પત્તિ ૨૮:૧, ૨) આ અહેવાલથી જોવા મળે છે કે, ઇસહાક રિબકાની વાતને સારી રીતે સમજ્યા અને જરૂરી પગલાં ભર્યાં. એ વિષય પર વાત કરવી સહેલું ન હતું. પણ આ યુગલ એકબીજા સાથે સારી રીતે વાત કરી શક્યા અને એકબીજાને સમજી શક્યા. આપણા માટે કેટલો સરસ દાખલો! પણ જો પતિ-પત્ની કોઈ વિષય પર સહમત ન થાય તો શું કરી શકાય?
(ઉત્પત્તિ ૨૮:૧૨, ૧૩) અને તેને સ્વપ્ર આવ્યું. અને, જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા. ૧૩ અને જુઓ, તેના ઉપર યહોવા ઊભો રહ્યો હતો, ને તે બોલ્યો, હું યહોવા તારા બાપ ઈબ્રાહીમનો ઈશ્વર તથા ઈસ્હાકનો ઈશ્વર છું; જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ;
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૨
૨૮:૧૨, ૧૩—યાકૂબે સપનામાં જે ‘સીડી’ જોઈ એનો શું અર્થ થાય? આ “સીડી” બતાવે છે કે યહોવાહ અને માણસો વચ્ચે વાતચીત ચાલે છે. આ સીડી પર ચઢતા-ઊતરતા દૂતો ઈશ્વર-ભક્તોને યહોવાહનું માર્ગદર્શન આપે છે.—યોહાન ૧:૫૧.
બાઇબલ વાંચન
માર્ચ ૩૦–એપ્રિલ ૫
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૯-૩૦
“યાકૂબ લગ્ન કરે છે”
(ઉત્પત્તિ ૨૯:૧૮-૨૦) અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી; અને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને માટે હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ. ૧૯ અને લાબાને કહ્યું, બીજા માણસને આપવા કરતાં તેને તને આપવી સારી છે; તું મારી સાથે રહે. ૨૦ અને યાકૂબે રાહેલને માટે સાત વર્ષ સુધી ચાકરી કરી; અને તેના પર તેની પ્રીતિ હતી, માટે તે સાત વર્ષ તેને થોડા દહાડા સરખાં લાગ્યાં.
યાકૂબને યહોવાહનો પૂરો સાથ હતો
યાકૂબને ખબર હતી કે સગાઈ વખતે છોકરીના કુટુંબને અમુક કિંમત ચૂકવવી પડતી હતી. સમય જતાં, મુસાના નિયમ પ્રમાણે જે છોકરી પર બળાત્કાર થયો હોય, એને ૫૦ શેકેલ રૂપું આપવું પડતું હતું. બાઇબલના એક સ્કોલરે જણાવ્યું: આ તો “છોકરીને અપાતી સૌથી મોટી કિંમત” હતી, મોટા ભાગે “બહુ ઓછી કિંમત” આપવામાં આવતી હતી. (પુનર્નિયમ ૨૨:૨૮, ૨૯) યાકૂબ પાસે પૈસા તો હતા નહિ. તેથી, તે સાત વર્ષ ચાકરી કરવા તૈયાર થયા. બાબેલોનના સમયમાં મજૂરોને મહિનામાં અડધું કે એક શેકેલ (પૂરા સાત વર્ષમાં ૪૨થી ૮૪ શેકેલ) આપવામાં આવતું હતું. યાકૂબ તો રાહેલના હાથ માટે લાબાનને ખૂબ જ મોટી કિંમત આપવા તૈયાર થયા હતા. લાબાને એ ગોઠવણ રાજી-ખુશીથી સ્વીકારી લીધી.—ઉત્પત્તિ ૨૯:૧૯.
(ઉત્પત્તિ ૨૯:૨૧-૨૬) અને યાકૂબે લાબાનને કહ્યું, ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે મારી સ્ત્રી મને આપ, કે હું તેની પાસે જાઉં. ૨૨ અને લાબાને ત્યાંના સર્વ લોકોને એકઠા કરીને જમણ કર્યું. ૨૩ અને સાંજે એમ થયું કે તે પોતાની દીકરી લેઆહને યાકૂબની પાસે લાવ્યો; અને તે તેની પાસે ગયો. ૨૪ અને લાબાને પોતાની દીકરી લેઆહની દાસી થવા માટે પોતાની દાસી ઝિલ્પાહ તેને આપી. ૨૫ અને જુઓ, સવારે એમ થયું કે તે તો લેઆહ હતી; અને તેણે લાબાનને કહ્યું, આ તેં મને શું કર્યું છે? શું રાહેલને માટે મેં તારી ચાકરી નહોતી કરી? તેં મને શા માટે છેતર્યો? ૨૬ અને લાબાને કહ્યું, અમારા દેશમાં એવી રીત નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી.
w૦૭-E ૧૦/૧ ૮-૯
દુઃખી બહેનો જેમણે “ઈસ્ત્રાએલનું ઘર બાંધ્યું”
શું લેઆહે યાકૂબને છેતરવા કાવતરું ઘડ્યું હતું? કે પછી તેના પિતાનું કહ્યું માનવા મજબૂર હતી? એ સમયે રાહેલ ક્યાં હતી? શું તે જાણતી હતી કે શું બની રહ્યું છે? જો એવું હોય, તો તેને કેવું લાગ્યું હશે? શું તે તેના પિતાની સામે થઈ હશે? બાઇબલ આ વિશે કંઈ જણાવતું નથી. ભલે રાહેલ અને લેઆહ ગમે એ વિચારતા હોય, પણ યાકૂબ આ કાવતરાને લીધે રોષે ભરાયા. યાકૂબે લાબાનની દીકરીઓ સામે નહિ, પણ લાબાન સામે વાંધો ઉઠાવતા કહ્યું: “શું રાહેલ સારું મેં તારી ચાકરી નહોતી કરી? તેં મને શા માટે છેતર્યો?” લોબાને જવાબ આપ્યો: “અમારા દેશમાં એવી રીત નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી. આનું અઠવાડિયું પૂરું કર, ને બીજાં સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું.” (ઉત્પત્તિ ૨૯:૨૫-૨૭) આમ યાકૂબની મરજી વિરુદ્ધ તેમની એકથી વધારે પત્નીઓ થઈ. આગળ જતાં, બંને પત્નીઓમાં ઝઘડા અને ઈર્ષા થવા લાગ્યા.
it-૨-E ૩૪૧ ¶૩
લગ્ન
ખુશીનો પ્રસંગ. ઇઝરાયેલીઓમાં લગ્ન માટે કોઈ ખાસ વિધિ ન હતી. તેમ છતાં લગ્ન એક ખુશીનો પ્રસંગ હતો. લગ્નના દિવસે કન્યા પોતાના ઘરે બધી તૈયારીઓ કરતી. પહેલા, તે નહાઈને શરીરે સુગંધી તેલ લગાડતી. (રૂથ ૩:૩; હઝ ૨૩:૪૦ સરખાવો.) તે કમરપટ્ટો અને બારીક શણના કપડાં પહેરતી. અમુક વાર બીજી સ્ત્રીઓ પણ તેને તૈયાર થવામાં મદદ કરતી. તેની આર્થિક સ્થિતિ પ્રમાણે તે ભરત ભરેલાં કપડાં પહેરતી. (યર્મિ ૨:૩૨; પ્રક ૧૯:૭, ૮; ગી ૪૫:૧૩, ૧૪) એ જ પ્રમાણે, શક્ય તો ઘરેણાં પહેરતી. (યશા ૪૯:૧૮; ૬૧:૧૦; પ્રક ૨૧:૨) અને પછી ઘુંઘટથી પોતાને માથેથી પગ સુધી ઢાંકી દેતી. (યશા ૩:૧૯, ૨૩) એનાથી સમજી શકાય કે લાબાન કઈ રીતે યાકૂબને સહેલાઈથી છેતરી શક્યો. યાકૂબ જાણતા ન હતા કે, લાબાને તેમના લગ્ન રાહેલના બદલે લેઆહ સાથે કરાવ્યા. (ઉત ૨૯:૨૩, ૨૫) યાદ કરો, ઇસહાકને મળવા આવતી વખતે રિબકાએ પણ માથે ઓઢ્યું હતું. (ઉત ૨૪:૬૫) એમ કરીને કન્યા, પોતાના થનાર પતિના અધિકારને આધીનતા બતાવે છે.—૧કો ૧૧:૫, ૧૦.
(ઉત્પત્તિ ૨૯:૨૭, ૨૮) આનું અઠવાડિયું પૂરું કર, ને બીજાં સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું. ૨૮ અને તે પ્રમાણે યાકૂબે કર્યું, ને તેનું અઠવાડિયું પૂરું કર્યા પછી તેણે તેની દીકરી રાહેલને પણ તેની સ્ત્રી થવાને આપી.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૩૦:૩) અને તેણે કહ્યું, જો, મારી દાસી બિલહાહની પાસે તું જા, કે તે મારે ખોળે જણે, ને તેનાથી મને પણ છોકરાં થાય.
it-૧-E ૫૦
દત્તક લેવું
રાહેલ અને લેઆહે પોતાની દાસીઓ યાકૂબને આપી જેથી તેઓને બાળકો થાય. એ દીકરાઓને રાહેલ અને લેઆહ પોતાના જ દીકરાઓ ગણતી હતી, જાણે ‘પોતાના ઘૂંટણ પર જન્મ આપ્યો હોય.’ (ઉત ૩૦:૩-૮, ૧૨, ૧૩, ૨૪) યાકૂબની કાયદેસર પત્નીઓથી થયેલા બાળકો સાથે દાસીઓથી થયેલા બાળકોને પણ વારસો મળતો. બાળકોના પિતા યાકૂબ હતા અને દાસીઓ રાહેલ અને લેઆહની હતી. એટલે દાસીઓથી થયેલા બાળકો પર રાહેલ અને લેઆહનો હક હતો.
(ઉત્પત્તિ ૩૦:૧૪, ૧૫) અને રેઉબેન ઘઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, ને તેને વેંગણાં મળી આવ્યાં, તેઓને તે પોતાની મા લેઆહની પાસે લાવ્યો. અને રાહેલે લેઆહને કહ્યું, તારા દીકરાનાં વેંગણાંમાંથી મને આપ. ૧૫ અને તેણે કહ્યું, તેં મારા ભરથારને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દીકરાનાં વેંગણાં પણ તું લેવા ચાહે છે? અને રાહેલે કહ્યું, એ માટે તારા દીકરાનાં વેંગણાંને લીધે આજ રાત્રે યાકૂબ તારી સાથે સૂઈ રહેશે.
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૨
૩૦:૧૪, ૧૫—શા માટે રાહેલ અમુક કંદમૂળ પસંદ કરે છે? જૂના જમાનામાં લોકો એક જાતના કંદમૂળને દવામાં વાપરતા. એ ડ્રગ્સની જેમ દુઃખ અને ટેન્શન ઓછું કરતા. વળી, આ કંદમૂળ જાતીય સંબંધ બાંધવાની ઇચ્છા વધારતા અને ગર્ભ રહેવાની શક્યતા પણ વધારતા. (ગીતોનું ગીત ૭:૧૩) બાઇબલ સમજાવતું નથી કે શા માટે રાહેલે અમુક વેંગણાં પસંદ કર્યા હતા. પરંતુ, વાંઝણી હોવાથી સમાજમાં તેને નીચું જોવું પડતું હશે. તેથી, કદાચ તેણે વિચાર્યું હોય શકે કે એ ખાવાથી તેને ગર્ભવતી થવાની તક વધશે. તેમ છતાં, એમ ન બન્યું. પરંતુ, છેવટે યહોવાહે તેનું “ગર્ભસ્થાન ઉઘાડ્યું.”—ઉત્પત્તિ ૩૦:૨૨-૨૪.
બાઇબલ વાંચન