જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
એપ્રિલ ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૧
“યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો”
(ઉત્પત્તિ ૩૧:૪૪-૪૬) એ માટે હવે ચાલ, આપણે બંને કરાર કરીએ; અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે. ૪૫ અને યાકૂબે પથ્થર લીધો, ને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો. ૪૬ અને યાકૂબે તેના ભાઈઓને કહ્યું, કે પથ્થર એકઠા કરો; અને તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો; અને તેઓએ તે ઢગલા પાસે ખાધું.
it-૧-E ૮૮૩ ¶૧
ગાલએદ
યાકૂબ અને લાબાને પોતાના મતભેદોને થાળે પાડવા એક કરાર કર્યો. એ કરારની યાદમાં યાકૂબે એક પથ્થરનો સ્તંભ ઊભો કર્યો અને તેમના “ભાઈઓને” કદાચ એક મેજ બનાવવા પથ્થરોનો ઢગલો કરવા કહ્યું. અહીં તે બંનેએ કરારનું ભોજન ખાધું. ત્યાર બાદ લાબાને અરામિક ભાષામાં (સિરિયાની ભાષામાં) એ જગ્યાનું નામ “યગાર-સાહદૂથા” પાડ્યું. એનો અર્થ થાય, પથ્થરનો ઢગલો. જોકે, યાકૂબે આ જગ્યા માટે હિબ્રૂ શબ્દ “ગાલએદ” વાપર્યો. લાબાને કહ્યું: “મારી ને તારી વચ્ચે આ ઢગલો [હિબ્રૂ, ગાલ] આજ સાક્ષી [હિબ્રૂ, એદ] છે.” (ઉત્પત્તિ ૩૧:૪૪-૪૮) પથ્થરનો ઢગલો (અને પથ્થરનો સ્તંભ) આવતા જતા લોકો માટે એક સાક્ષી હતો. કલમ ૪૯માં જણાવ્યા પ્રમાણે, એનું હિબ્રૂ નામ “મિસ્પેહ” પડ્યું. એ ચોકીબુરજ નામથી પણ ઓળખાતો. યાકૂબ અને લાબાનની વચ્ચે અને તેઓના કુટુંબોની વચ્ચે શાંતિ કરવામાં આવી છે, એનો એ પુરાવો હતો. (ઉત્પત્તિ ૩૧:૫૦-૫૩) ત્યાર બાદ બીજા પ્રસંગોમાં પણ સાક્ષી આપવા માટે પથ્થરોના ઢગલા વપરાતા.—યહો. ૪:૪-૭; ૨૪:૨૫-૨૭.
(ઉત્પત્તિ ૩૧:૪૭-૫૦) અને લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો; અને યાકૂબે તેને ગાલએદ કહ્યો. ૪૮ અને લાબાને કહ્યું, કે મારી ને તારી વચ્ચે આ ઢગલો આજ સાક્ષી છે. તે માટે તેણે તેનું નામ ગાલએદ પાડ્યું; ૪૯ અને તેનું નામ મિસ્પેહ પણ પાડ્યું, કેમ કે તેણે કહ્યું જ્યારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો. ૫૦ જો તું મારી દીકરીઓને દુઃખ દે, અથવા મારી દીકરીઓ સિવાય બીજી સ્ત્રીઓ કરે, તો આપણી પાસે જે છે તે માણસ નથી; જો, મારી ને તારી વચ્ચે ઈશ્વર સાક્ષી છે.
it-૨-E ૧૧૭૨
ચોકીબુરજ
યાકૂબે એક પથ્થરનો ઢગલો ઊભો કરાવ્યો અને તેને “ગાલએદ” (એટલે “સાક્ષીનો ઢગલો”) અને “ચોકીબુરજ” નામ આપ્યું. પછી લાબાને કહ્યું: “જ્યારે આપણે એકબીજાથી જુદા પડીએ ત્યારે યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો.” (ઉત ૩૧:૪૫-૪૯) આ પથ્થરનો ઢગલો પુરાવો આપતો કે યહોવા જોઈ રહ્યા છે કે, યાકૂબ અને લાબાને કરેલા શાંતિના કરારને તેઓ પોતે પાળે છે કે નહિ.
(ઉત્પત્તિ ૩૧:૫૧-૫૩) અને લાબાને યાકૂબને કહ્યું, આ ઢગલાને જો, અને તારી ને મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે પણ જો. ૫૨ આ ઢગલો સાક્ષીને અર્થે થાય, ને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય, કે તારું ભૂંડું કરવાને આ ઢગલો ઓળંગીને હું તારી પાસે આવનાર નથી, ને તું આ ઢગલો તથા સ્તંભ ઓળંગીને ભૂંડું કરવાને મારી પાસે નહિ આવે. ૫૩ ઈબ્રાહીમનો ઈશ્વર તથા નાહોરનો ઈશ્વર, એટલે તેઓના બાપનો ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો. અને યાકૂબે પોતાના બાપ ઈસ્હાકના ભયાસ્પદના સમ ખાધા.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૩૧:૧૯) હવે લાબાન પોતાનાં ઘેટાં કાતરવા ગયો હતો; અને રાહેલે પોતાના બાપની ઘરમૂર્તિઓ ચોરી લીધી.
it-૨-E ૧૦૮૭-૧૦૮૮
ઘરમૂર્તિઓ
મેસોપટેમિયા અને આજુબાજુના વિસ્તારોમાંથી પુરાતત્ત્વશાસ્ત્રીઓને જાણવા મળ્યું છે કે, કુટુંબના જે સભ્ય પાસે ઘરની મૂર્તિઓ હોય તેને વારસો મળતો. મેસોપટેમિયાના નૂઝી શહેર પાસે મળી આવેલી શિલાપેટી જણાવે છે કે, જો કોઈ જમાઈ પાસે ઘરની મૂર્તિઓ હોય અને તેના સસરા ગુજરી જાય તો અમૂક સંજોગોમાં કોર્ટમાં હાજર થઈને જમાઈ સસરાની મિલકત મેળવી શકતો. (એન્શીઅન્ટ નીઅર ઈસ્ટન ટૅક્ષટ્સ, સંપાદન જે. પ્રીતચાર્ડ, ૧૯૭૪, પા. ૨૧૯, ૨૨૦, અને ફૂટનોટ ૫૧) રાહેલના પિતાએ તેના પતિ યાકૂબ સાથે છેતરપિંડી કરી હતી. એટલે રાહેલે કદાચ વિચાર્યું હોય કે પોતાના પિતાની ઘરની મૂર્તિઓ લેવાનો તેને પૂરો હક્ક છે. (ઉત ૩૧:૧૪-૧૬ સરખાવો.) વારસાનો હક્ક જાળવી રાખવા ઘરની મૂર્તિઓ બહુ મહત્ત્વની હતી. એટલે, લાબાન પોતાની ઘરની મૂર્તિઓ પાછી મેળવવા ઉતાવળો હતો. અરે, તેણે તો પોતાના ભાઈઓને લઈને યાકૂબને પકડી પાડવા સાત દિવસની મુસાફરી કરી. (ઉત ૩૧:૧૯-૩૦) જોકે, યાકૂબ જાણતો ન હતો કે તેની પત્ની રાહેલ પાસે ઘરની મૂર્તિઓ છે. (ઉત ૩૧:૩૨) બાઇબલમાં ક્યાંય એવું જણાવ્યું નથી કે, એ ઘરની મૂર્તિઓનો ઉપયોગ કરીને યાકૂબે લાબાનની મિલકત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. યાકૂબને મૂર્તિઓ સાથે કંઈ લેવાદેવા ન હતી. શખેમ નજીક આવેલા મોટા વૃક્ષ નીચે યાકૂબે તેના કુટુંબ પાસેથી ભેગી કરેલી બીજા દેવોની મૂર્તિઓ દાટી દીધી ત્યારે જરૂર એ ઘરની મૂર્તિઓને પણ નાખવામાં દેવામાં આવી હશે.—ઉત ૩૫:૧-૪.
(ઉત્પત્તિ ૩૧:૪૧, ૪૨) વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો; તારી બે દીકરીઓને માટે ચૌદ વર્ષ, ને તારાં ઢોરને માટે છ વર્ષ મેં તારી ચાકરી કરી છે; અને મારું વેતન તેં દશ વાર બદલી નાખ્યું. ૪૨ જો મારા બાપનો ઈશ્વર, ઈબ્રાહીમનો ઈશ્વર તથા ઈસ્હાકનું ભયાસ્પદ, મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.
(૧ પીતર ૨:૧૮) દાસો, તમારા માલિકોને પૂરા માનથી આધીન રહો. ફક્ત સારા અને વાજબી માલિકોને જ નહિ, પણ ખુશ કરવા મુશ્કેલ હોય એવા માલિકોને પણ આધીન રહો.
યહોવા આપણા આશ્રય
૮ યાકૂબ જ્યારે હારાન પહોંચ્યા, ત્યારે તેમના મામા લાબાને દિલથી સ્વાગત કર્યું. અને સમય જતા, લેઆહ અને રાહેલને પત્નીઓ તરીકે તેમને આપી. જોકે, એ સમયગાળામાં લાબાને યાકૂબનો ફાયદો ઉઠાવ્યો અને દસ વાર તેમનો પગાર બદલ્યો. (ઉત. ૩૧:૪૧, ૪૨) યાકૂબે એ અન્યાયો સહ્યા અને ભરોસો રાખ્યો કે યહોવા તેમની સંભાળ લેતા રહેશે. અને યહોવાએ તેમની સંભાળ લીધી. ઈશ્વરે યાકૂબને કનાન પાછા જવા કહ્યું, એ સમયે તેમની પાસે “મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં” હતાં. (ઉત. ૩૦:૪૩) એ માટે, યાકૂબે ઈશ્વરની ઊંડી કદર બતાવતા પ્રાર્થના કરી: ‘જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે એને હું લાયક જ નથી, કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યરદન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.’—ઉત. ૩૨:૧૦.
બાઇબલ વાંચન
એપ્રિલ ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૨-૩૩
“શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?”
(ઉત્પત્તિ ૩૨:૨૪) અને યાકૂબ એકલો રહી ગયો; અને અરુણોદય લગી એક પરુષે તેની સાથે મલ્લયુદ્ધ કર્યું.
શું તમે યહોવાહને શોધવા મહેનત કરો છો?
બાઇબલ એવા ઘણા લોકો વિષે જણાવે છે, જેઓએ યહોવાહના આશીર્વાદ મેળવવા સખત મહેનત કરી હતી. એમાંના એક યાકૂબ હતા, જેમણે એક સ્વર્ગદૂત સાથે આખી રાત કુસ્તી કરી. યાકૂબનું નામ ઈસ્રાએલ (દેવની સાથે યુદ્ધ કરનાર) પાડવામાં આવ્યું, કેમ કે તેમણે જાણે કે મરતા દમ સુધી દેવ સાથે લડાઈ કરી. સ્વર્ગદૂતે આ સખત મહેનત જોઈને તેમને આશીર્વાદ આપ્યો.—ઉત્પત્તિ ૩૨:૨૪-૩૦.
(ઉત્પત્તિ ૩૨:૨૫, ૨૬) અને જ્યારે તેણે જોયું કે તે તેને જીત્યો નહિ, ત્યારે તે તેની જાંઘના સાંધાને અડક્યો; અને તેની સાથે મલ્લયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો મોચાઈ ગયો. ૨૬ અને તે બોલ્યો, અરુણોદય થાય છે, માટે મને જવા દે. અને તેણે તેને કહ્યું, મને આશીર્વાદ દે, નહિ તો હું તને જવા દેવાનો નથી.
it-૨-E ૧૯૦
લંગડા, અપંગ
યાકૂબની અપંગતા. યાકૂબે ૯૭ વર્ષની ઉંમરે ઈશ્વરના દૂત સાથે આખી રાત કુસ્તી કરી. અને આશીર્વાદ ન મળ્યો ત્યાં સુધી દૂતને જવા દીધો નહિ. કુસ્તી કરતી વખતે દૂત યાકૂબના થાપાના સાંધાને અડ્યો અને સાંધો ઊતરી ગયો. પરિણામે યાકૂબ ચાલતી વખતે લંગડાતા હતો. (ઉત ૩૨:૨૪-૩૨; હો ૧૨:૨-૪) એ અપંગતા યાકૂબને દૂતના આ શબ્દોની યાદ અપાવતી કે, ‘ઈશ્વરની એટલે સ્વર્ગદૂતની સાથે લડાઈ કરી, ને તું જય પામ્યો છે.‘ પણ એનો અર્થ એમ ન હતો કે, તેણે ઈશ્વરના એક શક્તિશાળી દૂતને ખરેખર હરાવ્યો હતો. યાકૂબને ઈશ્વર પાસેથી મળતા આશીર્વાદ કેટલા વહાલા છે તે પારખી શકાય માટે ઈશ્વરે તેને દૂત સાથે લડવા દીધા. એ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ થયું હતું.
(ઉત્પત્તિ ૩૨:૨૭, ૨૮) અને તેણે તેને કહ્યું, તારું નામ શું? અને તેણે કહ્યું, યાકૂબ. ૨૮ અને તે બોલ્યો, હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઈસ્રાએલ કહેવાશે; કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.
it-૧-E ૧૨૨૮
ઇઝરાયેલ
૧. યાકૂબ ૯૭ વર્ષના હતો ત્યારે ઈશ્વરે તેને આ નામ આપેલું. એક રાતે યાકૂબ પોતાના ભાઈ એસાવને મળવા જતો હતો. તે યાબ્બોક નદીની ખીણ પાર કરતો હતો ત્યારે એક માણસ તેની સાથે કુસ્તી કરવા લાગ્યો. એ માણસ તો એક સ્વર્ગદૂત હતા. પણ યાકૂબે હાર ન માની એટલે ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યો અને એની નિશાની રૂપે તેનું નામ ઇઝરાયેલ પાડ્યું. આ બનાવની યાદમાં યાકૂબે તે જગ્યાનું નામ પનુએલ અથવા પનીએલ પાડ્યું. (ઉત ૩૨:૨૨-૩૧) પછી બેથેલમાં ઈશ્વર તેને નવા નામથી બોલાવવા લાગ્યા અને જીવનભર તે એ નામથી ઓળખાયો. (ઉત ૩૫:૧૦, ૧૫; ૫૦:૨; ૧કા ૧:૩૪) જોકે, યાકૂબના વંશજોથી બનેલી પ્રજા માટે પણ ૨૫૦૦થી વધારે ઇઝરાયેલ નામ વાપરવામાં આવ્યું છે.—નિર્ગ ૫:૧, ૨.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૩૨:૧૧) મને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી બચાવજે; કેમ કે હું તેનાથી બીહું છું, રખેને તે આવીને મને તથા મારા દીકરાઓને તેઓની માઓ સુદ્ધાં મારી નાખે.
(ઉત્પત્તિ ૩૨:૧૩-૧૫) અને તેણે તે જ રાત્રે ત્યાં ઉતારો કર્યો; અને જે તેનું હતું તેમાંથી તેણે તેના ભાઈ એસાવને ભેટ આપવા માટે લીધું; ૧૪ એટલે બસેં બકરી, તથા વીસ બકરા, ને બસેં ઘેટી તથા વીસ ઘેટા, ૧૫ ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સુદ્ધાં, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓના દશ વછેરા.
સારી વાણીથી સારા સંબંધ બંધાય છે
૧૦ આપણી વાણીમાં મીઠાશ હશે અને દિલ ખોલીને વાત કરીશું તો સારા સંબંધો બંધાશે અને એ જળવાઈ રહેશે. બગડેલા સંબંધ સુધારવા બનતા બધા જ પ્રયત્નો કરીશું તો આપણે ખુલ્લા દિલે એકબીજા સાથે વાત કરી શકીશું. એ માટે સાચા દિલથી તેઓને મદદ કરવા યોગ્ય તક શોધીએ. તેઓને ભેટ આપીએ અને પરોણાગત બતાવીએ. એનાથી એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરવા મદદ મળશે. આમ આપણે સારા વાણી-વર્તનથી જાણે કે તેઓના માથા પર “ધગધગતા અંગારાના ઢગલા” કરીને તેઓના સારા ગુણો બહાર લાવીએ છીએ. એનાથી ખુલ્લા મને વાત કરીને સંબંધ સુધારવા મદદ મળશે.—રૂમી ૧૨:૨૦, ૨૧.
૧૧ સદીઓ પહેલા થઈ ગયેલા યાકૂબ જાણતા હતા કે સંબંધો સુધારવા કેટલું મહત્ત્વનું છે. યાકૂબ પર તેમનો જોડિયો ભાઈ એસાવ ખૂબ જ ગુસ્સે હતો. એસાવ તેમને મારી નાખવા ઇચ્છતો હતો. એટલે યાકૂબ ત્યાંથી નાસી ગયા. ઘણાં વર્ષો પછી યાકૂબ પાછા ફર્યા. ત્યારે એસાવ પોતાની સાથે ચારસો માણસો લઈને તેમને સામે મળવા ગયો. યાકૂબે મદદ માટે યહોવાહને પ્રાર્થના કરી. પછી પોતાના ચાકરો દ્વારા આગળથી ભેટ તરીકે ઢોરઢાંક મોકલી આપ્યા. છેવટે બંને ભાઈઓ મળ્યા ત્યારે એસાવનું દિલ પીગળી ગયું. તે દોડીને યાકૂબને ભેટી પડ્યો.—ઉત. ૨૭:૪૧-૪૪; ૩૨:૬, ૧૧, ૧૩-૧૫; ૩૩:૪, ૧૦.
(ઉત્પત્તિ ૩૩:૨૦) અને ત્યાં તેણે વેદી બાંધી, ને તેનું નામ એલ-એલોહે-ઈસ્રાએલ પાડ્યું.”
it-૧-E ૯૮૦
એલ-એલોહે-ઇઝરાયેલ
પનીએલમાં યહોવાના દૂત સાથે યાકૂબે કુસ્તી કરી હતી એ માટે તેને ઇઝરાયેલ નામ આપવામાં આવ્યું. પછી યાકૂબ તેના ભાઈ એસાવને શાંતિથી મળ્યો. ત્યાર બાદ તે સુક્કોથમાં અને પછીથી શખેમમાં વસ્યો. તેણે હમોરના દીકરાઓ પાસેથી જમીન ખરીદી અને ત્યાં તંબુ નાખ્યો. (ઉત ૩૨:૨૪-૩૦; ૩૩:૧-૪, ૧૭-૧૯) ત્યાં યાકૂબે એક વેદી બાંધી અને એનું નામ ‘એલ-એલોહે-ઇઝરાયેલ’ પાડ્યું, જેનો અર્થ થાય, ઈશ્વર, ઇઝરાયેલના ઈશ્વર. (ઉત ૩૩:૨૦) વેદીનું નામ આપતી વખતે પોતાનું નવું નામ જોડીને યાકૂબે બતાવ્યું કે, તે એ નામની કેટલી કદર કરતો હતો અને વચનના દેશમાં સલામતીથી પાછા પહોંચવા ઈશ્વરના માર્ગદર્શનને સ્વીકારતો હતો. આ વેદીનું નામ શાસ્ત્રમાં ફક્ત એક જ વાર આવે છે.
બાઇબલ વાંચન
એપ્રિલ ૨૭–મે ૩
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૪-૩૫
“ખરાબ સંગતનાં ખરાબ પરિણામો”
(ઉત્પત્તિ ૩૪:૧) અને લેઆહની દીકરી દીનાહ જે તેને યાકૂબથી થઈ હતી, તે તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી.
w૯૭ ૨/૧ ૩૦ ¶૪
શખેમ—ખીણમાં વસેલું શહેર
તે શહેરના યુવાનોએ આ કુંવારી યુવતીને—દેખીતી રીતે કોઈના સંગાથ વિના—નિયમિત પોતાના શહેરની મુલાકાત લેતા જોઈને કેવા અભિપ્રાય બતાવ્યા હશે? સરદારના દીકરાએ “તેને દીઠી; અને તેને લીધી, ને તેની સાથે સૂઇને તેની આબરૂ લીધી.” અનૈતિક કનાનીઓ સાથે સંગત રાખીને દીનાહે શા માટે અણધારી આપત્તિ વહોરી? શું એટલા માટે કે તેને પોતાની ઉંમરની છોકરીઓ સાથે સંગત રાખવાની જરૂરિયાત લાગતી હતી? શું તે તેના કેટલાક ભાઈઓ જેવી માથાભારે અને સ્વચ્છંદી હતી? ઉત્પત્તિનું વૃત્તાંત વાંચો, અને યાકૂબે અને લેઆહે પોતાની પુત્રીના વારંવાર શખેમ જવાથી જે દુઃખદ પરિણામો અને વ્યથા અને શરમ અનુભવ્યા હશે તે સમજવાનો પ્રયત્ન કરો.—ઉત્પત્તિ ૩૪:૧-૩૧; ૪૯:૫-૭: ઉપરાંત ધ વૉચટાવર જુન ૧૫, ૧૯૮૫, પાન ૩૧ જુઓ.
(ઉત્પત્તિ ૩૪:૨) અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દીકરા શખેમે તેને દીઠી; અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.
“વ્યભિચારથી નાસો”
૧૪ શખેમને જોઈને દીનાના મનમાં કદાચ તેની સાથે જાતીય સંબંધ બાંધવાનો વિચાર આવ્યો નહિ હોય. પરંતુ, દીનાને જોઈને શખેમની કામવાસના જાગી ત્યારે તેણે એ સંતોષી લીધી. મોટા ભાગના કનાનીઓની જેમ શખેમની નજરે એ સામાન્ય હતું. દીનાએ છેલ્લી ઘડીએ તેને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો હોય તોપણ એ વ્યર્થ હતો, કેમ કે શખેમે તેને પકડી લઈને “તેની આબરૂ લીધી.” એવું લાગે છે કે પછીથી શખેમ ‘દીનાના પ્રેમમાં’ પડ્યો. પરંતુ જે ખોટું કર્યું હતું, એને તે બદલી શકતો ન હતો. (ઉત્પત્તિ ૩૪:૧-૪) દીનાએ ખોટી સંગત પસંદ કરી હોવાથી ઘણું ભોગવવું પડ્યું. એના લીધે એક પછી એક એવા બનાવો બન્યા, જેનાથી દીનાના આખા કુટુંબે બદનામી સહેવી પડી.—ઉત્પત્તિ ૩૪:૭, ૨૫-૩૧; ગલાતી ૬:૭, ૮.
(ઉત્પત્તિ ૩૪:૭) અને યાકૂબના દીકરાઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા; અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢ્યો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઈસ્રાએલમાં મૂર્ખપણું કર્યું હતું; એ કામ કરવું અણઘટતું હતું.
(ઉત્પત્તિ ૩૪:૨૫) અને ત્રીજે દહાડે એમ થયું, કે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા શિમઓન તથા લેવી જેઓ દીનાહના ભાઈઓ હતા તેઓએ પોતાની એકેક તરવાર લઈને નગર પર ઓચિંતા આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા.
w૦૯-E ૯/૧ ૨૧ ¶૧-૨
જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડે
અમુક લોકો પોતાના દિલ પર પડેલા ઘા રૂઝાવવા બદલો લેવાનો મોકો શોધતા હોય છે. એ સમજવા બાઇબલના એક બનાવનો વિચાર કરો. કનાન દેશના રહેવાસી શખેમે કુળપિતા યાકૂબની દીકરીની આબરૂ લૂંટી. યાકૂબના દીકરાઓને જાણ થઈ ત્યારે “તેઓએ શોક કર્યો ને તેઓને બહુ રોષ ચઢ્યો.” (ઉત્પત્તિ ૩૪:૧-૭) બે દીકરાઓ, શિમયોન અને લેવીએ બદલો લેવા શખેમ અને તેના ઘરનાં વિરુદ્ધ કાવતરું ઘડ્યું. તેઓએ કપટથી કનાની શહેરમાં ઘુસીને શખેમ અને નગરના બધા પુરુષોને મારી નાખ્યા.—ઉત્પત્તિ ૩૪:૧૩-૨૭.
શું આ રીતે લોહીની નદીઓ વહેવડાવવાથી સમસ્યાનો ઉકેલ મળ્યો? યાકૂબને પોતાના દીકરાઓના કરતૂતોની જાણ થઈ ત્યારે તેઓને ઠપકો આપતા કહ્યું: “તમે દેશના રહેવાસીઓમાં . . . મને ધિક્કારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે . . . માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરાનાંનો.”(ઉત્પત્તિ ૩૪:૩૦) અરે, બદલો લેવાથી સમસ્યા હલ થવાને બદલે વધારે બગડી ગઈ. રોષે ભરાયેલા એ દેશના લોકો હવે યાકૂબના કુટુંબના જાની દુશ્મન બની ગયા. તેઓ ગમે ત્યારે હુમલો કરી શકે એમ હતું. એ માટે ઈશ્વરે યાકૂબને કહ્યું કે, તેમના કુટુંબ સાથે બેથેલ જતા રહે.—ઉત્પત્તિ ૩૫:૧, ૫.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૩૫:૮) અને રિબકાની દાઈ દબોરાહ મરી ગઈ, ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ તળે દાટવામાં આવી. અને તે વૃક્ષનું નામ તેણે એલોન-બાખૂથ પાડ્યું.
it-૧-E ૬૦૦ ¶૪
દબોરાહ
૧. રિબકાની દાઈ. રિબકા પોતાના પિતા બથુએલનું ઘર છોડીને ઇસહાક સાથે પરણવા પેલેસ્તાઈન આવી ત્યારે દબોરાહ તેની સાથે હતી. (ઉત ૨૪:૫૯) ઇસહાકના ઘરમાં વરસો સુધી સેવા આપ્યા પછી રિબકાના મરણ બાદ તે કદાચ યાકૂબના ઘરમાં આવી. એમ જાણવા મળે છે કે, રિબકા અને ઇસહાકના લગ્નના ૧૨૫ વર્ષ બાદ, દબોરાહ ગુજરી ગઈ અને તેને બેથેલના એક મોટા ઝાડ નીચે દફનાવવામાં આવી. એ ઝાડનું નામ એલોન-બાખૂથ, એટલે “વિલાપનું મોટું ઝાડ” પાડવામાં આવ્યું. એનાથી જાણવા મળે છે કે, યાકૂબ અને તેના કુટુંબને દબોરાહ કેટલી વહાલી હતી.—ઉત ૩૫:૮.
(ઉત્પત્તિ ૩૫:૨૨-૨૬) અને એમ થયું કે ઈસ્રાએલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રેઉબેન પોતાના બાપની ઉપપત્ની બિલ્હાહની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઈસ્રાએલના સાંભળવામાં આવ્યું. ૨૩ હવે યાકૂબના દીકરા બાર હતા. લેઆહના દીકરા: રેઉબેન યાકૂબનો જ્યેષ્ઠ દીકરો તથા શિમઓન તથા લેવી તથા યહુદાહ તથા ઇસ્સાખાર તથા ઝબુલોન. ૨૪ રાહેલના દીકરા: યુસફ તથા બિન્યામીન. ૨૫ અને રાહેલની દાસી બિલ્હાહના દીકરા: દાન તથા નાફતાલી. ૨૬ અને લેઆહની દાસી ઝિલ્પાહના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.
વાચકો તરફથી પ્રશ્નો
મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી?
કદાચ ઘણી વાર આપણે એવું કહ્યું હશે. આપણને હિબ્રૂઓ ૧૨:૧૬ પરથી એમ લાગી શકે. એ કલમમાં કહ્યું છે કે, એસાવે “પવિત્ર વસ્તુઓની કદર” કરી નહિ. અને તેણે “એક ભોજન માટે પ્રથમ જન્મેલા તરીકેના પોતાના હક જતા કર્યા.” એનાથી જોઈ શકાય છે કે, યાકૂબને ‘પ્રથમ જન્મેલાનો’ હક મળ્યો એટલે તે મસીહના પૂર્વજ બન્યા હતા.—માથ. ૧:૨, ૧૬; લુક ૩:૨૩, ૩૪.
જોકે, બાઇબલના અહેવાલો તપાસતા જોઈ શકાય છે કે, મસીહના પૂર્વજ બનવા માટે પ્રથમ જન્મેલા હોવું જરૂરી નથી. ચાલો, કેટલાક અહેવાલો તપાસીએ:
યાકૂબના (ઇઝરાયેલના) દીકરાઓમાં પ્રથમ જન્મેલા રેઉબેન હતા. તે લેઆહથી જન્મેલા હતા. પછીથી, યાકૂબને રાહેલથી યુસફ થયા, જે રાહેલના પ્રથમ સંતાન હતા. રેઉબેન ખોટા વર્તનને કારણે દોષી સાબિત થયા ત્યારે, તેમનો પ્રથમ જન્મેલાનો હક યુસફને મળ્યો. (ઉત. ૨૯:૩૧-૩૫; ૩૦:૨૨-૨૫; ૩૫:૨૨-૨૬; ૪૯:૨૨-૨૬; ૧ કાળ. ૫:૧, ૨) છતાં, મસીહ રેઉબેન કે યુસફના કુળમાંથી નહિ, પણ યાકૂબના ચોથા દીકરા યહુદાના કુળમાંથી આવ્યા.—ઉત. ૪૯:૧૦.
બાઇબલ વાંચન