શું તમે તમારા કામથી કંટાળી ગયા છો?
શક્યપણે તમે દરરોજ લગભગ આઠ કલાક કામ કરતા હશો. આટલો બધો સમય અને જીવન કંટાળાજનક કામમાં ગાળવું એ તો ઘણું જ કહેવાય! તોપણ, ૨૦મી સદીમાં ઘણું બધું કામ કંટાળાજનક હોય છે જે કાર્મચારીઓને ભાગ્યેજ સ્વમાન આપે છે.
તેથી, તમારા કામને રસપ્રદ બનાવવાથી તમે ઘણું મેળવી શકો છો. તમે કામમાંથી ઘણો આનંદ મેળવી શકો છો, અને તમે તમારા ભાવિ કાર્યને પણ વધારે રસપ્રદ બનાવવાનું રહસ્ય શીખી શકો. તો પછી, ચાલો આપણે આ પ્રાપ્ત કરવાના કેટલાક માર્ગો તપાસીએ.
ઉત્સાહથી કાર્ય કરવું
કેટલાક સત્તાધારીઓએ ભલામણ કરી કે તમે કાર્યનો આનંદ માણી રહ્યા હોય એ રીતે કાર્ય કરો. સમય જતાં તમને તમારું કામ ગમવા પણ મંડે.
તમે કદાચ કહેશો, ‘પરંતુ હું મારા કામ માટે ક્યારેય ઉત્સાહી નહિ બની શકું!’ તમારા કામમાં એક જ બાબત ચાલુને ચાલુ રીતે કરવાની હોય શકે, જેમ કે એસેમ્બ્લી-લાઈનનું કામ. અથવા એ કામ કદાચ તમે એટલા વર્ષોથી કરતા હોવ કે તમને એવું લાગી શકે કે એમાં પુન:રસ પ્રાપ્ત કરવો અશક્ય છે. તેમ છતાં, સ્મિત અને સીધા ઉભા રહેવા જેવી સાદી રીતો, તમને તમારા કાર્ય વિષે વધારે ઉત્સાહી બનવા મદદ કરી શકે.
તમારા કામમાં પૂરેપૂરું રીતે પરોવું પણ મદદ કરી શકે છે. તમે ‘યંત્રવત’ કામ ન કરો અને જમવાના સમય, સપ્તાહઅંત, કે બીજુ કામ કરવા વિષે ન વિચારો. સામાન્ય રીતે તમે જે કામ કરો છો એના પર જ સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું ડહાપણભર્યું છે. પરિણામ? તમે તમારા કામનો આનંદ માણી શકશો, અને સમય ઝડપથી પસાર થતો હોય એવું લાગશે.
તમને ખરેખર ગમતા કામમાં પોતાને તલ્લીન કરો ત્યારે એ સ્વાભાવિક રીતે જ બને છે. જે કામ કરવામાં તમને સામાન્ય રીતે આનંદ નથી આવતો એને પૂરું કરવા માટે તેમાં પૂરેપૂરું ધ્યાન આપવાથી તમને આનંદ મળી શકે અને તમારો સમય જલદી પસાર થઈ શકે.
બનતું બધું જ કરો
તમારાથી બનતું બધુ કરવાથી તમને તમારા કામનો સંતોષ મળી શકે. અલબત્ત, આ એ સલાહની વિરૂદ્ધ છે કે, તમને કામ નીરસ લાગે ત્યારે, તમારે ગમે તે રીતે એને પૂરું કરી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ઉપેક્ષા, લાસરિયાપણું અને ઓછામાં ઓછો પ્રયત્ન શક્યપણે જ તમારી શક્તિ ઘટાડી નાખી અને ચિંતા અને થાકમાં વધારો કરશે. કેટલાક કિસ્સાઓમાં કામના દબાણ, બેચેની અને થાકીને ઘરે આવતી વ્યક્તિઓ ખંતપૂર્વક કામ કરવામાં નિષ્ફળ જવાના કારણે એવું અનુભવતી હોય શકે.
બાઇબલ અનુસાર, કોઈ પણ કામને મહેનતથી કરવાથી નવરાશનો સમય પણ વધારે આનંદદાયક બની શકે છે. “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી.” (સભાશિક્ષક ૨:૨૪) કેટલાક માટે, આ સૂત્ર જૂનવાણીનું લાગી શકે, પરંતુ બીજાઓ આ અનંત સિદ્ધાંતને લાગુ પાડે છે. ખરેખર, તેઓ સહમત થાય છે કે તેઓએ પોતાના સખત કામના ફળનો આનંદ માણવો જ જોઈએ તેના કરતાં “કશું શ્રેષ્ઠ નથી.” કામ કરવાનો આનંદ (અંગ્રેજી) પુસ્તક સ્વીકારે છે: “યોગ્ય રીતે કામ કરવાથી સંતોષની લાગણી થાય છે.”
તેથી, સારુ કામ કરવા તમારાથી બનતુ બધુ કરવાથી તમે કદાચ તાજગી અનુભવી શકશો. ગમે તે રીતે કામને પૂરું કરી નાંખવા કરતાં વધુ કરો, અને તમે કદાચ વધારે આનંદ મેળવી શકો. મહત્ત્વનું કામ પહેલા કરો, અને તમે ભોજનના સમયે, સપ્તાહઅંતે લાસરિયાપણાથી પોતાને થકવી નાખતી વ્યક્તિઓથી ભિન્ન આનંદ માણશો.—સરખાવો એસ્તેર ૧૦:૨; રૂમી ૧૨:૧૧; ૨ તીમોથી ૨:૧૫.
બીજાઓ સાથે હરીફાઈ કરવા કરતાં, પોતાને આગળ વધવાનો પ્રયત્ન કરો. (ગલાતી ૬:૪) નવા ધોરણો, નવા ધ્યેયો બેસાડો. એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો. એક સ્ત્રીનાં કામમાં વારંવાર સીવવાનો સમાવેશ થાય છે કે જેને કેટલાક કંટાળાજનક સમજે, પરંતુ તેણે સમયપાલનને રમત બનાવી દીધું. તેણે પોતાના ઉત્પાદનનો હિસાબ રાખ્યો, અને ત્યાર પછી તેણે એ વધારવાનો પ્રયત્ન કર્યો. તે સાચે જ તેના કામનો આનંદ માણે છે કારણ કે તે તેની કાર્યક્ષમતા વધારવાનો સખત મહેનત કરે છે.—નીતિવચન ૩૧:૩૧.
તમારા કામને “શણગારો”
દાક્તરો ડેનિસ ટી. જૈફી અને સિન્થીયા ડી. સ્કોટે ભલામણ કરી: “તમારા કામને એક ખાલી મકાન તરીકે વિચારો. તમે એમાં રહેવા જઈ અને એના આકાર અને રચનાને જુઓ છો. ત્યાર પછી તમારી પોતાની સર્જનાત્મકતા ઉત્પન્ન થાય છે. તમે ક્યાં સુધારા અને ફેરફારો કરશો એ નક્કી કરો છો, અને તમે મકાનને ઘર બનાવો છો. તમે તમારી પોતાની ઢબ આપીને એને તમારું પોતાનું બનાવી લો છો.”
મોટા ભાગનું કામ તમને નિયમો અને માર્ગદર્શનની રૂપરેખા સાથે આપવામાં આવેલું હોય છે. માત્ર જે માંગવામાં આવ્યું હોય એટલું જ કરવું એક ખાલી મકાનમાં રહેવાના જેવું છે. એમાં કોઈ લાક્ષણિકતા નથી. પરંતુ તમે તમારી પોતાની વૈયિક્તક ઢબ ઉમેરો તો, તમારું કામ વધારે રસપ્રદ બની શકે છે. બે વ્યક્તિઓ એક કામને સમાન રીતે “શણગારશે” નહિ. એક વેઇટર નિયમિત આવતા ઘરાકનો ઑર્ડર યાદ રાખી શકશે. બીજો ખાસ કરીને શિષ્ત અને સભ્યતા બતાવશે. બંને પોતાના કામનો આનંદ માણે છે કારણ કે તેઓ પોતે જે કરે છે તે મન લગાવીને કરે છે.
શીખવાનું ચાલુ રાખો
તમારા કામનો આનંદ માણવાની બીજી રીત છે શીખવું. તાણ દૂર કરવી (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે કે આપણે જેમ મોટા થઈએ છીએ તેમ, આપણું મગજ એની માહિતી યાદ રાખવાની ક્ષમતા વધારે છે. આ સમજાવે છે કે ભૂતકાળમાં ઉત્તેજીત કરનાર બાબત શા માટે આપણને હમણાં કંટાળાજનક લાગે છે. નવી માહિતી માટે નવી બાબતો શીખીને મગજની આકાંક્ષા સંતોષવું એ હલ છે.
તમારા કામ વિષે વધુ શીખવાના કારણે કદાચ તમને તમારું મન પસંદ કામ આપવામાં આવે. અને એવું ન થાય તો પણ, શીખવાની પ્રક્રિયા પોતે તમારા કામને વધારે રસપ્રદ અને સંતોષકારક બનાવશે. લેખક ચાલ્સ કેમિરોન અને સુઝાના ઈલુસોરે બતાવ્યું: “શીખવાની તમારી ક્ષમતાઓથી ફક્ત તમારો આત્મવિશ્વાસ જ વધતો નથી, પરંતુ એ જીવન માટેના સામાન્ય વલણને પણ અસર કરે છે: એ સમસ્યાઓ કઈ રીતે હલ થઈ શકે, મુશ્કેલીઓને આંબી શકે, ભયને ઘટાડી શકે, અને એ સર્વ બાબતો તમે વિચારો છો એના કરતાં વધારે શક્ય બને છે.”
‘પરંતુ,’ તમે પ્રતિકાર કરી શકો, ‘મેં મારા કામ વિષે બધું જ બહુ પહેલેથી શીખી લીધું છે!’ એ કિસ્સામાં, આડકતરી રીતે તમારા કામ સાથે જોડાયેલી બાબતો તમે શીખી શકો? દાખલા તરીકે, તમે ઉદ્યોગમાં માનવ સમસ્યાઓ ઊભી થવાના અથવા તમારા સાધનો વિષે વધારે શીખવાનું નક્કી કરી શકો. કદાચ તમે વધારે સરસ રીતે ઑફિસ મેમો લખી શકો અથવા કઈ રીતે વધારે સારી રીતે મિટીંગ ચલાવવી એ શીખી શકો. તમે સુપરવાઈઝર સાથે વધારે અસરકારક રીતે વ્યવહાર કરવાનું શીખી શકો.
આ બાબતો તમે કઈ રીતે શીખશો? કદાચ એ રીતે કે તમારી કંપની અભ્યાસક્રમ આપતી હોય કે જેનો તમે લાભ લઇ શકો. અથવા તમને જરૂર હોય એવાં પુસ્તકો પુસ્તકાલયમાં હોય શકે. પરંતુ ઓછી માહિતી મેળવી શકો એવા ઉદ્ભવ તરફ આંખ આડા કાન કરશો નહિ. લોકોને કામ કરતાં જોઈ અથવા તેઓની સ્વાભાવિકતા અને નબળાઈઓની નોંધ લેવાથી કંઈક શીખી શકાય. તમે તમારી ભૂલોમાંથી શીખી શકો, અને તમે જે સાચું કર્યું છે એનું પૃથ્થકરણા કરી, તમારી સફળતામાંથી પણ કંઈક શીખી શકો. તમે તમારા પોતાના અનુભવો કે બીજાઓનું અવલોકન કરીને જે શીખો છો, એ કદાચ તમે પુસ્તકોમાં કદી વાંચ્યું નહિ હોય કે વર્ગમાં કદી સાંભળ્યું નહિ હોય.
કેટલાક છેલ્લાં સૂચનો
તમે તમારા કામને બીજી રીતે વિચારણામાં લઈ શકો. તમે વિચારી શકો કે બીજાઓને જે કામ મળે છે એના માટે તમે વધારે લાયક છો, અને તમે ખરેખર એ કરવા ઇચ્છો છો અને તમને એ કામ કરવાની કદી પણ તક આપવામાં આવી નથી. તમારી સાથે સહમત હોય એવા કોઈની સાથે લાંબો સમય ચર્ચા કરી શકો, અને તમે ખાતરી કરી શકો કે એ સર્વ સાચું છે.
પરંતુ એ સાચું ન પણ હોય શકે. પોતાના કામનો આનંદ માણનારા ઘણા લોકો એમ કરવાનું શીખ્યા હોય છે. એક મકાનો રચનાર વ્યક્તિ બસ ચલાવવાનો પણ આનંદ માણી શકે. શા માટે? કારણ કે કામ માટેનો તેનો સર્જનાત્મક અભિગમ તેને આનંદ અને સંતોષ આપે છે.
તેથી નકારાત્મક વિચારોને તમારામાંથી દૂર કરો કે જે સપ્તાહઅંતથી ભિન્ન કામના દિવસોને નિરાશાજનક બનાવે છે. ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓની સમીક્ષા કરી, હવે પછી તમે જે કરશો તેમાં પણ નિષ્ફળતા મળશે એની કલ્પના કરી અને બીજાઓ તમારી માટે જે વિચારશે એ વિષે ચિંતા કરી સમય ન બગાડો. તમારી સમક્ષ રહેલા કામમાં ધ્યાન આપો. એને તમારું પૂરેપૂરું ધ્યાન આપો. તમે તમારા મનપસંદ કામમાં બની શકે એટલા તલ્લીન થવાનો પ્રયત્ન કરો. તોપણ તમારાથી બનતા સૌથી સારા પ્રયત્ન કરી, અને સારું કામ કર્યાનો આનંદ માણો.
તમારા કામની અવગણના ન કરો
બાઇબલ નીતિવચન ૨૭:૨૩, ૨૪માં કહે છે: “તારાં ઘેટાંબકરાંની હાલત જાણવાની ખંત રાખ, અને તારાં ઢોરઢાંકની બરાબર તપાસ રાખ; કેમકે દ્રવ્ય જાથુ ટકતું નથી; અને શું મુગટ વંશપરંપરા ટકે છે?” એનો શું અર્થ થાય છે?
એનો અર્થ કે ધનસંપત્તિ (દ્રવ્ય) અને આગળ પડતી પદવી (મુગટ) છે, એક વાર પ્રાપ્ત થાય તો, એ ઘણી વાર હંગામી પુરવાર થાય છે. એ કારણે, બાઇબલ સમયના ઘેટાંપાળકો ડહાપણ બતાવતા હતા, તેઓ પોતાના ઘેંટાની સંભાળ રાખવા ખંતપૂર્વકનો પ્રયત્ન કરતા હતા, અર્થાત્ ‘પોતાના ઢોરઢાંકની બરાબર તપાસ રાખતા હતા.’ સફળતા મળે છે તેમ ત્રણ કલમો બતાવે છે, પરિણામે કારીગર અને તેના કુટુંબ માટે ભૌતિક સલામતી હશે.—નીતિવચન ૨૭:૨૫-૨૭.
આજ વિશે શું? લોકો ઘણી વાર પોતાના હૃદય ધનસંપત્તિ, ઊંચી પદવી મેળવવા તરફ રાખે છે, જેથી તેઓ આશા રાખે છે કે તેઓ પોતાનું વર્તમાન કામ છોડી શકશે. કેટલાક પાસે પાકી યોજનાઓ હોય છે; બીજાઓ ફક્ત કલ્પના કરતા હોય છે. કિસ્સો ગમે તે હોય, પોતાના તાજેતરના કામને ઘિક્કારવું કે અવગણના કરવી બિનડહાપણભર્યું છે. એ તમારી આવકનું વધારે આધારિત સાધન છે અને કદાચ ભાવિ માટે પણ. એ એક વ્યક્તિ માટે વધારે ડહાપણની બાબત છે કે પોતાના મનને “ઢોરઢાંકની” પર લગાવે, અર્થાત્, પોતાના આધારિત રોજગાર પર વધારે ધ્યાન આપે. તેના એમ કરવાથી સંભવિત: એ વર્તમાન અને ભાવિની ભૌતિક સમલામતીમાં પરિણમે છે.