યુવાન લોકો પૂછે છે . . .
શા માટે બીજા યુવાનો બધી મઝા માણે છે?
“અમારે તો ફક્ત મઝા જ માણવી છે, પરંતુ એ ખુબ જ અઘરું છે,” ૧૫ વર્ષના જેસને ફરિયાદ કરી.
મઝા માણવાની ઇચ્છા હોવી એ ફક્ત કુદરતી છે—ખાસ કરીને તમે યુવાન હો ત્યારે! મોટા ભાગના યુવાનો માટે મઝા માણવી એ ખાવા અને ઊંઘવા જેટલું જ મહત્ત્વનું હોય છે. યુવાનો પોતાના સમોવડિયા અને સમાચાર માધ્યમ દ્વારા પ્રોત્સાહન પામીને આતુરતાપૂર્વક આનંદપ્રમોદની વ્યાપક વિવિધતાવાળી પ્રવૃત્તિઓ પાછળ પડે છે. એક સર્વેક્ષણ અનુસાર, તરુણ વયનાઓ મધ્યે મિત્રોની મુલાકાત લેવી, ટીવી જોવું, ચલચિત્રો જોવા જવું, જલસા કરવા, નાચવું, એ સાંજના સમયના મનગમતા આનંદપ્રમોદની યાદીમાં મોખરે હતું. વાંચવું, રમતો અને સ્પર્ધા રમવી, અને સંગીત સાંભળવું પણ લોકપ્રિય હતું.
પુખ્ત વયનાઓને એ સમજવામાં મુશ્કેલી પડી શકે કે મઝા માણવાની આટલી બધી પ્રવૃત્તિઓ પ્રાપ્ય હોવા છતાં, શા માટે જેસન જેવા કેટલાક યુવાનોને લાગે છે કે પૂરતી મઝા નથી આવતી. પરંતુ કેટલાક ખ્રિસ્તી યુવાનોએ એવો જ દાવો કર્યો છે! યુવાન કેસી, જે એક યહોવાહની સાક્ષી છે, તે આ રીતે વ્યક્ત કરે છે: “શાળાના તમારા બધા મિત્રો પાર્ટીઓ અને પ્રવૃત્તિઓ કરે છે, અને તમને અલિપ્ત રાખવામાં આવ્યા હોય એમ લાગે છે.” પરંતુ શું પરિસ્થિતિ એટલી ખરાબ છે?
શું બાઇબલ મઝા માણવાની મના કરે છે? એનાથી તદ્દન ભિન્ન. બાઇબલ યહોવાહને “આનંદી દેવ” કહે છે. (૧ તીમોથી ૧:૧૧, NW) એથી સુલેમાન રાજાએ જે કહ્યું એનાથી તમને આશ્ચર્ય ન થવું જોઈએ: “પૃથ્વી ઉપર દરેક બાબતને માટે . . . વખત હોય છે: રડવાનો વખત અને હસવાનો વખત; શોક કરવાનો વખત અને નૃત્ય કરવાનો વખત.” (સભાશિક્ષક ૩:૧, ૪) અહીં ‘હસવા’ માટેના મૂળ હેબ્રી શબ્દ અને સંબંધિત શબ્દોનો અર્થ “ઓચ્છવ,” ‘રમવું,’ ‘તમાશો કરવો,’ ‘ખેલકૂદ કરવી,’ અને ‘મઝા માણવી’ પણ થાય છે.—૨ શમૂએલ ૬:૨૧; અયૂબ ૪૧:૫; ન્યાયાધીશ ૧૬:૨૫; નિર્ગમન ૩૨:૬; ઉત્પત્તિ ૨૬:૮.
ભૂતકાળમાં બાઇબલ સમયોમાં, દેવના લોકોએ વિવિધ હિતકર પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો, જેમ કે સંગીતનું સાધન વગાડવું, ગાવું, નાચવું, વાતચીત કરવી, અને રમતો રમવી. તેઓ પાસે ઊજવણી તથા આનંદી સોબતના ખાસ પ્રસંગો પણ હતા. (યિર્મેયાહ ૭:૩૪; ૧૬:૯; ૨૫:૩૦; લુક ૧૫:૨૫) કેમ વળી, ખુદ ઈસુ ખ્રિસ્તે પણ એક લગ્ન મિજબાનીમાં હાજરી આપી હતી!—યોહાન ૨:૧-૧૦.
તેથી આજે ખ્રિસ્તી યુવાનો મધ્યે હિતકર મઝા મના કરેલી નથી. ખરેખર, બાઇબલ કહે છે: “હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારૂં હૃદય તને ખુશ રાખે.” તેમ છતાં, સુલેમાન ચેતવણીના શબ્દો ઉમેરે છે: “પણ તારે નક્કી જાણવું, કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.” (સભાશિક્ષક ૧૧:૯) હા, તમે કરો છો એ પસંદગીઓ માટે તમે દેવ સમક્ષ જવાબદાર છો. તેથી આનંદપ્રમોદની બાબત આવે છે ત્યારે, તમે “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો.” (એફેસી ૫:૧૫, ૧૬) કયા કારણસર? ઘણા યુવાનો આ બાબતે ઘણી જ નબળી પસંદગીઓ કરતા હોય છે.
મઝા બેકાબૂ બને છે ત્યારે
ભૂતકાળમાં બાઇબલ સમયોમાં શું બન્યું એ વિચારો. કેટલાક ઈસ્રાએલીઓએ આનંદપ્રમોદની બાબત આવી ત્યારે બધી સૂઝ ગુમાવી આખી રાત ચાલે એવી અનિયંત્રિત પાર્ટીઓ આપી! યશાયાહ પ્રબોધકે કહ્યું: “જેઓ સવારે વહેલા ઊઠીને દારૂની પાછળ મંડે છે, ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ! વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે.” ભેગા મળવું અને ખોરાક, સંગીત, તથા નૃત્યનો આનંદ માણવો ખોટું છે એમ તો નહિ. પરંતુ એ વિલાસીઓ સંબંધી યશાયાહ કહે છે: “તેઓ યહોવાહના કામ પર લક્ષ આપતા નથી.”—યશાયાહ ૫:૧૧, ૧૨.
આજે ઘણા યુવાનો એમ જ કરે છે—તેઓ આનંદપ્રમોદ શોધે છે ત્યારે દેવ વિષે જરા પણ વિચારતા નથી. કેટલાક દૈવી ધોરણોનો નિર્લજ્જપણે અનાદર કરે છે, લગ્ન પહેલાની જાતીયતા, ભાંગતોડ, ડ્રગ્સનો દુરુપયોગ, અને “મઝા” માટે બીજી અવિચારી વર્તણૂકમાં સંડોવાય છે. જોકે, બીજા કિસ્સાઓમાં, યુવાનો ખરેખર અધમ બનવા પ્રયત્ન કરતા હોતા નથી. પરંતુ તેઓ બાબતો પ્રમાણસરપણે કરવામાં અને અતિરેક નિવારવામાં નિષ્ફળ જાય છે. (નીતિવચન ૨૩:૨૦; ૧ તીમોથી ૩:૧૧) તેથી તેઓ મઝા માણવા ભેગા મળે ત્યારે, બાબતો બેકાબૂ બનવાનું વલણ ધરાવે છે.—સરખાવો ૧ કોરીંથી ૧૦:૬-૮.
તાજેતરમાં, સજાગ બનો!એ કેટલાક યુવાનોને પૂછ્યું કે, “આજે જગતની પાર્ટીઓમાં શું થાય છે?” એક તરુણીએ જવાબ આપ્યો: “ડ્રગ્સ, પીવાનું. એ ખરેખર થાય છે.” યુવાન એન્ડ્રૂએ તેની શાળાની પાર્ટીઓમાં જતા કેટલાક છોકરાઓ સંબંધી કહ્યું: “તે લોકો હંમેશા તેઓએ કેટલું પીધું ફક્ત એના જ બણગાં મારતા હોય છે.” જેસને એટલી હદ સુધી કહ્યું: “જગતની પાર્ટીઓમાં લગભગ હંમેશા ખરાબ બાબતો બનતી હોય છે.” બાઇબલમાં “બેહદ મોજશોખ,” કે “અસંસ્કારી પાર્ટીઓ”ને દોષિત ઠરાવવામાં આવી હોવાથી, દેવનું ભય રાખતા યુવકો એવાં આચરણો રજૂ કરતા સામાજિક મેળાવડાઓમાં જવાનું નિવારે છે.—ગલાતી ૫:૨૧, બાઈંગટન.
હાનિકારક ન લાગતા આનંદપ્રમોદના રૂપો મધ્યે પણ જોખમ છુપાયેલું હોય શકે. દાખલા તરીકે, આજના ઘણા બહુ લોકપ્રિય ચલચિત્રો નગ્નતા, જાતીયતાનું વર્ણન, અને ઘૃણાજનક હિંસા રજૂ કરતાં હોય છે. લોકપ્રિય ગીતો ઘણીવાર બીભત્સ શબ્દો ધરાવતાં હોય છે. રોક સંગીતજલસા સામાન્ય રીતે ડ્રગ્સના દુરુપયોગનાં, ઘોંઘાટિયા સ્થળનાં, તથા હિંસાનાં દૃશ્યો હોય છે.a
a અમારા ડિસેમ્બર ૨૨, ૧૯૯૫ના અવેક!ના અંકમાં “યુવાન લોકો પૂછે છે . . . શું મારે રોક સંગીતજલસામાં જવું જોઈએ?” લેખ જુઓ.
માબાપ ના પાડે ત્યારે
આ બાબતમાં મુખ્ય હકીકત શું છે? તમે ખ્રિસ્તી હો તો, તમારા સમોવડિયાઓ જે બધી બાબતોનો આનંદ માણતા હોય એ તમે કરી શકતા નથી. છેવટે તો, ઈસુએ કહ્યું કે તેમના અનુયાયીઓ “જગતના નથી,” અને એનો અર્થ બીજા લોકો કરતાં ભિન્ન હોવું થાય છે. (યોહાન ૧૫:૧૯) તમારા માબાપ દેવનું ભય રાખનારા હોય તો, તેઓ આ હકીકતથી પૂરેપૂરા સજાગ હશે. તેથી ક્યારેક, તમને રક્ષણ આપવાની ઇચ્છા ખાતર, તમારા માબાપ તમને અમુક બાબતો માટે નિરુત્સાહ કરી શકે કે દૃઢપણે મના કરી શકે—એવી બાબતો જે કરવાની બીજા યુવાનોને પરવાનગી હોય. એ સ્વીકારવું હંમેશા સહેલું હોતું નથી. “લોકોને મઝા માણવી હોય છે!” એક તરુણીએ આગ્રહપૂર્વક કહ્યું. “અમારા માબાપ યુવાન હતા ત્યારે તેમણે પણ મઝા માણી જ હશે, પરંતુ કેટલીકવાર એમ લાગે છે કે તેઓ અમને પાંજરામાં પૂરી રાખવા માંગે છે.”
એવી બાબતોમાં તમારા માબાપની સલાહ અનુસરવી સરળ ન હોય શકે, અરે તમે તેઓના દૃષ્ટિબિંદુના મૂળભૂતપણે સહભાગી થતા હો ત્યારે પણ. એક કસરતબાજ જેવો દેખાતો યુવક જેને આપણે જારેદ કહીશું, તે યાદ કરે છે: “મારે શાળાની ટીમમાં બાસ્કેટ બોલ રમવું હતું. ઘણા લોકો મને રમવા માટે દબાણ કરતા, અને મને કોઈક રીતે ફિકર થયા કરતી. પરંતુ પછી મેં મારા માબાપને વાત કરી.” જારેદના માબાપે “દુષ્ટ સોબત”નું જોખમ બતાવ્યું અને તેને યાદ દેવડાવ્યું કે તેની રમતગમતની પ્રવૃત્તિઓ કેટલી સમય ખાનારી હશે. (૧ કોરીંથી ૧૫:૩૩) “હું રમી શકીશ નહિ,” જારેદ ઉદાસ થઈને કહે છે. તેણે તેના માબાપની સલાહ માની, પરંતુ તે બાસ્કેટ બોલ રમવા ન પામ્યો એનું તેને હજુ પણ દુઃખ હતું.
‘હું ગુમાવી રહ્યો છું!’
તમારા સંજોગો ગમે તેવા હોય છતાં, તમે તમારા સહાધ્યાયીઓએ માણેલી મઝાની બડાઈ સાંભળો ત્યારે ક્યારેક નિરુત્સાહ થઈ શકો. ‘શા માટે બીજા યુવાનો બધી મઝા માણે છે?’ તમે પૂછી શકો. હા, તમે ગુમાવી રહ્યા છો એવી લાગણીને તમે કઈ રીતે આંબી શકો?
તમને ગીતશાસ્ત્ર ૭૩ વાંચવાથી અને આસાફ નામના બાઇબલ લેખકના અનુભવ પર મનન કરવાથી મદદ મળી શકે. તે કલમ ૨ અને ૩માં આ કબૂલાત કરે છે: “મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો. કેમ કે . . . મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.” હા, આસાફ પ્રતિબંધિત જીવન જીવતો હતો ત્યારે, બીજાઓ બડાઈ મારતા હતા કે તેઓ જે કંઈ કરવા માંગતા એ કરી શકતા હતા—દેખીતી રીતે જ કોઈ ખરાબ પરિણામ વિના. એમ લાગતું હતું કે તેઓ પાસે પુષ્કળ બાબતો હતી અને હંમેશા વધુ ને વધુ મેળવતા હતા. (કલમ ૧૨) એમ આસાફ ઘણો જ નિરુત્સાહી થયો જેથી તે બૂમ પાડી ઊઠ્યો: “તો પછી, શું મેં પોતાને ફોકટમાં જ શુદ્ધ રાખ્યો અને પાપ ન કર્યું?”—ગીતશાસ્ત્ર ૭૩:૧૩, ટૂડેઝ ઇંગ્લીશ વર્શન.
સારું થયું કે, આસાફ અવિચારીપણે કંઈ કરે એ પહેલાં જ તેની બુદ્ધિ ઠેકાણે આવી. તેણે “ઈશ્વરના પવિત્રસ્થાન”ની મુલાકાત લીધી અને એ હિતકર વાતાવરણમાં બાબતને ગંભીરતાપૂર્વક તપાસી. જલદી જ આસાફ દેવહીન મઝા શોધનારાઓ સંબંધી નોંધપાત્ર નિષ્કર્ષ પર આવ્યો: “ખરેખર, તું તેઓને લપસણી જગામાં મૂકે છે; તું તેઓનો વિનાશ કરે છે.”—ગીતશાસ્ત્ર ૭૩:૧૭, ૧૮.
તમારા મઝા શોધનારા ઘણા સમોવડિયાઓ વિષે પણ એમ જ કહી શકાય. તેઓ વિચારી શકે કે તેઓ હમણાં જલસા કરી રહ્યા છે. પરંતુ પાપનો આનંદ માત્ર ક્ષણિક હોય છે! (હેબ્રી ૧૧:૨૫) તેઓ બાઇબલના ધોરણો અનુસરતા ન હોવાથી, “લપસણી જગામાં” ઊભા છે અને ભયંકર દુર્ઘટના—અચાનક અને ચેતવણી વગર—નો અનુભવ કરવાના સતત જોખમમાં છે. દેવનો શબ્દ જાહેર કરે છે: “કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) નિશ્ચે તમે તમારી વયના એવા યુવાનિયાઓ વિષે સાંભળ્યું છે જેઓએ “મઝા”નું તોફાન મચાવવાને પરિણામે અકાળ મોત ભોગવ્યું હોય, જેઓને જાતીયતાથી વહન થતા રોગ થયા હોય, અનિચ્છિત ગર્ભ રહ્યો હોય, કે જેલમાં જવું પડ્યું હોય. તો પછી, એવી બાબતોથી અળગા રહેવું શું તમને લાભ નહિ કરે?—યશાયાહ ૪૮:૧૭.
સુલેમાન સારી સલાહ આપે છે જ્યારે તે કહે છે: “તારા હૃદયને પાપીઓની અદેખાઈ કરવા ન દે, પણ આખો દિવસ યહોવાહનું ભય રાખ; કેમકે નિશ્ચે બદલો મળવાનો છે; અને તારી આશા રદ જશે નહિ.” (નીતિવચન ૨૩:૧૭, ૧૮) હા, વ્યક્તિ માટે એવો કોઈ ‘સારો’ સમય નથી જે પૃથ્વી પરના પારાદેશમાં અનંતજીવનની આશા ગુમાવવા યોગ્ય હોય.
એ દરમ્યાન, તમે પ્રસંગોપાત ખરેખર સારા સમયનો આનંદ માણવાની તમારી કુદરતી ઇચ્છાને કઈ રીતે સંતોષી શકો? શું એમ કરવાની સલામત, હિતકર રીતો છે? પૈસા અને બીજી સગવડો મર્યાદિત હોય તો શું? સજાગ બનો!એ જગત ફરતેના યુવાનોને કેટલાક સૂચનો અને વિચારો માટે પૂછ્યું. એ આ શૃંખલામાંના ભાવિ લેખમાં ચર્ચવામાં આવશે.
(g96 7/22)
જગત જેને મઝા કહે છે એમાં તમે સંડોવાઈ શકતા ન હોવાને કારણે શું તમને એમ લાગવું જોઈએ કે તમે રહી ગયા છો?