-
શું તમે યહોવાના મિત્ર બની શકો?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૫. યહોવા પોતાના દોસ્તો પાસેથી શું ચાહે છે?
આપણે બધા પોતાના મિત્રો પાસેથી કોઈને કોઈ આશા રાખીએ છીએ.
તમને કેવા મિત્રો ગમે? તે તમારા માટે શું કરે તો તમને ગમે?
૧ યોહાન ૫:૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવા તેમના મિત્રો પાસેથી શું ચાહે છે?
બની શકે કે યહોવાની આજ્ઞા પાળવા આપણે સ્વભાવ અને વાણી-વર્તનમાં સુધારો કરવો પડે. યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવા કેમ ચાહે છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ અને જીવનમાં સુધારો કરીએ?
-
-
તમે યહોવાને પ્રેમ કરો છો એ કઈ રીતે બતાવી શકો?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
પાઠ ૩૪
તમે યહોવાને પ્રેમ કરો છો એ કઈ રીતે બતાવી શકો?
તમે ઘણા સમયથી બાઇબલમાંથી શીખી રહ્યા છો. શું તમને લાગે છે કે યહોવા માટેનો તમારો પ્રેમ વધ્યો છે? શું તમે ચાહો છો કે યહોવા સાથેનો તમારો સંબંધ હજી વધારે મજબૂત થાય? યહોવા જુએ છે કે તમારા દિલમાં તેમના માટે પ્રેમ વધી રહ્યો છે. એટલે તે પણ તમને પ્રેમ કરે છે અને તમારી વધારે કાળજી રાખે છે. પણ તમે યહોવાને પ્રેમ કરો છો એ કઈ રીતે બતાવી શકો?
૧. કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ?
યહોવાની આજ્ઞાઓ પાળીને બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. (૧ યોહાન ૫:૩ વાંચો.) તે ક્યારેય આપણને તેમની આજ્ઞાઓ પાળવા જબરજસ્તી કરતા નથી. તેમની વાત માનવી કે નહિ એ તેમણે આપણા પર છોડ્યું છે. શા માટે? કારણ કે તે ચાહે છે કે આપણે “પૂરા દિલથી” તેમની આજ્ઞાઓ પાળીએ. (રોમનો ૬:૧૭) યહોવા ચાહે છે કે આપણે પ્રેમથી દોરાઈને તેમની આજ્ઞાઓ પાળીએ, કોઈના દબાણમાં આવીને કે મજબૂરીમાં નહિ. પણ એ માટે યહોવાની પસંદ-નાપસંદ જાણવી જરૂરી છે. યહોવાને ગમે છે એવાં કામો કરવા અને તેમને નથી ગમતાં એવાં કામોથી દૂર રહેવા આ ચોપડીના વિભાગ ૩ અને ૪થી તમને મદદ મળશે. એમ કરીને તમે બતાવશો કે તમે યહોવાને પ્રેમ કરો છો.
૨. યહોવાને પ્રેમ કરીએ છીએ એ બતાવવું કેમ અમુક વાર અઘરું લાગી શકે?
બાઇબલમાં લખ્યું છે, “સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો સહેવાં પડે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૯) જેમ કે, પૈસાની તંગી પડી શકે, આપણી સાથે અન્યાય થાય, પાપની અસર હોવાને લીધે આપણે ભૂલ કરી બેસીએ અથવા બીજી કોઈ મુશ્કેલી સહેવી પડે. આવા સંજોગોમાં યહોવાની આજ્ઞા પાળવી મુશ્કેલ લાગી શકે અને ખોટા રસ્તે જવું સહેલું લાગી શકે. અઘરું હોવા છતાં યહોવાની વાત માનીને તમે બતાવો છો કે તમે સૌથી વધારે યહોવાને પ્રેમ કરો છો અને તેમને વફાદાર છો. જો તમે યહોવાને વફાદાર રહેશો, તો તે પણ તમને વફાદાર રહેશે. તે તમારો સાથ કદી નહિ છોડે.—ગીતશાસ્ત્ર ૪:૩ વાંચો.
વધારે જાણો
તમે યહોવાની આજ્ઞા પાળો છો ત્યારે, તેમને કેમ ખુશી થાય છે? યહોવાને વફાદાર રહેવા તમને શું મદદ કરી શકે? ચાલો જોઈએ.
૩. શેતાને તમારા પર આરોપ મૂક્યો છે
બાઇબલમાંથી આપણને જાણવા મળે છે કે શેતાને ઈશ્વરભક્ત અયૂબ પર આરોપ મૂક્યો હતો. તેણે એ આરોપ એ બધા લોકો પર પણ મૂક્યો છે, જેઓ યહોવાની ભક્તિ કરવા ચાહે છે. અયૂબ ૧:૧, ૬–૨:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
અયૂબ કેમ યહોવાની આજ્ઞા પાળે છે, એ વિશે શેતાને શું કહ્યું?—અયૂબ ૧:૯-૧૧ જુઓ.
શેતાને બધા માણસો પર અને તમારા પર પણ કયો આરોપ મૂક્યો છે?—અયૂબ ૨:૪ જુઓ.
અયૂબ ૨૭:૫ખ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
અયૂબે કઈ રીતે સાબિત કર્યું કે તે સાચે જ યહોવાને પ્રેમ કરે છે?
૪. યહોવાનું દિલ ખુશ કરો
નીતિવચનો ૨૭:૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જ્યારે તમે બુદ્ધિમાન બનો છો અને યહોવાની આજ્ઞા પાળો છો, ત્યારે તેમને કેમ ખુશી થાય છે?
૫. તમે યહોવાને વફાદાર રહી શકો છો
યહોવા માટે પ્રેમ હોવાથી આપણે બીજાઓને તેમના વિશે જણાવીએ છીએ. યહોવાને વફાદાર રહેવું અઘરું હોય તોપણ તેમના વિશે બીજાઓને જણાવતા આપણે અચકાતા નથી. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
શું તમને અમુક વાર બીજાઓને યહોવા વિશે જણાવવું અઘરું લાગે છે?
ગ્રેસનભાઈએ પોતાનો ડર કઈ રીતે દૂર કર્યો?
યહોવાને ગમે છે એવાં કામો કરીશું અને તે ધિક્કારે છે એવાં કામોને ધિક્કારીશું તો, તેમને વફાદાર રહેવું સહેલું થઈ જશે. ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
અત્યાર સુધી તમે જે શીખ્યા એના આધારે જણાવો કે યહોવાને કેવાં કામો ગમે છે. એ પણ જણાવો કે તે કેવાં કામોને ધિક્કારે છે.
ભલાઈને ચાહવા અને ખરાબ કામોને ધિક્કારવા તમને શું મદદ કરશે?
૬. યહોવાની વાત માનવાથી આપણું ભલું થાય છે
યહોવાની વાત માનવાથી હંમેશાં ફાયદો થાય છે. યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું તમને લાગે છે કે યહોવા જે કહે છે, એ હંમેશાં આપણા ભલા માટે હોય છે? શા માટે?
તમે બાઇબલમાંથી હમણાં સુધી ઘણું શીખ્યા છો અને યહોવા વિશે ઘણું જાણો છો. એનાથી તમને કેવો ફાયદો થયો છે?
અમુક લોકો કહે છે: “હું જે કરું છું એનાથી ઈશ્વરને કોઈ ફરક પડતો નથી.”
તમે કઈ કલમથી બતાવશો કે આપણાં કામોથી ઈશ્વર ખુશ થાય છે કે નારાજ થાય છે?
આપણે શીખી ગયા
જ્યારે તમે યહોવાની આજ્ઞા પાળો છો અને મુશ્કેલીઓ હોવા છતાં તેમને વફાદાર રહો છો, ત્યારે તમે બતાવી આપો છો કે તમે તેમને પ્રેમ કરો છો.
તમે શું કહેશો?
અયૂબના દાખલામાંથી તમે શું શીખ્યા?
તમે યહોવાને પ્રેમ કરો છો એવું કઈ રીતે સાબિત કરી શકો?
યહોવાને વફાદાર રહેવા તમને શું મદદ કરશે?
વધારે માહિતી
જાણો કે તમે કઈ રીતે યહોવાને અને મંડળને વફાદાર રહી શકો.
શેતાને માણસો પર કયા આરોપો મૂક્યા છે, એ વિશે વાંચો.
નાનાં બાળકો પણ બતાવી શકે છે કે તેઓ યહોવાને પ્રેમ કરે છે. એ માટે આ વીડિયો જુઓ.
ખોટાં કામો કરવાનું દબાણ આવે ત્યારે યુવાનો કઈ રીતે ઈશ્વરને વફાદાર રહી શકે? ચાલો જોઈએ.
-