-
“નમ્ર જનો શાણા બને છે”ચોકીબુરજ—૨૦૦૦ | ઑગસ્ટ ૧
-
-
૧૨ યહોવાહ પરમેશ્વરે ગિદઓને યુદ્ધમાં મોકલ્યા પહેલાં તેમની કસોટી કરી. કઈ રીતે? ગિદઓને તેમના પિતાએ બાંધેલી બઆલની વેદીને તોડીને, એની બાજુની અશેરાહ મૂર્તિને કાપી નાખવાની હતી. એ કરવા હિંમત જરૂરી હતી. બધા જુએ એમ એ કરવાને બદલે, તેમણે એ કામ રાત્રે કર્યું, એટલે લોકોને ખબર ન પડે. તેમણે એ કામ બહુ સાવચેતીથી કર્યું. તેમણે પોતાની સાથે દસ માણસો લીધા, જેથી અમુક ચોકી કરે અને બાકીના વેદી તથા અશેરાહ મૂર્તિનો નાશ કરવામાં તેમને મદદ કરે.b યહોવાહના આશીર્વાદથી ગિદઓને એ કામ પાર પાડ્યું. સમય જતાં, મિદ્યાનીઓના હાથમાંથી ઈસ્રાએલને છોડાવવા, પરમેશ્વરે તેમનો ઉપયોગ કર્યો.—ન્યાયાધીશ ૬:૨૫-૨૭.
-
-
“નમ્ર જનો શાણા બને છે”ચોકીબુરજ—૨૦૦૦ | ઑગસ્ટ ૧
-
-
b ગિદઓને ડહાપણ અને સાવચેતીથી કામ કર્યું, એનો અર્થ એમ નથી કે, તે બીકણ હતા. હેબ્રી ૧૧:૩૨-૩૮ તેમની હિંમતની સાબિતી આપે છે. એમાં જણાવેલા “સબળ” અને “લડાઈમાં પરાક્રમી” લોકોમાં ગિદઓનનો પણ સમાવેશ થાય છે.
-