-
“મારા લોકને દિલાસો આપો”યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૨૬, ૨૭. બાબેલોનના ગુલામોની લાગણીનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે અને તેઓને શાની ખબર હોવી જોઈએ?
૨૬ યહોવાહ જાણતા હતા કે વર્ષો સુધી ગુલામીમાં રહેવાથી, યહુદીઓનો ઉત્સાહ ઠંડો પડી જશે. તેથી, તેમણે યશાયાહને આ શબ્દો અગાઉથી લખવા પ્રેરણા આપી: “હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઈસ્રાએલ, તું શા માટે બોલે છે, કે મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા દેવના લક્ષમાં નથી? તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન દેવ છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે; તે નિર્ગત થતો નથી, ને થાકતો પણ નથી; તેની સમજણ અતકર્ય છે.”—યશાયાહ ૪૦:૨૭, ૨૮.d
૨૭ યહોવાહના શબ્દોમાં યશાયાહે, પોતાના વતનથી ઘણે દૂર બાબેલોનમાંના ગુલામોની લાગણીનું વર્ણન કર્યું. અમુકને લાગતું હતું કે તેઓનો “માર્ગ,” પોતાના કઠિન જીવન વિષે યહોવાહ અજાણ છે અથવા એ જોતા નથી. તેઓને લાગતું હતું કે પોતે જે અન્યાય સહન કરે છે, એને વિષે યહોવાહને જરાય પડી નથી. તેઓને યાદ અપાવવામાં આવે છે કે, તેઓ પોતાના અનુભવથી જાણતા હોવા જોઈએ. જો એમ ન હોય, તો લખેલી માહિતીથી તેઓ જાણકાર હોવા જોઈએ. યહોવાહ પોતાના લોકોને છોડાવવા શક્તિમાન છે અને તે એમ કરવા ચાહે છે. તે સનાતન પરમેશ્વર છે અને સમગ્ર પૃથ્વીને ઉત્પન્ન કરનાર છે. તેથી, સર્વ ઉત્પન્ન કરેલી વસ્તુઓમાંથી એમની શક્તિ દેખાઈ આવે છે અને તે હજુ ધરાવે છે. તેથી એ શક્તિશાળી બાબેલોન પણ તેની પાસેથી છટકી શકે એમ નથી. એવા શક્તિશાળી યહોવાહ થાકી જઈને પોતાના લોકોને મદદ ન કરે એવું થવા દેશે નહિ. જો કે એવી આશા રાખવામાં આવતી નથી કે તેઓ યહોવાહ વિષે બધુ જ સમજે, કેમ કે તેમની સમજણ તથા બુદ્ધિ ઘણી ઊંડી છે અને એ માનવ સમજની પાર છે!
-
-
“મારા લોકને દિલાસો આપો”યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
d યશાયાહ ૪૦:૨૮માંના “સનાતન” શબ્દનો અર્થ થાય, હંમેશાં કે “સદાસર્વકાળ” કેમ કે યહોવાહ ‘સનાતન યુગોના રાજા’ છે.—૧ તીમોથી ૧:૧૭.
-