-
અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવુંચોકીબુરજ—૨૦૦૦ | જુલાઈ ૧૫
-
-
અશુદ્ધ જગતમાં નૈતિક શુદ્ધતા જાળવી રાખવા માટે, વિચારવાની ક્ષમતા ખૂબ જ જરૂરી છે, કારણ કે અનૈતિક વ્યક્તિની રીતો લોભામણી હોય છે. રાજા સુલેમાને ચેતવણી આપી: “પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે; પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.”—નીતિવચન ૫:૩, ૪.
-
-
અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવુંચોકીબુરજ—૨૦૦૦ | જુલાઈ ૧૫
-
-
અનૈતિકતાની અસર, વિષ જેવી કડવી અને બેધારી તરવાર જેવી તીક્ષ્ણ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો એની અસર દુઃખદાયક અને મરણકારક હોય છે. આવી વર્તણૂક ઘણી વાર દુઃખી અંતઃકરણ, વણમાંગી ગર્ભાવસ્થા, અથવા જાતીયતાથી વહન થતા રોગ જેવા કડવાં પરિણામો લાવે છે. અને અવિશ્વાસુ વ્યક્તિના લગ્ન સાથીએ અનુભવેલ ભારે લાગણીમય દુઃખનો વિચાર કરો. બિનવફાદારીનું એક કૃત્ય જીવનભર દુઃખી દુઃખી કરી નાખી શકે. હા, અનૈતિકતાથી કેવળ નુકશાન જ થાય છે.
-