-
ઈસુ યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છેઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
“જુઓ! મારો સેવક જેને મેં પસંદ કર્યો છે. મારો વહાલો, જેના પર હું પ્રસન્ન છું! હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ અને તે પ્રજાઓને દેખાડશે કે સાચો ન્યાય કેવો હોય છે. તે ઝઘડો કરશે નહિ, મોટેથી બૂમ પાડશે નહિ; મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ. તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ. સાચે જ, તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.”—માથ્થી ૧૨:૧૮-૨૧; યશાયા ૪૨:૧-૪.
-
-
ઈસુ યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છેઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
“તે ઝઘડો કરશે નહિ, મોટેથી બૂમ પાડશે નહિ; મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ,” એનો શું અર્થ થાય? ઈસુ લોકોને સાજા કરતા ત્યારે, તેઓને કે દુષ્ટ દૂતોને પણ “પોતાના વિશે વાત” ફેલાવવા દેતા નહિ. (માર્ક ૩:૧૨) તે એવું ચાહતા ન હતા કે જોરશોરથી રસ્તા પર થતી વાતોથી કે સાચા-ખોટા અહેવાલોથી લોકો તેમના વિશે જાણે, જેને લોકો એક કાનેથી બીજે કાને ફેલાવતા હતા.
-