સ્ત્રીઓ અને તેઓના કાર્યની કદર કરવી
લમૂએલ નામના માણસે, ત્રણ હજાર વર્ષ અગાઉ કુશળ પત્નીનું ઉષ્માભર્યું વર્ણન લખ્યું. બાઇબલમાં એ નીતિવચનના ૩૧માં અધ્યાયમાં નોંધવામાં આવ્યું છે. જે સ્ત્રીના સદ્ગુણોની તેણે પ્રશંસા કરી, તે નિશ્ચે વ્યસ્ત હતી. તે પોતાના કુટુંબની દેખભાળ રાખતી, વેપારધંધો કરતી, જમીનનું ખરીદવેચાણ કરતી, પોતાના કુટુંબ માટે કપડાં બનાવતી, અને ખેતરમાં કામ કરતી હતી.
આ સ્ત્રીને ગૃહિત ગણી લેવામાં આવી ન હતી. ‘તેનાં છોકરાં તેને ધન્યવાદ દે છે.’ એવી પત્ની તો મહામૂલી છે. બાઇબલ કહે છે, “તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે.”—નીતિવચન ૩૧:૧૦-૨૮.
લમૂએલના સમયથી માંડીને, સ્ત્રીઓનું કાર્ય ઘણું અટપટું બની ગયું છે. મોટે ભાગે ૨૦મી-સદીની તેઓની ભૂમિકા તેઓ પત્ની, માતા, નર્સ, શિક્ષક, કમાણી કરનાર, અને ખેડૂત—સર્વ એક જ સાથે બનવાની માંગ કરે છે. અગણિત સ્ત્રીઓ પોતાનાં બાળકોને પૂરતું ખાવા મળે ફક્ત એ માટે જ વીરતાભર્યાં બલિદાનો અર્પે છે. શું આ સર્વ સ્ત્રીઓ પણ કદર અને પ્રશંસાને લાયક નથી?
કમાણી કરનાર સ્ત્રીઓ
આજે પહેલાં કરતાં વધુ સ્ત્રીઓને કુટુંબને ટેકો આપવા કે કુટુંબના એકમાત્ર કમાનાર તરીકે બહાર નોકરી કરવા જવું પડે છે. સ્ત્રીઓ અને જગતની આર્થિક કટોકટી (અંગ્રેજી) પુસ્તક એવા અહેવાલની નોંધ લે છે જે જણાવે છે: “સ્ત્રીઓએ કરવાનાં કાર્યોમાં ઘરના કામકાજ માત્ર નથી. તુલનાત્મક રીતે તમને દુનિયામાં ક્યાંય પણ થોડી જ સ્ત્રીઓ એવી જોવા મળશે જે ‘ફક્ત ગૃહિણી’ જ હોય.” અને સ્ત્રીઓનું કાર્ય જવલ્લે જ મોહક હોય છે. જોકે, સામયિકો અને ટેલિવિઝનમાં સ્ત્રીઓને કાર્યાલયોની વહીવટકર્તા તરીકે બતાવવામાં આવતી હોય છે છતાં, વાસ્તવિકતા સામાન્યપણે ઘણી જુદી જ હોય છે. દુનિયાની મોટા પ્રમાણની સ્ત્રીઓ બદલામાં નહિવત રોજી માટે કલાકો શ્રમ કરે છે.
કરોડો સ્ત્રીઓ ખેતીમાં પાક ઉગાવવા, કુટુંબની જમીનની દેખભાળ કરવા, અને ઢોરઢાંક સાચવવા મહેનત કરે છે. આ મજૂરી—સામાન્યપણે ઓછા વેતનવાળી કે મફત—અડધી દુનિયાને પોષે છે. “આફ્રિકામાં ૭૦ ટકા, એશિયામાં ૫૦-થી ૬૦ ટકા અને લૅટિન અમેરિકામાં ૩૦ ટકા અનાજ સ્ત્રીઓ ઉગાડે છે,” સ્ત્રીઓ અને પર્યાવરણ (અંગ્રેજી) પુસ્તક અહેવાલ આપે છે.
સ્ત્રીઓ વેતનવાળી નોકરી કરે છે ત્યારે, સામાન્યપણે તેઓ માણસ કામદાર કરતાં ઓછું કમાય છે. શા માટે? કારણ કે તેઓ સ્ત્રી છે. વધુને વધુ સામાન્ય બનતી જતી કુટુંબના એકમાત્ર કમાણી કરનારની ભૂમિકાવાળી માતા માટે આ ભેદભાવ ખાસ કરીને પીવો પડતો કડવો ઘૂંટ છે. સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલ મુજબ આફ્રિકા, કરેબિયન, અને લૅટિન અમેરિકાના સર્વ ઘરોમાંથી આશરે ૩૦થી ૫૦ ટકા મુખ્ય કમાનાર તરીકે સ્ત્રીઓ પર આધારિત છે. અને વધુ અવિકસિત દેશોમાં પણ, વધતી જતી સંખ્યામાં સ્ત્રીઓ મુખ્ય ભરણપોષણ કરનાર બની છે.
વિકાસ પામી રહેલા મોટા ભાગના જગતમાંની ગામડાની ગરીબીમાં આ વલણ ઝડપથી વધી રહ્યું છે. કોઈ પતિને પોતાના કુટુંબને પૂરું પાડવું સતત અઘરું બનતું હોય તો, તે કામની શોધમાં નજીકના શહેરમાં જવાનો કે બીજા દેશમાં જવાનો પણ નિર્ણય લઈ શકે. તે કુટુંબની દેખભાળ રાખવા પોતાની પત્નીને મૂકી જાય છે. સંજોગવશાત્ તેને નોકરી મળી જાય તો, તે ઘરે પૈસા મોકલે છે. પરંતુ તેના સારા ઇરાદા છતાં, એ મોટે ભાગે ચાલુ રહેતું નથી. તે પાછળ મૂકી ગયો હોય એ કુટુંબ વધુ ગરીબાઈ ભોગવે છે, અને હવે એનું હિત માતા પર આધારિત છે.
આ ક્રૂર ચક્ર, જેનું યોગ્યપણે જ “ગરીબીનું સ્ત્રીચિત્ર” તરીકે વર્ણન થયું, એ લાખો સ્ત્રીઓ પર ભારે બોજ નાંખે છે. સ્ત્રીઓ અને આરોગ્ય (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે: “જગતવ્યાપી સ્ત્રીના હાથ નીચેનાં આશરે કુલ એક-તૃત્યાંશ ઘરો, મોટે ભાગે પુરુષના હાથ નીચેનાં ઘરો કરતાં સંભવિત ગરીબ રહે છે, અને આવાં ઘરકુટુંબોની સંખ્યા વધતી જાય છે.” પરંતુ સ્ત્રીઓ સામનો કરે છે એવા પડકારમાં ફક્ત ખોરાક પૂરો પાડવાના મુશ્કેલ કામનો જ સમાવેશ થતો નથી.
માતા અને શિક્ષક
માતાએ પોતાનાં બાળકોના લાગણીમય હિતની પણ કાળજી રાખવાની હોય છે. તે બાળકોને પ્રેમ અને લાગણી વિષે શીખવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે—જે તેની શારીરિક જરૂરિયાતો પૂરી પાડવા જેટલું જ મહત્ત્વનું છે. સારી સમતુલાવાળી વ્યક્તિ બનવા માટે, વૃદ્ધિ પામતા બાળકને ઉષ્માભર્યા, સલામત વાતાવરણની જરૂર છે. ફરી એકવાર, માતાની ભૂમિકા અતિ મહત્ત્વની બને છે.
વૃદ્ધિ પામતું બાળક (અંગ્રેજી) પુસ્તકમાં, હેલન બી લખે છે: “પ્રેમાળ માબાપ બાળકની કાળજી લે છે, લાગણી વ્યક્ત કરે છે, વારંવાર અથવા હંમેશા બાળકની જરૂરિયાત પ્રથમ મૂકે છે, બાળકની પ્રવૃત્તિઓમાં ઉત્સાહ બતાવે છે, અને બાળકની લાગણીઓને લાગણીથી અને સહાનુભૂતિપૂર્વક પ્રત્યુત્તર આપે છે.” કાળજી ધરાવનારી માતા પાસેથી આવી ઉષ્મા મેળવનારાં બાળકોએ નિશ્ચે પોતાની માતાને કદર બતાવવી જોઈએ.—નીતિવચન ૨૩:૨૨.
ઘણી માતાઓ સ્તન-પાન દ્વારા, પોતાનાં બાળકને જન્મથી જ ઉષ્માભર્યું વાતાવરણ પૂરું પાડે છે. સવિશેષપણે ગરીબ કુટુંબમાં માતાનું પોતાનું દૂધ પોતાના બાળકને આપી શકે એ અમૂલ્ય ભેટ બને છે. (પાન ૧૦-૧૧ પરનું બોક્સ જુઓ.) રસપ્રદપણે, બાઇબલ આપણને જણાવે છે કે પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકીમાંના ખ્રિસ્તીઓ પ્રત્યેની પોતાની ઉષ્માભરી લાગણીને “ધાવ મા” સાથે સરખાવી, જે “પોતાનાં બાળકોનું જતન કરે છે.”—૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮.
માતા પોતાનાં બાળકોને ખવડાવવા અને લાગણી પૂરી પાડવા ઉપરાંત, મોટા ભાગે તેઓની મુખ્ય શિક્ષક હોય છે. “મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા,” બાઇબલ, માતા પોતાનાં બાળકોને શિક્ષણ આપવામાં જે મોટો ભાગ ભજવે છે એનો ઉલ્લેખ કરતા સલાહ આપે છે. (નીતિવચન ૧:૮) માતા કે દાદીમા જ મુખ્યત્વે હોય છે જે બાળકને ધીરજપૂર્વક બોલતા, ચાલતા, અને ઘરના કામકાજ કરતા તથા અગણિત બીજી બાબતો કરતા શીખવે છે.
અતિશય જરૂરી દયા
સ્ત્રીઓ પોતાનાં કુટુંબોને આપી શકે એવી એક સૌથી મોટી ભેટ દયા છે. કુટુંબનું કોઈ સભ્ય બીમાર થાય ત્યારે, માતા બીજી સર્વ જવાબદારીઓ ઉપરાંત નર્સની ભૂમિકા લે છે. “જગતમાં મોટે ભાગે આરોગ્ય સંભાળ હકીકતમાં સ્ત્રીઓ જ આપે છે,” સ્ત્રીઓ અને આરોગ્ય (અંગ્રેજી) સમજાવે છે.
માતાની દયા તેને ઓછું ખાવા પ્રેરી શકે જેથી તેનાં બાળકો ભૂખ્યાં ન રહે. સંશોધકોને જાણવા મળ્યું છે કે કેટલીક સ્ત્રીઓ ઓછું પોષણ મેળવતી હોવા છતાં પોતાનો આહાર પૂરતો છે એમ ધારે છે. તેઓ પોતાનાં પતિ અને બાળકોને મોટો હિસ્સો આપવા એટલી ટેવાયેલી હોય છે કે, તેઓ કામ કરી શકે ત્યાં સુધી તેઓને લાગે છે કે પોતે સારી રીતે પોષણ મેળવે છે.
કેટલીક વાર સ્ત્રીઓની દયા તેના સ્થાનિક વાતાવરણની ચિંતામાં દેખાય આવે છે. એ વાતાવરણની તે ચિંતા કરે છે, કેમ કે જ્યારે દુકાળથી, કે જગ્યા ઉજ્જડ બનવાથી, અને જંગલનો નાશ થવાથી દેશ જાણે ગરીબી અનુભવે છે ત્યારે, તેને પણ સહેવું પડે છે. ભારતના એક શહેરમાં, સ્ત્રીઓએ જાણ્યું કે લાકડાંની કંપની નજીકના જંગલમાંના આશરે ૨,૫૦૦ ઝાડ કાપી નાખવાના હતા, ત્યારે તેઓ ગુસ્સે ભરાઈ. સ્ત્રીઓને એ ઝાડ ખોરાક, બળતણ, અને ઘાસચારા માટે જરૂરી હતી. વૃક્ષછેદન કરનારા આવ્યા ત્યારે, સ્ત્રીઓ ત્યાં અગાઉથી પહોંચી ગઈ હતી, અને હાથમાં હાથ પરોવી બધા ઝાડ ફરતે રક્ષણાત્મક કૂંડાળું કરી ઊભી હતી. સ્ત્રીઓએ ઝાડ કાપનારાઓને કહ્યું, “તમારે ઝાડ કાપવા હોય તો અમારા માથા કાપવા પડશે.” જંગલ બચાવી લેવાયું.
“તેના હાથની પેદાશમાંથી તેને આપો”
સ્ત્રી ભલે કમાણી લાવનાર, માતા, શિક્ષક, કે દયાનું ઝરણું હોય, પણ તેના કાર્યની જેમ જ, તે પણ આદર અને સ્વીકૃતિને યોગ્ય છે. કુશળ પત્નીના સદ્ગુણોની પ્રશંસા કરનાર, શાણા માણસ લમૂએલે સ્ત્રીનું કાર્ય અને સલાહ બંને કિંમતી ગણ્યા. હકીકતમાં, બાઇબલ સમજાવે છે કે તેનો સંદેશ મોટે ભાગે તેની માતાએ આપેલી સૂચનાઓમાંથી આવ્યો. (નીતિવચન ૩૧:૧) લમૂએલને ખાતરી થઈ ચૂકી હતી કે સંનિષ્ઠ સ્ત્રી અને માતાને ગૃહિત માની લેવી ન જોઈએ. “તેના હાથની પેદાશમાંથી તેને આપો,” તેણે લખ્યું. “તેનાં કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ.”—નીતિવચન ૩૧:૩૧.
તેમ છતાં, લમૂએલે એ મંતવ્યો લખ્યાં ત્યારે, એઓ કંઈ માનવ વિચારોનું પ્રતિબિંબ માત્ર ન હતાં. એઓ બાઇબલમાં નોંધાયેલાં છે, જે દેવનો શબ્દ છે. “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે.” (૨ તીમોથી ૩:૧૬) દેવે એ લખાણ આપણા શિક્ષણાર્થે બાઇબલમાં પ્રેર્યાં હોવાથી, એ મંતવ્યો સ્ત્રીઓ માટે સર્વશક્તિમાન દેવની દૃષ્ટિ બતાવે છે.
ઉપરાંત, દેવનો પ્રેરિત શબ્દ બતાવે છે કે પતિઓએ પોતાની પત્નીઓને ‘માન આપવું’ જોઈએ. (૧ પીતર ૩:૭) અને એફેસી ૫:૩૩ પતિઓને જણાવે છે: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે.” સાચું, એફેસી ૫:૨૫ કહે છે: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” હા, ખ્રિસ્તે પોતાના અનુયાયીઓ પર એવો પ્રેમ વ્યક્ત કર્યો કે તે તેઓ માટે જીવ આપવા પણ ઇચ્છુક હતા. તેમણે પતિઓ માટે કેવો સુંદર, બિનસ્વાર્થી નમૂનો બેસાડ્યો! અને ઈસુએ જે ધોરણો શીખવ્યાં અને અમલમાં મૂક્યાં એ દેવનાં ધોરણોનું પ્રતિબિંબ પાડે છે, જે આપણા લાભાર્થે બાઇબલમાં લખાયાં છે.
તોપણ, આટલી બધી રીતોએ તેઓના સખત પરિશ્રમ છતાં, ઘણી સ્ત્રીઓને તેઓના કાર્ય માટે જવલ્લે જ આભાર મળે. તેઓ હમણાં પોતાનું જીવન કઈ રીતે સુધારી શકે? તેમ જ, શું કોઈ આશા છે ખરી કે તેઓ પ્રત્યેનું વલણ સુધરશે? સ્ત્રીઓ માટે શું ભાવિ રહેલું છે?
પશ્ચિમ જગતમાં ઘણી સ્ત્રીઓ કાર્યાલયોમાં નોકરી કરે છે
Godo-Foto
ઘણી સ્ત્રીઓને કંગાળ સ્થિતિમાં કામ કરવું પડે છે
માતા ઘરે શિક્ષકની ભૂમિકા ભજવે છે
સ્ત્રીઓ પોતાનું જીવન સુધારી શકે એવી ત્રણ રીતો
શિક્ષણ. જગતમાં આશરે ૬૦ કરોડ અભણ સ્ત્રીઓ છે—જેઓમાંથી મોટા ભાગને શાળાએ જવાની કદી પણ તક મળી નથી. તમે પોતે પણ થોડું જ ભણ્યા હો, પરંતુ એનો અર્થ એમ નથી થતો કે તમે પોતાને શિક્ષણ આપી ન શકો. એ સહેલું નથી, પરંતુ ઘણી સ્ત્રીઓ સફળ રહી છે. “પુખ્ત વયનાઓને ભણવામાં કુશળ બનાવવામાં ધાર્મિક કારણો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે,” સ્ત્રીઓ અને અક્ષરજ્ઞાન (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે. તમે પોતે બાઇબલ વાંચી શકો એ વાંચવાનું શીખવાનો સુંદર બદલો છે. પરંતુ બીજા પણ ઘણા લાભો છે.
શિક્ષિત માતાને વધુ આર્થિક તકો હોય છે એટલું જ નહિ, પરંતુ તે સારા આરોગ્ય વિષે પણ ઘણું જ શીખી શકે. ભારતનું કેરેલા રાજ્ય શિક્ષણના લાભો આશ્ચર્યકારક રીતે બતાવે છે. જોકે આવકને લાગેવળગે છે ત્યાં સુધી, એ પ્રદેશ સરેરાશની નીચે છે છતાં, એની ૮૭ ટકા સ્ત્રીઓ શિક્ષિત છે. રસપ્રદપણે, એ જ રાજ્યમાં, ભારતના બાકીના વિસ્તારો કરતાં બાળ મરણાંક પાંચગણો ઓછો છે; સરેરાશ, સ્ત્રીઓ ૧૫ વર્ષ લાંબુ જીવે છે; અને સર્વ છોકરીઓ શાળાએ જાય છે.
સ્વાભાવિકપણે જ, શિક્ષિત માતા પોતાનાં બાળકોમાં શીખવાની ક્ષમતાને ઉત્તેજન આપે છે—કંઈ નાનીસૂની વાત નથી. છોકરીઓનું શિક્ષણ ઉત્તમ તક આપે છે. કુટુંબની તંદુરસ્તી સુધારવા અને ખુદ સ્ત્રીઓનું જીવન સુધારવા એવી શક્તિ બીજા કશામાં જ રહેલી નથી, સંયુક્ત રાષ્ટ્રોનો બાળકોનો ફાળો (યુનિસેફ) પ્રકાશન, જગતનાં બાળકોની પરિસ્થિતિ ૧૯૯૧ (અંગ્રેજી) નોંધે છે. એમાં કંઈ જ શંકા નથી કે વાંચન અને લેખનની આવડત તમને વધુ સારી માતા અને પૂરું પાડનાર બનવા મદદ કરશે.*
આરોગ્ય. માતા તરીકે તમારે પોતાની સારસંભાળ લેવાની જરૂર છે, ખાસ કરીને જો તમે ગર્ભવતી હો કે સ્તનપાન કરાવતા હો. શું તમે તમારો આહાર સુધારી શકો? આફ્રિકા તેમ જ દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં લગભગ બે તૃત્યાંશ ગર્ભવતી સ્ત્રીઓ તબીબીપણે એનિમિક છે. તમને અશક્તિ આવી જવા ઉપરાંત, એનિમિક હોવાથી બાળજન્મ વખતનાં જોખમો વધે છે અને મલેરિયા થવાની શક્યતા વધી જાય છે. જોકે માંસ અથવા માછલી ઓછી અને મોંઘા પણ હોય શકે, છતાં ઈંડા તથા વધુ લોહ-તત્ત્વ ધરાવતાં ફળો અને શાકભાજી પ્રાપ્ય હોય શકે. અંધશ્રદ્ધાને કારણે તમે પૌષ્ટિક ખોરાક ખાવાનું બંધ ન કરો, અને સ્થાનિક રિવાજોને કારણે કુટુંબના ખોરાકમાંથી તમારો ભાગ જતો ન કરો.*
સ્તન-પાન કરાવવું તમારા પોતાના માટે તેમ જ બાળક માટે પણ સારું છે. સ્તનનું દૂધ અન્ય બાબતો કરતાં સસ્તુ, વધુ સ્વચ્છ, અને પૌષ્ટિક હોય છે. યુનિસેફ ગણતરી કરે છે કે બાળકનાં જીવનના પ્રથમ ચારથી છ મહિના માતાએ તેઓને સ્તન-પાન કરાવ્યું હોત તો, દર વર્ષે થતાં લાખો બાળમરણો ટાળી શકાયાં હોત. અલબત્ત, માતાને કોઈ ચેપી રોગ છે જે સ્તનપાનથી પસાર કરી શકે, એવી જાણ હોય તો, અન્ય કોઈ ખોરાક આપવાની સલામત રીત અપનાવવી જોઈએ.
તમે તમારા ઘરમાં ચૂલા પર રાંધતા હો તો ખાતરી કરી લો કે હવાની અવરજવર થવાની પૂરતી જગ્યા હોય. “ધુમાડો અને ઝેરી રાંધણ ગેસ આજે સંભવિત ધ્યાનમાં આવેલું સૌથી ગંભીર આરોગ્ય જોખમ છે,” સ્ત્રીઓ અને આરોગ્ય (અંગ્રેજી) પુસ્તક ચેતવણી આપે છે.
ગમે એવાં દબાણો છતાં, ધૂમ્રપાન ન કરો. અવિકસિત દેશોમાં પ્રસરતી સિગારેટની જાહેરાતો સ્ત્રીઓને નિશાન બનાવે છે, જે તેઓને એમ મનાવવાની કોશિશ કરે છે કે ધૂમ્રપાન કરવું સામાન્ય છે. જેમાં સચ્ચાઈનો અંશ માત્ર નથી. ધૂમ્રપાન તમારા બાળકને હાનિ કરે છે અને તમને મારી નાખી પણ શકે. એવી ગણતરી કરવામાં આવે છે કે સર્વ ધૂમ્રપાન કરનારાઓનો ચોથો ભાગ તમાકુ પીવાના પોતાના વ્યસનથી માર્યા જાય છે. વધુમાં, નિષ્ણાતો ચેતવે છે કે પ્રથમ-વાર જ સિગારેટ પીનારાઓ તમાકુના બંધાણી થઈ બેસે એવી ઘણી જ શક્યતા છે.
સ્વચ્છતા. સ્વચ્છતામાં તમારું ઉદાહરણ અને સલાહ તમારા કુટુંબના આરોગ્ય માટે અતિ મહત્ત્વના છે. જીવનની હકીકતો (અંગ્રેજી) પ્રકાશન સારી સ્વચ્છતાના મૂળભૂત પગલાં નીચે મુજબ આપે છે:
• મળમૂત્ર સાથે કોઈ પણ પ્રકારના સંપર્ક પછી અને ખોરાકને અડક્યા પહેલાં તમારા હાથ સાબુ અને પાણીથી ધુઓ. તમારાં બાળકો જમતા પહેલાં તેઓના હાથ ધુએ એની ખાતરી કરી લો.
• જાજરૂનો ઉપયોગ કરો, અને એને ચોખ્ખું તથા બંધ રાખો. એ શક્ય ન હોય તો, તમારા ઘરથી બને એટલે દૂર જાઓ, અને તરત જ મળમૂત્ર દાટી દો.—સરખાવો પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩.
• તમારા ઘરકુટુંબ માટે ચોખ્ખું પાણી વાપરવાનો પ્રયત્ન કરો. એમ કરવા કૂવા ઢાંકેલા રાખો અને પાણી લાવવા ચોખ્ખાં વાસણોનો ઉપયોગ કરો.
• તમને સલામત પીવાનું પાણી પ્રાપ્ય ન હોય તો, પાણી ઉકાળો, અને પછી ઠંડું કરીને પીઓ. જોકે ઉકાળ્યા વગરનું પાણી ચોખ્ખું લાગી શકે, તોપણ એ દૂષિત હોય શકે.
• યાદ રાખો કે રાંધ્યા વિનાનો ખોરાક શક્યપણે ચેપ ફેલાવી શકે. જે ખોરાક કાચો ખાઈ શકાય છે એ ખાધા પહેલાં ધોવો જોઈએ, અને પછી શક્ય એટલી જલદીથી ખાય લેવો જોઈએ. બીજો ખોરાક બરાબર રાંધવો જોઈએ, ખાસ કરીને માંસ અને મરઘાં.
• ખોરાક ચોખ્ખો અને ઢાંકેલો રાખો જેથી જીવજંતુઓ કે પ્રાણીઓ એને બગાડે નહિ.
• કચરો બાળીને દાટી દો.*
* યહોવાહના સાક્ષીઓ પોતાના બાઇબલ શિક્ષણના વિસ્તૃત કાર્યક્રમના ભાગ તરીકે વિના મૂલ્યે ભણાવવાના વર્ગો ચલાવે છે.
* કેટલાક દેશોમાં, એવી અંધશ્રદ્ધા પ્રચલિત હોય છે કે સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન માછલી, ઈંડા, કે મરઘી ન ખાવા, નહિ તો ન જન્મેલા બાળકને હાનિ થશે. કેટલીક વાર રિવાજ એવો હોય છે કે સ્ત્રીએ માણસો અને છોકરા જમી લે પછી, વધેલું ઘટેલું ખાવું.
* વધુ માહિતી માટે સજાગ બનોના એપ્રિલ ૮, ૧૯૯૫ના અંકમાં પાન ૬-૧૧ જુઓ.
સ્ત્રીઓ પોતાનું જીવન સુધારી શકે એવી ત્રણ રીતો
શિક્ષણ. જગતમાં આશરે ૬૦ કરોડ અભણ સ્ત્રીઓ છે—જેઓમાંથી મોટા ભાગને શાળાએ જવાની કદી પણ તક મળી નથી. તમે પોતે પણ થોડું જ ભણ્યા હો, પરંતુ એનો અર્થ એમ નથી થતો કે તમે પોતાને શિક્ષણ આપી ન શકો. એ સહેલું નથી, પરંતુ ઘણી સ્ત્રીઓ સફળ રહી છે. “પુખ્ત વયનાઓને ભણવામાં કુશળ બનાવવામાં ધાર્મિક કારણો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે,” સ્ત્રીઓ અને અક્ષરજ્ઞાન (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે. તમે પોતે બાઇબલ વાંચી શકો એ વાંચવાનું શીખવાનો સુંદર બદલો છે. પરંતુ બીજા પણ ઘણા લાભો છે.
શિક્ષિત માતાને વધુ આર્થિક તકો હોય છે એટલું જ નહિ, પરંતુ તે સારા આરોગ્ય વિષે પણ ઘણું જ શીખી શકે. ભારતનું કેરેલા રાજ્ય શિક્ષણના લાભો આશ્ચર્યકારક રીતે બતાવે છે. જોકે આવકને લાગેવળગે છે ત્યાં સુધી, એ પ્રદેશ સરેરાશની નીચે છે છતાં, એની ૮૭ ટકા સ્ત્રીઓ શિક્ષિત છે. રસપ્રદપણે, એ જ રાજ્યમાં, ભારતના બાકીના વિસ્તારો કરતાં બાળ મરણાંક પાંચગણો ઓછો છે; સરેરાશ, સ્ત્રીઓ ૧૫ વર્ષ લાંબુ જીવે છે; અને સર્વ છોકરીઓ શાળાએ જાય છે.
સ્વાભાવિકપણે જ, શિક્ષિત માતા પોતાનાં બાળકોમાં શીખવાની ક્ષમતાને ઉત્તેજન આપે છે—કંઈ નાનીસૂની વાત નથી. છોકરીઓનું શિક્ષણ ઉત્તમ તક આપે છે. કુટુંબની તંદુરસ્તી સુધારવા અને ખુદ સ્ત્રીઓનું જીવન સુધારવા એવી શક્તિ બીજા કશામાં જ રહેલી નથી, સંયુક્ત રાષ્ટ્રોનો બાળકોનો ફાળો (યુનિસેફ) પ્રકાશન, જગતનાં બાળકોની પરિસ્થિતિ ૧૯૯૧ (અંગ્રેજી) નોંધે છે. એમાં કંઈ જ શંકા નથી કે વાંચન અને લેખનની આવડત તમને વધુ સારી માતા અને પૂરું પાડનાર બનવા મદદ કરશે.a
a યહોવાહના સાક્ષીઓ પોતાના બાઇબલ શિક્ષણના વિસ્તૃત કાર્યક્રમના ભાગ તરીકે વિના મૂલ્યે ભણાવવાના વર્ગો ચલાવે છે.
આરોગ્ય. માતા તરીકે તમારે પોતાની સારસંભાળ લેવાની જરૂર છે, ખાસ કરીને જો તમે ગર્ભવતી હો કે સ્તનપાન કરાવતા હો. શું તમે તમારો આહાર સુધારી શકો? આફ્રિકા તેમ જ દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં લગભગ બે તૃત્યાંશ ગર્ભવતી સ્ત્રીઓ તબીબીપણે એનિમિક છે. તમને અશક્તિ આવી જવા ઉપરાંત, એનિમિક હોવાથી બાળજન્મ વખતનાં જોખમો વધે છે અને મલેરિયા થવાની શક્યતા વધી જાય છે. જોકે માંસ અથવા માછલી ઓછી અને મોંઘા પણ હોય શકે, છતાં ઈંડા તથા વધુ લોહ-તત્ત્વ ધરાવતાં ફળો અને શાકભાજી પ્રાપ્ય હોય શકે. અંધશ્રદ્ધાને કારણે તમે પૌષ્ટિક ખોરાક ખાવાનું બંધ ન કરો, અને સ્થાનિક રિવાજોને કારણે કુટુંબના ખોરાકમાંથી તમારો ભાગ જતો ન કરો.b
b કેટલાક દેશોમાં, એવી અંધશ્રદ્ધા પ્રચલિત હોય છે કે સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન માછલી, ઈંડા, કે મરઘી ન ખાવા, નહિ તો ન જન્મેલા બાળકને હાનિ થશે. કેટલીક વાર રિવાજ એવો હોય છે કે સ્ત્રીએ માણસો અને છોકરા જમી લે પછી, વધેલું ઘટેલું ખાવું.
સ્તન-પાન કરાવવું તમારા પોતાના માટે તેમ જ બાળક માટે પણ સારું છે. સ્તનનું દૂધ અન્ય બાબતો કરતાં સસ્તુ, વધુ સ્વચ્છ, અને પૌષ્ટિક હોય છે. યુનિસેફ ગણતરી કરે છે કે બાળકનાં જીવનના પ્રથમ ચારથી છ મહિના માતાએ તેઓને સ્તન-પાન કરાવ્યું હોત તો, દર વર્ષે થતાં લાખો બાળમરણો ટાળી શકાયાં હોત. અલબત્ત, માતાને કોઈ ચેપી રોગ છે જે સ્તનપાનથી પસાર કરી શકે, એવી જાણ હોય તો, અન્ય કોઈ ખોરાક આપવાની સલામત રીત અપનાવવી જોઈએ.
તમે તમારા ઘરમાં ચૂલા પર રાંધતા હો તો ખાતરી કરી લો કે હવાની અવરજવર થવાની પૂરતી જગ્યા હોય. “ધુમાડો અને ઝેરી રાંધણ ગેસ આજે સંભવિત ધ્યાનમાં આવેલું સૌથી ગંભીર આરોગ્ય જોખમ છે,” સ્ત્રીઓ અને આરોગ્ય (અંગ્રેજી) પુસ્તક ચેતવણી આપે છે.
ગમે એવાં દબાણો છતાં, ધૂમ્રપાન ન કરો. અવિકસિત દેશોમાં પ્રસરતી સિગારેટની જાહેરાતો સ્ત્રીઓને નિશાન બનાવે છે, જે તેઓને એમ મનાવવાની કોશિશ કરે છે કે ધૂમ્રપાન કરવું સામાન્ય છે. જેમાં સચ્ચાઈનો અંશ માત્ર નથી. ધૂમ્રપાન તમારા બાળકને હાનિ કરે છે અને તમને મારી નાખી પણ શકે. એવી ગણતરી કરવામાં આવે છે કે સર્વ ધૂમ્રપાન કરનારાઓનો ચોથો ભાગ તમાકુ પીવાના પોતાના વ્યસનથી માર્યા જાય છે. વધુમાં, નિષ્ણાતો ચેતવે છે કે પ્રથમ-વાર જ સિગારેટ પીનારાઓ તમાકુના બંધાણી થઈ બેસે એવી ઘણી જ શક્યતા છે.
સ્વચ્છતા. સ્વચ્છતામાં તમારું ઉદાહરણ અને સલાહ તમારા કુટુંબના આરોગ્ય માટે અતિ મહત્ત્વના છે. જીવનની હકીકતો (અંગ્રેજી) પ્રકાશન સારી સ્વચ્છતાના મૂળભૂત પગલાં નીચે મુજબ આપે છે:
• મળમૂત્ર સાથે કોઈ પણ પ્રકારના સંપર્ક પછી અને ખોરાકને અડક્યા પહેલાં તમારા હાથ સાબુ અને પાણીથી ધુઓ. તમારાં બાળકો જમતા પહેલાં તેઓના હાથ ધુએ એની ખાતરી કરી લો.
• જાજરૂનો ઉપયોગ કરો, અને એને ચોખ્ખું તથા બંધ રાખો. એ શક્ય ન હોય તો, તમારા ઘરથી બને એટલે દૂર જાઓ, અને તરત જ મળમૂત્ર દાટી દો.—સરખાવો પુનર્નિયમ ૨૩:૧૨, ૧૩.
• તમારા ઘરકુટુંબ માટે ચોખ્ખું પાણી વાપરવાનો પ્રયત્ન કરો. એમ કરવા કૂવા ઢાંકેલા રાખો અને પાણી લાવવા ચોખ્ખાં વાસણોનો ઉપયોગ કરો.
• તમને સલામત પીવાનું પાણી પ્રાપ્ય ન હોય તો, પાણી ઉકાળો, અને પછી ઠંડું કરીને પીઓ. જોકે ઉકાળ્યા વગરનું પાણી ચોખ્ખું લાગી શકે, તોપણ એ દૂષિત હોય શકે.
• યાદ રાખો કે રાંધ્યા વિનાનો ખોરાક શક્યપણે ચેપ ફેલાવી શકે. જે ખોરાક કાચો ખાઈ શકાય છે એ ખાધા પહેલાં ધોવો જોઈએ, અને પછી શક્ય એટલી જલદીથી ખાય લેવો જોઈએ. બીજો ખોરાક બરાબર રાંધવો જોઈએ, ખાસ કરીને માંસ અને મરઘાં.
• ખોરાક ચોખ્ખો અને ઢાંકેલો રાખો જેથી જીવજંતુઓ કે પ્રાણીઓ એને બગાડે નહિ.
• કચરો બાળીને દાટી દો.c
c વધુ માહિતી માટે સજાગ બનોના એપ્રિલ ૮, ૧૯૯૫ના અંકમાં પાન ૬-૧૧ જુઓ.