-
“મારા લોકને દિલાસો આપો”યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૧૯, ૨૦. યહોવાહની મહાનતા પર ભાર મૂકવા, યશાયાહ કેવા ઉદાહરણો વાપરે છે?
૧૯ શું પૃથ્વીના શક્તિશાળી દેશો, યહોવાહને વચનો પૂરા કરવાથી અટકાવી શકશે? યશાયાહ દેશોનું વર્ણન આ રીતે કરીને જવાબ આપે છે: “પ્રજાઓ ડોલમાંથી ટપકતા ટીપા જેવી, ને ત્રાજવાની રજ સમાન ગણાએલી છે; દ્વીપો ઊડી જતી રજકણ જેવા છે. લબાનોન બળતણ પૂરૂં પાડી શકતું નથી, તે પરના પ્રાણીઓ યજ્ઞને સારૂ પૂરતાં નથી. સર્વ પ્રજાઓ તેની આગળ કંઈ વિસાતમાં નથી; તેણે તેઓને શૂન્યરૂપ તથા નહિ જેવી ગણી છે.”—યશાયાહ ૪૦:૧૫-૧૭.
૨૦ યહોવાહની નજરમાં સર્વ પ્રજાઓ કે દેશો જાણે કે ડોલમાંથી ટપકતા પાણીના ટીપા જેવા છે. એ જાણે કે ત્રાજવા પરની રજ કે ધૂળ સમાન છે, જેના વજનની કોઈ જ અસર થતી નથી.c માનો કે કોઈ મોટી વેદી બાંધે, અને એના પર લબાનોનના સર્વ પર્વતો પરના ઝાડ કાપીને એના લાકડા મૂકે. પછી, તે વેદી પર એ પર્વતો પર ચરતા બધા પ્રાણીઓનું બલિદાન ચડાવે. તોપણ, એવા અર્પણોની યહોવાહ પર કોઈ અસર નહિ થાય. જાણે એ ઉદાહરણો પૂરતા ન હોય, એમ યશાયાહ હજુ કડક ભાષા વાપરે છે. તે કહે છે કે સર્વ પ્રજાઓ યહોવાહની નજરમાં “શૂન્યરૂપ તથા નહિ જેવી” છે.—યશાયાહ ૪૦:૧૭.
-
-
“મારા લોકને દિલાસો આપો”યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
c એક્સપોઝીટર્સ બાઇબલ કૉમેન્ટરી નોંધે છે: “પૂર્વમાં બજારોમાં દુકાનદાર માપવાની ડોલમાં રહેલા પાણીના ટીપાંની કે ફળ વગેરે તોલવાના ત્રાજવા પરની ધૂળની કોઈ ગણતરી કરતા નથી, અરે એ તેઓના ધ્યાન પર પણ આવતા નથી.”
-