-
તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યુંતેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૧૫, ૧૬. (ક) હાન્નાએ મંદિરમાં યહોવા આગળ હૈયું ઠાલવ્યું અને તેમની ભક્તિ કરી, એની તેના પર કેવી અસર પડી? (ખ) આપણે નિરાશ થઈ જઈએ ત્યારે કઈ રીતે હાન્નાને પગલે ચાલી શકીએ?
૧૫ હાન્નાએ મંદિરમાં યહોવા આગળ હૈયું ઠાલવ્યું અને તેમની ભક્તિ કરી, એની તેના પર કેવી અસર પડી? બાઇબલ જણાવે છે: “તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.” (૧ શમૂ. ૧:૧૮) હાન્નાનું મન હળવું થઈ ગયું. તેણે જાણે પોતાની લાગણીનો ભારે બોજો પોતાના કરતાં અનેક ગણા શક્તિશાળી પિતા યહોવા પર નાખી દીધો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨ વાંચો.) શું યહોવાની નજરે કોઈ તકલીફ મોટી હોય શકે? ના. એવું થયું નથી અને કદી થશે પણ નહિ!
૧૬ આપણે ભારે બોજા નીચે કચડાઈ જઈએ, ચિંતાઓથી ઘેરાઈ જઈએ અથવા નિરાશામાં ડૂબી જઈએ ત્યારે, હાન્નાને પગલે ચાલવું જોઈએ; તેમ જ, બાઇબલ જેમને “પ્રાર્થનાના સાંભળનાર” કહે છે, તેમની આગળ જઈને હૈયું ઠાલવવું જોઈએ. (ગીત. ૬૫:૨) આપણે પૂરી શ્રદ્ધાથી એમ કરીશું તો, આપણી નિરાશા દૂર થશે અને “ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,” એની સહાય મળશે.—ફિલિ. ૪:૬, ૭.
-
-
તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યુંતેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૧૮ પનિન્નાને ક્યારે ખબર પડી કે હવેથી પોતે કોઈ પણ રીતે હાન્નાને દુઃખી નહિ કરી શકે? બાઇબલ એ વિશે કંઈ જણાવતું નથી. પરંતુ, “ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ,” શબ્દો બતાવે છે કે હાન્ના એ સમયથી ખુશ હતી. પનિન્નાને જલદી જ જાણ થઈ કે હવે તેના ઝેરીલા વર્તનની કોઈ અસર થતી નથી. એ પછી બાઇબલ તેના નામનો ઉલ્લેખ ક્યાંય કરતું નથી.
-