પાઠ ૩૩
ઈશ્વરના રાજ્યમાં કેવા આશીર્વાદો મળશે?
ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં રાજ કરી રહ્યું છે. તે બહુ જલદી પૃથ્વી પર મોટા મોટા ફેરફારો કરશે. ચાલો જોઈએ કે એ રાજ્ય દ્વારા તમને કેવા સુંદર આશીર્વાદો મળશે.
૧. ઈશ્વરનું રાજ્ય કઈ રીતે આખી પૃથ્વી પર શાંતિ અને ન્યાય લાવશે?
રાજા ઈસુ એક યુદ્ધમાં દુષ્ટ લોકો અને સરકારોનો નાશ કરી દેશે. એ યુદ્ધને આર્માગેદન કહેવાય છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) એ સમયે ઈશ્વરનું આ વચન સાચું પડશે: “થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) આમ, ઈશ્વરના રાજ્ય દ્વારા રાજા ઈસુ આખી પૃથ્વી પર શાંતિ લાવશે અને અન્યાય દૂર કરશે.—યશાયા ૧૧:૪ વાંચો.
૨. ઈશ્વરના રાજ્યમાં આપણું જીવન કેવું હશે?
ઈશ્વરના રાજ્યમાં “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) જરા વિચારો, એ દુનિયામાં બધા લોકો સારા હશે, તેઓ સચ્ચાઈથી ચાલતા હશે. તેઓ બધા યહોવાને ભજતા હશે. બધા લોકોમાં એકબીજા માટે પ્રેમભાવ હશે. એ સમયે કોઈ બીમાર નહિ પડે અને બધા જ લોકો યુગોના યુગો સુધી જીવશે.
૩. દુષ્ટોનો વિનાશ થશે પછી ઈશ્વરનું રાજ્ય કેવાં પગલાં ભરશે?
દુષ્ટોનો વિનાશ થશે પછી ઈસુ ૧,૦૦૦ વર્ષ સુધી રાજ કરશે. એ સમય દરમિયાન ઈસુ અને બીજા ૧,૪૪,૦૦૦ રાજાઓ આખી માણસજાતને પાપ અને મરણથી આઝાદ થવા મદદ કરશે. ૧,૦૦૦ વર્ષના અંતે પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બની ગઈ હશે અને બધા લોકો સુખચેનથી રહેતા હશે, કેમ કે તેઓ યહોવાની આજ્ઞા પાળતા હશે. એ પછી ઈસુ પોતાના પિતા યહોવાને રાજ્ય પાછું સોંપી દેશે. ત્યારે યહોવા માટે આ શબ્દો પૂરી રીતે સાચા પડશે: “તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ્થી ૬:૯, ૧૦) એ સમયે સાબિત થઈ ગયું હશે કે આખી પૃથ્વી પર રાજ કરવાનો હક ફક્ત યહોવાને છે, જે પોતાના લોકોની ખૂબ જ કાળજી રાખે છે. ૧,૦૦૦ વર્ષ પછી યહોવા કાયમ માટે શેતાનનો, દુષ્ટ દૂતોનો અને એ બધા લોકોનો નાશ કરશે, જેઓ તેમની સત્તાનો વિરોધ કરે છે. (પ્રકટીકરણ ૨૦:૭-૧૦) ઈશ્વરના રાજ્ય દ્વારા જે આશીર્વાદો મળવાના છે, એ કાયમ માટે ટકશે.
વધારે જાણો
ઈશ્વરે ભાવિ વિશે ઘણાં બધાં વચનો આપ્યાં છે. આપણે કઈ રીતે ભરોસો કરી શકીએ કે ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા એ બધાં વચનો પૂરાં કરશે? ચાલો જોઈએ.
૪. ઈશ્વરનું રાજ્ય માણસોની સરકારોનો અંત લાવશે
“એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન પહોંચાડે છે.” (સભાશિક્ષક ૮:૯) યહોવા પોતાના રાજ્ય દ્વારા માણસોની સરકારોને મિટાવી દેશે. એ સરકારોથી ઊભી થયેલી બધી મુશ્કેલીઓને પણ દૂર કરી દેશે.
દાનિયેલ ૨:૪૪ અને ૨ થેસ્સાલોનિકીઓ ૧:૬-૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યહોવા અને તેમના દીકરા ઈસુ માનવીય શાસકોનું અને તેઓને સાથ આપનારાઓનું શું કરશે?
શું તમે માનો છો કે યહોવા અને ઈસુ જે પગલાં ભરશે એ યોગ્ય જ હશે? તમે એવું કેમ માનો છો?
૫. ઈસુ સૌથી સારા રાજા છે
રાજા ઈસુ લોકોના ભલા માટે ઘણું બધું કરશે. પૃથ્વી પર હતા ત્યારે તેમણે એની ઝલક આપી હતી. તે સાચે જ લોકોને મદદ કરવા ચાહે છે અને ઈશ્વરની શક્તિથી એમ કરશે પણ ખરા. એ વિશે વીડિયો જુઓ.
ઈસુએ પૃથ્વી પર જે કામો કર્યાં એ બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય ભાવિમાં શું કરશે. અહીં જણાવેલા આશીર્વાદોમાંથી તમે શાની આતુરતાથી રાહ જુઓ છો? તમને જે આશીર્વાદો ગમ્યા એ વિશે વધારે જાણવા એની સાથે આપેલી કલમો વાંચો.
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે . . . |
ઈસુ સ્વર્ગમાંથી રાજ કરશે ત્યારે . . . |
---|---|
|
|
|
|
|
|
|
|
૬. એક સુંદર ભાવિ આપણી રાહ જોઈ રહ્યું છે
ઈશ્વરના રાજ્યમાં યહોવાની આ ઇચ્છા પૂરી થશે: પૃથ્વી સુંદર બની જશે અને મનુષ્યો એમાં કાયમ માટે સુખચેનથી જીવશે. યહોવા કઈ રીતે પોતાના દીકરા ઈસુ દ્વારા પોતાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે? એ જાણવા વીડિયો જુઓ.
ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવા “બધાની ઇચ્છા પૂરી” કરશે, એ જાણીને તમને કેવું લાગે છે?
અમુક લોકો કહે છે: “જો આપણે ભેગા મળીને કામ કરીશું, તો આ દુનિયાની તકલીફો દૂર કરી શકીશું.”
ઈશ્વરનું રાજ્ય એવી કઈ તકલીફો દૂર કરશે, જે માણસોની સરકાર દૂર કરી શકતી નથી?
આપણે શીખી ગયા
ઈશ્વરનું રાજ્ય ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે અને આખી પૃથ્વીને સુંદર મજાની બનાવી દેશે. પૃથ્વી પર ફક્ત સારા લોકો હશે, જેઓ હંમેશાં યહોવાની ભક્તિ કરતા હશે.
તમે શું કહેશો?
ઈશ્વરનું રાજ્ય કઈ રીતે યહોવાનું નામ પવિત્ર મનાવશે?
આપણે કઈ રીતે ભરોસો કરી શકીએ કે ઈશ્વરના રાજ્ય દ્વારા બાઇબલનાં વચનો પૂરાં થશે?
ઈશ્વરના રાજ્યમાં આપણને ઘણા આશીર્વાદો મળવાના છે. તમે કયો આશીર્વાદ મેળવવા આતુર છો?
વધારે માહિતી
આર્માગેદન શું છે, એ જાણવા આ લેખ વાંચો.
જાણો કે ઈસુએ જે “મોટી વિપત્તિ” વિશે વાત કરી, એમાં કયા બનાવો બનશે.—માથ્થી ૨૪:૨૧.
વીડિયો જુઓ અને તમારા કુટુંબ સાથે મળીને કલ્પના કરો કે ઈશ્વરના રાજ્યમાં જીવન કેવું હશે.
“મારા મનમાં ઘણા સવાલો હતા,” લેખમાં એક ભાઈનો અનુભવ છે, જે સરકારનો વિરોધ કરતા હતા. જાણો કે તેમને પોતાના સવાલોના જવાબ કઈ રીતે મળ્યા.