યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે’
એક સારી પત્ની પતિની શાખમાં વધારો કરે છે. લમૂએલ રાજાના દિવસોમાં, જેની પત્ની સારી હોય, એ પતિ ‘દેશની ભાગળમાં પ્રખ્યાત’ હતો. (નીતિ ૩૧:૨૩) આજે, સારી શાખ ધરાવતા ભાઈઓ વડીલ અને સહાયક સેવક તરીકે સેવા આપે છે. જો તેઓ પરણેલા હોય, તો તેઓની પત્નીના સારા વર્તન અને ટેકાથી તેઓ આ સેવા સારી રીતે કરી શકે છે. (૧તિ ૩:૪, ૧૧) આવી પત્નીઓની કદર ફક્ત તેઓના પતિઓ જ નહિ, મંડળ પણ કરે છે.
સારી પત્ની પતિને આ રીતે મદદ કરે છે:
પ્રેમાળ શબ્દોથી પતિને ઉત્તેજન આપે છે.—નીતિ ૩૧:૨૬
પતિને મંડળનું કામ કરવામાં ખુશીથી ટેકો આપે છે.—૧થે ૨:૭, ૮
સંતોષી જીવન જીવે છે.—૧તિ ૬:૮
મંડળની ખાનગી માહિતી પતિને પૂછતી નથી.—૧તિ ૨:૧૧, ૧૨; ૧પી ૪:૧૫