યુવાન લોકો પૂછે છે . . .
હું હંમેશા દોષિત થવાનું કઈ રીતે ટાળી શકું?
“મને હંમેશા બાબતો માટે દોષ આપવામાં આવતો હતો. ઘર બંધ ન હોય કે ગૅસ ચાલુ રહી ગયો હોય કે કંઈ પણ વસ્તુ એની જગ્યાએ ન હોય કે અધૂરી હોય તો, એ રૅમોનનો દોષ હતો!”—રૅમોન.
તરુણાવસ્થામાં કોઈક કોઈક વાર એવું લાગી શકે કે, લગભગ બધી જ ખોટી થતી બાબતો માટે તમને દોષ આપવામાં આવે છે. અગાઉના લેખમાં, આપણે સ્વીકાર્યું કે કેટલીક વાર માબાપ સમજ્યા વિના જ પોતાનાં બાળકોને દોષ આપતા હોય છે.a આ માબાપની સામાન્ય ચિંતાથી લઈને ઊંડા લાગણીમય દબાણને કારણે હોય શકે. ગમે તે કારણ હોય, જે બાબત તમે ન કરી હોય એ માટે તમને દોષ આપવામાં આવે એ દુઃખદ અને અપમાનજનક હોય શકે.
અલબત્ત, અપૂર્ણ માનવ તરીકે, તમે વખતોવખત ભૂલ કરશો. (રૂમી ૩:૨૩) વધુમાં, તમે યુવાન હોવાના કારણે, તમે તુલનાત્મક રીતે બિનઅનુભવી છો. (નીતિવચન ૧:૪) સંભવિત: તમે પ્રસંગોપાત્ત તાગશક્તિ કાઢવામાં ભૂલ કરો છો. તેથી તમે ભૂલ કરી હોય ત્યારે, એ યોગ્ય અને વાજબી છે કે તમને જવાબદાર ઠરાવવામાં આવે.—સભાશિક્ષક ૧૧:૯.
તોપછી, તમે ખરેખર કંઈક કર્યું હોય એના માટે દોષ આપવામાં આવે ત્યારે, તમારે કેવો પ્રત્યાઘાત પાડવો જોઈએ? કેટલાક યુવાનો એવી રીતે વર્તવાનો પ્રયત્ન કરે છે કે તેઓ ખોટી રીતે અન્યાયનો ભોગ બન્યા હોય. તેઓ ક્રોધાવેશમાં બોલે છે કે તેઓનાં માબાપ હંમેશા દરેક બાબતો માટે તેઓને દોષ આપે છે. પરિણામ? હતાશ થયેલા માબાપ પોતાનાં બાળકોને સમજાવવા કઠોર પગલાંનો ઉપયોગ કરે છે. બાઇબલ આ સલાહ આપે છે: “મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.” (નીતિવચન ૧:૭, ૮) તમે તમારી ભૂલ સ્વીકારી જરૂરી ફેરફાર કરો છો ત્યારે, તમે તમારી ભૂલમાંથી શીખી શકો છો.—હેબ્રી ૧૨:૧૧.
માબાપ સાથે “ખાનગી વાતચીત”
જોકે, તમારો વાંક નથી એવી બાબતો માટે તમને દોષ આપવામાં આવે કે દોષ આકરો હોય ત્યારે, એ સંપૂર્ણપણે જુદી બાબત છે. સમજી શકાય એમ છે કે, તમે ક્રોધ અને રોષ અનુભવી શકો. તમે એવા નિર્ણય પર આવી જઈ ગેરવર્તણૂક કરવા લલચાઈ પણ શકો કે ગમે તેમ એનો દોષ તો તમને જ મળવાનો છે. (સભાશિક્ષક ૭:૭) તેમ છતાં, દ્વેષી કાર્યો દરેક જણને નુકશાન પહોંચાડે છે. (અયૂબ ૩૬:૧૮ સરખાવો.) નીતિવચન ૧૫:૨૨ બાબતોને સારી રીતે હાથ ધરવાનું બતાવે છે, કહે છે: “સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે.” હા, તમારા માબાપની તમારી સાથે વર્તવાની રીત બદલવાની એક રીત છે કે તમને કેવું લાગે છે એ તેઓને જાણવા દો.
પ્રથમ, બાઇબલ “વખતસર”નો સમય કહે છે એ શોધો. (નીતિવચન ૧૫:૨૩) લેખક ક્લેટોન બારબ્યૂસ સૂચવે છે કે: “એવા સમય અને સ્થળ પસંદ કરો કે બધાનું મગજ શાંત હોય અને તમે બધા સારું અનુભવતા હોય.” વધુમાં, બાઇબલ ચેતવણી આપે છે: “કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચન ૧૫:૧) તેથી તમારા અભિગમમાં માયાળુ અને માન આપનારા બનો, ઝઘડાળુ નહિ. તમારો મિજાજ ગુમાવવાનું નિવારો. (નીતિવચન ૨૯:૧૧) તમારા માબાપ પર હુમલો કરવાના બદલે (‘તમે હંમેશા દરેક બાબત માટે મને દોષ આપો છો!’), તેમના સતત દોષ આપવાથી તમને કેવું લાગે છે એ સમજાવવાનો પ્રયત્ન કરો. (‘મને દરેક બાબતો માટે દોષ આપવામાં આવે કે જેમાં મારો વાંક નથી ત્યારે મને પોતા વિષે ખોટું લાગે છે.’)—ઉત્પત્તિ ૩૦:૧, ૨ સરખાવો.
તમારા પોતાનાં કુટુંબીજનો કંઈક ગેરસમજને કારણે ગુસ્સે થાય ત્યારે એ સમયે એ કહી શકે છે. યુવાન ઈસુ ક્યાં છે એ વિષે અજાણ તેમના માબાપ એક સમયે વ્યાકુળ બન્યા. પરંતુ ઈસુ રડ્યા કે સામે ફરિયાદ કરી નહિ. સ્વસ્થતાપૂર્વક, તે પરિસ્થિતિ સમજાવે છે. (લુક ૨:૪૯) તમે વ્યથિત હોવ ત્યારે શા માટે તમારા પોતાનાં માબાપ સાથે પુખ્ત રીતે વર્તતા નથી? એ જાણો કે તેઓ તમારી કાળજી રાખે છે એ કારણે તેઓ વ્યથિત છે! માનપૂર્વક સાંભળો. (નીતિવચન ૪:૧) તમારા પક્ષની વાતને સમજાવવાની શરૂ કરો એ પહેલાં બાબતોને થાળે પડવાની રાહ જુઓ.
‘તમારા પોતાના કામની તપાસ કરો’
તો પછી, શા માટે કેટલાંક માબાપ પોતાનાં બાળકો માટે પહેલી વાર ખોટો નિષ્કર્ષ ઝડપથી કરવા તરફ ઢળેલા હોય છે? નિખાલસપણે, કેટલીક વખત યુવાનો પોતાનાં માબાપને શંકાનું કારણ આપે છે. નીતિવચન ૨૦:૧૧ કહે છે: “બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે, કે તેનું કામ શુદ્ધ અને સારૂં છે કે નહિ.” તમારાં માબાપ સાથે તમારી શાખ કેવી છે? શું તમારાં “આચરણો” બતાવે છે કે તમે “પ્રમાણિક” અને ગંભીર કે બેપરવા અને બેજવાબદાર છો? એમાંથી તમે હોવ તો, તેઓ અવારનવાર તમારા વિષે ખોટો નિષ્કર્ષ બાંધવામાં ઉતાવળ કરે ત્યારે આશ્ચર્ય ન પામો. “હું મારી પોતાની સાથે પ્રમાણિક હતો,” અગાઉ ઉલ્લેખવામાં આવેલા રૅમોને પોતાનાં માબાપની વિવેચના વિષે કબૂલ્યું. “કેટલીક વખત તેમની શંકામાં કેટલુંક સત્ય હોય છે.”
તમારા કિસ્સામાં એ સાચું હોય તો, તમે તમારા ભૂતકાળને સુધારવાનો પ્રયત્ન કરી શકો. ભરોસાપાત્ર અને જવાબદાર આચરણનું અનુસરણ પુરવાર કરી, તમે ધીમે ધીમે તમારાં માબાપને ખાતરી કરાવી શકશો કે તમે ફેરફાર કર્યા છે અને તમારા પર ભરોસો કરી શકાય.
રૅમોનનો અનુભવ આ મુદ્દો બતાવે છે. તેના મિત્રો અને કુટુંબીજનોએ તેનું પ્રેમથી બેધ્યાન પ્રાદ્યાપક એવું હુલામણું નામ પાડ્યું હતું કારણ કે તેનું ભૂલી જવાનું વલણ હતુ. શું તમારાં માબાપે તમને “અપરિપક્વ” કે “બેજવાબદાર” એવા નકારાત્મક લેબલ આપ્યા છે? કૅથલિન મેક્કોય લેખિકા નોંધે છે તેમ, માબાપને લાગી શકે કે આ પ્રકારના હુલામણાં નામ “કઈ બાબતો ખોટી છે એ બતાવે છે જેથી તરુણો એ જોઈ ફેરફાર કરી શકે.” તેમ છતાં, હકીકતમાં, આ પ્રકારના લેબલ ઘણી વાર ગહન રોષનું કારણ બને છે. તેથી, રૅમોનને અહેસાસ થયો કે હુલામણાં નામ અર્થસભર હોય છે. “મારું મન હંમેશા એક જ બાબત પર સ્થિર રહેતું હતું, જેથી હું ચાવીઓ કે ઘરકામ અને રોજિંદા ઘરકામની બાબતો ભૂલી જતો,” તે કબૂલે છે.
તેથી રૅમોને ફેરફારો કરવાના શરૂ કર્યા. “મેં જવાબદારીઓ અને અગ્રિમતાઓ વિષે શીખવાનું શરૂ કર્યું,” તે યાદ કરે છે. “મેં સમયપત્રક બનાવ્યું અને બાઇબલ અભ્યાસને વધારે ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. હું શીખ્યો કે યહોવાહ માટે નાની તેમ જ મોટી બાબતો મહત્ત્વની છે.” (લુક ૧૬:૧૦) બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી, રૅમોન તેની ભૂલી જવાની શાખને દૂર કરી શક્યો. શા માટે એમ કરવાનો પ્રયત્ન નથી કરતા? અને લેબલ કે હુલામણાં નામથી તમને ખરેખર ચિંતા થતી હોય તો, તમારાં માબાપ સાથે એની ચર્ચા કરો. કદાચ તેઓ બાબતોને તમારી રીતે જોઈ શકે.
પક્ષપાત જોવા મળે છે ત્યારે
ઘણી વખત પક્ષપાત દોષ આપવાનું કારણ બને છે. રૅમોન યાદ કરે છે: “મારા મોટા ભાઈઓ કે બહેનો ઘરે મોડા આવતા અને તેઓને કોઈ પણ શિક્ષા કરવામાં આવતી ન હતી. હું ઘરે મોડો આવતો અને મને ઠપકો આપવામાં આવતો.” ગેનીસીસમાં આલબર્ટ નામનો માણસ, તે પણ પુખ્ત બની રહ્યો હતો ત્યારે એવી જ લાગણી અનુભવ્યાનું યાદ કરે છે. એ તેને એવું લાગતું હતું કે તેની માતા તેના બીજા ભાઈઓ કરતાં તેને વધારે કઠોરતાથી શિષ્ત આપતી હતી.
તેમ છતાં, તેઓ જુએ છે એમ હંમેશા બાબતો હોતી નથી. માબાપ ઘણી વાર મોટાં બાળકોને વધારે સ્વતંત્રતા આપતા હોય છે, પક્ષપાતના કારણે નહિ પરંતુ ફક્ત એટલા માટે કે માબાપ અનુભવે છે કે તેઓ જવાબદાર રીતે કાર્ય કરશે. અથવા એમાં બીજી ખાસ પરિસ્થિતિનો સમાવેશ થતો હોય શકે. આલબર્ટ કબૂલે છે કે તેના ભાઈને માર પડતો ન હતો કારણ કે તે “નાનો અને માંદો” હતો. શું પક્ષપાત માબાપને એક વિશેષ બાળકની ખાસ આવશ્યકતા અને મર્યાદાઓ હોય એ ઓળખી શકે છે?
અલબત્ત, માબાપોને ઘણી વાર તેઓની ખાસ પસંદગી હોય છે. (ઉત્પત્તિ ૩૭:૩ સરખાવો.) આલબર્ટ તેના માંદા ભાઈ વિષે કહે છે: “મમ્મીને તેના માટે વધારે પ્રેમ હતો.” સદ્ભાગ્યે, ખ્રિસ્તી પ્રેમ વિસ્તૃત છે. (૨ કોરીંથી ૬:૧૧-૧૩) તેથી તમારાં માબાપને તમારા બીજા ભાઈબહેનોમાંથી એના પર “વધારે પ્રેમ” હોય તો, એનો અર્થ એવો થતો નથી કે તમારી માટે પ્રેમ નથી. ખરો વાદવિષય એ છે, તમારા બીજા ભાઈબહેનો માટે વધુ પ્રેમ હોવાના કારણે શું તેઓ તમારી સાથે યોગ્ય રીતે વર્તતા નથી, તમને ખોટી રીતે દોષ આપે છે? આ કિસ્સામાં એવું દેખાતું હોય તો, કોઈ પણ રીતે તેઓને જાણવા દો કે તમને કેવું લાગે છે. શાંતિથી, યોગ્ય રીતે, વિશિષ્ટ ઉદાહરણોથી તેમને બતાવો કે તેમના બતાવવામાં આવેલા પક્ષપાતના કારણે તમને કેવું લાગે છે. કદાચ તેઓ સાંભળશે.
કુટુંબની સમસ્યા
દેખીતી રીતે, દરેક સ્થિતિને બદલવી સહેલું નથી. કેટલાંક માબાપ માટે લાંછન લગાડવું અને દોષ આપવો કાયમી આદત હોય છે. આ ખાસ કરીને જે માબાપને માનસિક સમસ્યાઓ અને ઝઘડવાની આદત હોય છે તેઓ મધ્યે જોવા મળે છે. આવી પરિસ્થિતિઓ હેઠળ, બાબતો સ્પષ્ટ કરવી ઓછી લાભદાયી હોય શકે. એ તમારા કિસ્સામાં સાચું દેખાતું હોય તો, સમજો કે તમારાં માબાપની સમસ્યાઓ તમારા કાબૂ બહારની છે અને સંભવિત: ફક્ત બહારની જ કોઈ વ્યક્તિની મદદથી હલ થઈ શકે. તેઓને યોગ્ય આદર અને માન આપવા તમારાથી બનતું બધું કરો અને બિનજરૂરી વિરોધ નિવારવાનો પ્રયત્ન કરો. (એફેસી ૬:૧, ૨) નીતિવચન ૨૨:૩ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.”b
એ જ સમયે, કુટુંબ બહારની કોઈ વ્યક્તિની મદદ મેળવો. કદાચ ખ્રિસ્તી વડીલ જેવા પરિપક્વ પુખ્ત સાથે વાત કરો. આવી વ્યક્તિઓ પાસેથી પ્રેમાળ ધ્યાન, બાબતો માટે હંમેશા તમારો દોષ હોય છે એ પ્રકારની લાગણીને કાઢી નાખવા ઘણું કરી શકે. એ જ સમયે, “દેવની પાસે જાઓ.” (યાકૂબ ૪:૮) બીજાઓ અયોગ્ય રીતે તમારો દોષ કાઢે ત્યારે, “[દેવ] સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ કોપ રાખશે નહિ. . . . કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૯, ૧૪) તમે દેવની નજરમાં મૂલ્યવાન છો એ જાણવું તમને અયોગ્ય દોષ સહન કરવા મદદ કરી શકે.
[Footnotes]
a અમારા ઑગસ્ટ ૮, ૧૯૯૭ના અંકમાં જોવા મળતો “યુવાન લોકો પૂછે છે . . . શા માટે હંમેશાં મારો જ વાંક કાઢવામાં આવે છે?” લેખ જુઓ.
b અમારા જૂન ૮ ૧૯૮૯ના અંગ્રેજી સજાગ બનો!ના અંકનો “યુવાન લોકો પૂછે છે . . . હું કઈ રીતે મૌખિક અત્યાચારનો સામનો કરી શકુ?” લેખ જુઓ. વધુમાં સજાગ બનો! નવેમ્બર ૮, ૧૯૯૬ની શૃંખલા “ખેદકારક શબ્દોને ખુશકારક શબ્દોથી બદલવા” જુઓ.
[Caption on page ૧૭]
આપણી ભૂલોને સ્વીકારવી એ આપણને આપણી ભૂલોમાંથી શીખવા મદદ કરે છે