-
આપણા માટે પ્રબોધકનો સંદેશયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૭. યશાયાહના સમયના યહુદાહની હાલતનું વર્ણન કરો.
૭ યશાયાહ પોતાના કુટુંબ સાથે યહુદાહમાં રહેતા હતા. યહુદાહની હાલત બહુ ખરાબ હતી. બધે જ રાજકીય અંધાધૂંધી ફેલાયેલી હતી. અદાલતમાં લાંચ વિના કોઈ કામ થતું નહિ અને ઢોંગને કારણે ધાર્મિક રીતે સમાજ પડું પડું થઈ રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં જૂઠા દેવદેવીઓ માટે વેદીઓ ઊભી કરવામાં આવી હતી. અરે કેટલાક રાજાઓએ પણ મૂર્તિપૂજાને પ્રોત્સાહન આપ્યું હતું. દાખલા તરીકે, આહાઝે પોતાની પ્રજાને મૂર્તિપૂજા કરવા દીધી. એટલું જ નહિ, પરંતુ પોતે પણ એમાં ભાગ લીધો અને કનાની દેવ મોલેખને બલિદાન આપવા, પોતાના સંતાનને “અગ્નિમાં થઈને ચલાવ્યો.”b (૨ રાજાઓ ૧૬:૩, ૪; ૨ કાળવૃત્તાંત ૨૮:૩, ૪) આ સર્વ એવા લોકોએ કર્યું, જેઓએ ફક્ત યહોવાહ પરમેશ્વરની જ ભક્તિ કરવાનો કરાર કર્યો હતો!—નિર્ગમન ૧૯:૫-૮.
-
-
આપણા માટે પ્રબોધકનો સંદેશયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
b કેટલાકનું કહેવું છે કે, ‘અગ્નિમાં થઈને ચાલવું,’ ફક્ત શુદ્ધ થવાની વિધિ હોય શકે. જો કે એ શબ્દોની આગળ-પાછળનો અર્થ બતાવે છે કે ખરેખર એ બલિદાન આપવાને દર્શાવે છે. હા, કનાનીઓ અને ધર્મત્યાગી ઈસ્રાએલીઓ બાળકોનાં બલિદાન આપતા હતા.—પુનર્નિયમ ૧૨:૩૧; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭, ૩૮.
-