-
‘તમારા હૃદયની સંભાળ રાખો’ચોકીબુરજ—૨૦૦૦ | મે ૧૫
-
-
સુલેમાન તેમના પિતાની પ્રેમાળ સલાહને યાદ કરે છે: “તેણે મને શિક્ષણ દેતાં કહ્યું, કે તારા અંતઃકરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે: જ્ઞાન [ડહાપણ] મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ મા, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ મા; તેને તું ન તજ, એટલે તે તારૂં રક્ષણ કરશે; તેના પર પ્રીતિ કર, ને તે તને સંભાળશે. જ્ઞાન [ડહાપણ] એજ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી સઘળી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.”—નીતિવચન ૪:૪-૭.
-
-
‘તમારા હૃદયની સંભાળ રાખો’ચોકીબુરજ—૨૦૦૦ | મે ૧૫
-
-
સમજણ મેળવવી પણ જરૂરી છે. એના વગર આપણે કઈ રીતે જાણી શકીએ કે હકીકત શું છે અને કઈ રીતે બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે? આપણામાં સમજણની ખામી હશે તો, આપણે કોઈ પણ વિષય પર યોગ્ય જવાબ આપી શકીશું નહિ. અને એ વિષયને આપણે સમજી પણ નહિ શકીએ. હા, હકીકતને સમજવા અને ખરો નિર્ણય લેવા માટે આપણને સમજણની જરૂર છે.—દાનીયેલ ૯:૨૨, ૨૩.
-