યુવાન લોકો પૂછે છે . . .
શા માટે મારો ગાઢ મિત્ર દૂર રહેવા જતો રહ્યો?
‘તમે એવા લાગો છો જાણે કે તમે તમારો ગાઢ મિત્ર ગુમાવ્યો હોય.’ કોઈ વ્યક્તિ જરાક નિરાશ કે ઉત્સાહભંગ લાગે ત્યારે લોકો એમ કહેતા હોય છે. પરંતુ તમે ખરેખર તમારો ગાઢ મિત્ર ગુમાવ્યો હોય ત્યારે, એ કહેવત એક નવો અર્થ ધારણ કરે છે.
છેવટે તો, સાચી મૈત્રી કંઈક વિશિષ્ટ તથા મૂલ્યવાન હોય છે. બાઇબલ કહે છે: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” (નીતિવચન ૧૭:૧૭) સારા મિત્રો આપણને સોબત અને ટેકો આપે છે. તેઓ આપણને લાગણીમય અને આત્મિક રીતે વધવામાં મદદ કરે છે. કામચલાઉ મિત્રો અથવા ઓળખાણ વિપુલ હોય શકે છે ત્યારે, સાચો ભરોસો રાખી શકાય કે છાની વાત કરી શકાય એવી વ્યક્તિઓ સામાન્યપણે જૂજ હોય છે.
તેથી તમારો ગાઢ મિત્ર દૂર રહેવા ગયો હોય તો, એ સમજી શકાય એમ છે કે તમને પાયમાલ કરી નાખનારું લાગી શકે. બ્રાયન નામના યુવકે યાદ કર્યું કે તેનો મિત્ર દૂર રહેવા ગયો ત્યારે, તેને કેવું લાગ્યું હતું. “હું ભયભીત, એકલવાયો, અને માનસિક વ્યથામાં હતો,” તેણે કહ્યું. કદાચ તમને પણ એવું લાગી શકે.
વાસ્તવિકતાનો સામનો કરવો
શા માટે તમારો મિત્ર દૂર રહેવા ગયો એના કારણો પર પ્રતિબિંબ પાડવાથી મદદ મળી શકે. નિશ્ચે, તમારી મૈત્રી માટેની કદરના અભાવને કારણે નહિ. ઘર બદલવું આધુનિક જીવનનો એક સ્થાપિત ભાગ બની ગયો છે. દર વર્ષે એકલા યુનાઈટેડ સ્ટેટ્સમાં જ, ૩.૬ કરોડથી વધારે લોકો ઘર બદલતા હોય છે! યુ.એસ. બ્યુરો ઑફ સેન્સસ અનુસાર, સરેરાશ અમેરિકન પોતાના જીવનમાં ૧૨ વખત ઘર બદલશે.
શા માટે આટલી બધી બદલી? કારણો જુદાં જુદાં હોય છે. ઘણાં કુટુંબો સારી નોકરી અને ઘર મેળવવા માટે દૂર રહેવા જતાં હોય છે. વિકસી રહેલા દેશોમાં, યુદ્ધ અને ગરીબીએ લાખો કુટુંબોને દૂર રહેવા જવા માટે દબાણ કર્યું છે. યુવાનો પુખ્ત વયના બને છે ત્યારે, ઘણા ઘર બદલવાનું તથા અલગ રહેવાનું પસંદ કરે છે. કેટલાક લગ્ન કરવા માટે ઘર છોડે છે. (ઉત્પત્તિ ૨:૨૪) તોપણ બીજાઓ આત્મિક હિતો આગળ ધપાવવા માટે દૂર રહેવા જઈ શકે. (માત્થી ૧૯:૨૯) યહોવાહના સાક્ષીઓ મધ્યે, ઘણાઓ પરિચિત વિસ્તારોની સુખસગવડ છોડીને એવા વિસ્તારોમાં—કદાચ પરદેશમાં પણ—સેવા કરવા જાય છે જ્યાં ખ્રિસ્તી સેવકોની વધારે જરૂર છે. કેટલાક પોતાના દેશમાંની બેથેલમાં સેવા કરવા સ્થળાંતર કરે છે, યહોવાહના સાક્ષીઓના કાર્ય પર દેખરેખ રાખતી સવલતોને બેથેલ કહેવામાં આવે છે, ખાતે સેવા આપવા ફેરબદલી કરે છે. હા, આપણે આપણા મિત્રોને પ્રેમ કરતા હોઈએ છતાં, આપણે એને જીવનની એક હકીકત તરીકે જોવી જ જોઈએ કે જેમ સમય વીતે છે તેમ, શક્ય છે કે તેઓ પણ ઘર બદલશે.
તમારા મિત્રને ઘર બદલવાનું કોઈ પણ કારણ હોય, તમને લાગી શકે કે કઈ રીતે તમે એ ખોટ આંબી શકશો. પરંતુ થોડુંક એકલવાયાપણું લાગે કે થોડોક સમય ઉત્સાહભંગ લાગે એ કુદરતી છે છતાં, તમે કદાચ સમજશો કે ખેદિત થવાથી બાબતો જરા પણ સુધરશે નહિ. (નીતિવચન ૧૮:૧) તેથી ચાલો આપણે એવી કેટલીક બાબતો જોઈએ જે મદદ કરી શકે.
સંપર્ક ચાલુ રાખો
“એ સમજો કે તમારી મૈત્રી પૂરી થઈ ગઈ નથી,” યુવાન બ્રાયને સલાહ આપી. હા, તમારા ગાઢ મિત્રે ઘર બદલ્યું એનાથી નિશ્ચે તમારો સંબંધ બદલાશે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી મૈત્રી બંધ થવી જોઈએ. તરુણોના સલાહકાર ડૉ. રોઝમરી વાઈટે કહ્યું: “જીવનમાં કોઈ પણ સમયે ખોટ અનુભવવી ઘણી જ મુશ્કેલ છે, પરંતુ એને હાથ ધરવાની એક રીત એ છે કે ફક્ત એને એક બદલાણ ગણો, અને બારણાનું બંધ થવું ન ગણો.”
મૈત્રીનું બારણું ખુલ્લું રાખવા માટે તમે શું કરી શકો? દાઊદ અને યોનાથાનનો બાઇબલ અહેવાલ વિચારો. ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં, તેઓ સૌથી ગાઢ મિત્રો હતા. સંજોગોને કારણે દાઊદે નાસવું પડ્યું ત્યારે, તેઓ બોલ્યાચાલ્યા વગર જુદા ન પડી ગયા. એથી વિરુદ્ધ, તેઓએ મિત્રો બની રહેવા માટે કરાર કરીને, અથવા કબૂલાત કરીને, પોતાની અમર મૈત્રીનું સમર્થન કર્યું.—૧ શમૂએલ ૨૦:૪૨.
એ જ રીતે, તમે તમારો મિત્ર કે સખી જાય એ પહેલાં તેની સાથે વાતચીત કરી શકો. તમારા મિત્રને જાણવા દો કે તમે મૈત્રીને કેટલી મૂલ્યવાન ગણો છો અને સંચાર ચાલુ રાખવા તમે કેટલા બધા ઇચ્છુક છો. પેટ્ટી અને મલેન, ગાઢ સખીઓ છે જેઓ હવે ૫૦૦૦ માઈલ જેટલી જમીન અને સમુદ્રથી જુદી પડી ગઈ છે, તેઓએ પણ એમ જ કર્યું. “અમે સંપર્ક રાખવાની યોજના ઘડી,” પેટ્ટીએ સમજાવ્યું. જોકે, તમે કોઈ નિશ્ચિત ગોઠવણ ન કરો તો, એવી યોજનાઓ પડી ભાંગી શકે.—સરખાવો આમોસ ૩:૩.
બાઇબલ આપણને કહે છે કે પ્રેષિત યોહાન તેના મિત્ર ગાયસને ન મળી શક્યો ત્યારે, તેણે ‘શાહી તથા કલમથી લખીને’ સંપર્ક ચાલુ રાખ્યો. (૩ યોહાન ૧૩) તમે પણ એકબીજાને કદાચ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, નિયમિતપણે કાગળ કે કાર્ડ મોકલવા સહમત થઈ શકો. અને તમારા માબાપને દૂર-અંતરના ફોન બીલ માટે વાંધો ન હોય તો, પ્રસંગોપાત એકબીજાને ફોન કરી શકો અને તમારાં જીવનની નવાજૂનીની આપલે કરી શકો. અથવા તમે એકબીજાને સંદેશા મોકલવા સહમત થઈ શકો જે કૅસેટ પર કે વિડિયો ટેપમાં રેકોર્ડ કરેલો હોય. ભાવિમાં, સપ્તાહઅંતની મુલાકાત કે ભેગા મળી રજાઓ ગાળવા ગોઠવણ કરવી પણ શક્ય હોય શકે. એમ મૈત્રી વધતી રહેવાની ચાલુ રહી શકે.
ખાલી જગ્યા પૂરવી
જો કે, ગાઢ મિત્રનું જવું તમારા જીવનમાં ખાલીપણું લાવશે. પરિણામે, તમને લાગી શકે કે તમારી પાસે વધુ સમય પ્રાપ્ય છે. વારુ, એ સમયનો બગાડ ન કરશો. (એફેસી ૫:૧૬) એને કંઈક ફળદાયક કરવામાં વાપરો—કદાચ તમે સંગીતનું સાધન વગાડવાનું શીખી શકો, નવી ભાષા શીખી શકો, કે નવો શોખ કેળવી શકો. જરૂરિયાતવાળાઓ માટે આંટાફેરા કરવા પણ સમયનો બીજો ફળદાયક ઉપયોગ છે. તમે યહોવાહના એક સાક્ષીઓ હો તો, તમે જાહેર પ્રચાર પ્રવૃત્તિમાં તમારો હિસ્સો વધારી શકો. (માત્થી ૨૪:૧૪) અથવા તમે બાઇબલ અભ્યાસની એક રસપ્રદ યોજના શરૂ કરી શકો.
વધુમાં, પ્રેષિત પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને “પ્રફુલ્લિત હૃદયવાળા” [“ખુલ્લા મનના થવા” NW] થવા સલાહ આપી—એટલે કે, તેઓના મિત્ર વર્તુળમાં બીજાઓનો સમાવેશ કરવો. (૨ કોરીંથી ૬:૧૩,) કદાચ તમે ફક્ત એક જ મિત્ર સાથે એટલો બધો સમય પસાર કર્યો હોય કે તમે બીજી શક્ય મૈત્રીને અવગણી હોય. યહોવાહના સાક્ષીઓ મધ્યેના યુવાનોને લાગે છે કે તેઓના સ્થાનિક મંડળોમાં નવી મૈત્રી શરૂ કરવાની તકો અઢળક હોય છે. તેથી મંડળની સભાઓમાં વહેલા જવાનું અને પછીથી થોડા વધારે રોકાવાનો પ્રયત્ન કરો. એ તમને લોકોને વધારે સારી રીતે ઓળખવાનો સમય આપશે. ખ્રિસ્તી મહાસંમેલનો અને નાના સામાજિક મેળાવડા નવા મિત્રો બનાવવાની બીજી તકો પૂરી પાડે છે.
જો કે, ચેતવણીનો શબ્દ યોગ્ય છે: તમે નવા મિત્રો બનાવવાની એટલી ઉતાવળ ન કરો જેથી તમે તમારા આત્મિક ધ્યેયો અને મૂલ્યોના સહભાગી ન થતા યુવાનો સાથે ઘનિષ્ટપણે ભળવાનું શરૂ કરી દો. એવાઓ તમને પ્રતિકૂળ અસર કરી શકે અને ભલાઈ કરતાં વધારે હાનિ કરી શકે. (નીતિવચન ૧૩:૨૦; ૧ કોરીંથી ૧૫:૩૩) ફક્ત આત્મિક મનવાળા યુવાનો સાથે હળોમળો જેઓની સારી વર્તણૂક માટેની પ્રતિષ્ઠા હોય.
તમને એવું કોઈ મળે ત્યારે, ભેગા મળી કંઈ કરવા માટે યોજવા ઘડીને મૈત્રી કેળવો. સાથે ભોજન કરો. સંગ્રહાલયની મુલાકાત લો. ચાલવા જાવ. ખ્રિસ્તી સેવાકાર્યમાં ભેગા મળી દિવસ વિતાવવાની ગોઠવણ કરો, દેવના રાજ્યના સુસમાચાર કહેવા માટે લોકો પાસે જાવ. સમય અને પ્રયત્નથી નવી મૈત્રી વિકસી શકે. ખ્રિસ્તી પ્રેમ વિસ્તરી શકતો હોવાને કારણે—“પ્રફુલ્લિત હૃદયવાળા થાઓ”નો અર્થ બીજાનો સમાવેશ કરવો થાય છે—તમે નવા મિત્રો બનાવો ત્યારે, તમે તમારા દૂર ગયેલા મિત્રને બેવફા બન્યા છો એવું અનુભવવું જરૂરી નથી.
તમે તમને સૌથી વધુ ચાહનારા—તમારા માબાપ—સાથે વધુ ઘનિષ્ટ થવાની તક પણ ઝડપી શકો છો. તમને શરૂઆતમાં તેઓની સોબત માણવી કઢંગી લાગી શકે છતાં, તેઓ મોટી મદદ બની શકે. જોશ નામના યુવકે કહ્યું: “તેઓ સાથે સમય પસાર કરવા મારે પોતાને મનાવવો જ પડ્યો, કેમ કે હું એક સમયે મારા મમ્મી કે પપ્પા સાથે ઘનિષ્ટ ન હતો. પરંતુ હવે તેઓ મારા સૌથી ઘનિષ્ટ મિત્રો છે!”
એ પણ યાદ રાખો, કે હજુ તમારી પાસે આકાશમાં એક મિત્ર છે. તેર વર્ષનો ડેન કહે છે તેમ, “ખરેખર તમે એકલા નથી કેમ કે તમારી પાસે હજુ યહોવાહ છે.” આપણા આકાશી પિતા આપણને પ્રાર્થના મારફતે હંમેશા પ્રાપ્ય છે. તમે તેમનામાં ભરોસો મૂકો તો, તે તમને આ મુશ્કેલ સ્થિતિમાં સામનો કરવા મદદ કરી શકે.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
હકારાત્મક દૃષ્ટિબિંદુ રાખો
શાણા રાજા સુલેમાને આ સલાહ આપી: “આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ.” (સભાશિક્ષક ૭:૧૦) બીજા શબ્દોમાં, ભૂતકાળ પર ન રાચો; વર્તમાનનો એની બધી તકો સાથે લાભ લો. બીલે, જે હવે ૨૦ના દાયકાની શરૂઆતમાં છે, પોતાનો ગાઢ મિત્ર ગુમાવ્યો ત્યારે, એમ જ કર્યું. તેણે યાદ કર્યું: “થોડા વખત પછી મેં નવા મિત્રો બનાવવાનું શરૂ કર્યું અને પહેલાની જેમ ભૂતકાળ પર રાચ્યો નહિ. મેં ભાવિ માટે તૈયારી કરવાનો અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કર્યો.”
એ સૂચનો મદદ કરી શકે, તોપણ એ દુઃખદ છે કે તમારો ગાઢ મિત્ર દૂર રહેવા જતો રહે. તમે ભેગા મળી માણ્યા હતા એ સારા સમયોની યાદગીરી તમને દુઃખી ન કરે એને ઘણો સમય લાગી શકે. યાદ રાખો, બદલાણ એ જીવનનો એક ભાગ છે અને એ તમને પરિપક્વ થવાની અને વધવાની તક આપે છે. વિશિષ્ટ મિત્રને સંપૂર્ણપણે બદલી શકવો શક્ય ન લાગતું હોય ત્યારે, તમે ‘યહોવાહને તેમ જ માણસોને ગમો’ એવા ગુણો વિકસાવી શકો. (૧ શમૂએલ ૨:૨૬) તમે એમ કરો ત્યારે, તમારી પાસે હંમેશા કોઈક હશે જેને તમે મિત્ર કહી શકો!
[Caption on page ૨૧]
તમારા ગાઢ મિત્રને આવ-જો કહેવું એક પીડાકારક અનુભવ છે