-
શાંતિના સરદાર માટેનું વચનયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
યહોવાહનું ‘શિક્ષણ તથા સાક્ષી’
૮. એ “શિક્ષણ તથા સાક્ષી” શું છે, જેમાંથી આજે આપણે માર્ગદર્શન મેળવવું જોઈએ?
૮ યહોવાહના નિયમો જેમાં મેલી વિદ્યાની મનાઈ હતી, એ યહુદાહમાં સંતાડી રાખવામાં આવ્યા નથી. એ લખી લેવામાં આવ્યા છે. આજે, યહોવાહનો શબ્દ પૂરેપૂરા લખાણમાં મળી આવે છે. એ બાઇબલ છે, જેમાં પરમેશ્વરના નિયમો જ નહિ, પણ તેમણે પોતાના લોકો સાથે જે રીતે વ્યવહાર કર્યો, એના અહેવાલો પણ મળી આવે છે. યહોવાહના વ્યવહારના એ બાઇબલ અહેવાલો સાક્ષીરૂપ છે. તેમ જ, એ આપણને યહોવાહ અને તેમના ગુણો વિષે શીખવે છે. મૂએલાં પાસે જવાને બદલે, ઈસ્રાએલીઓએ માર્ગદર્શન માટે ક્યાં જવાની જરૂર હતી? “શિક્ષણ તથા સાક્ષીની પાસે,” યશાયાહ જવાબ આપે છે. (યશાયાહ ૮:૨૦ ક) ખરેખર, સાચું શિક્ષણ મેળવવા ચાહનારે યહોવાહના લેખિત શબ્દમાં જોવાની જરૂર છે.
૯. પસ્તાવો ન કરનારાઓ બાઇબલનો ઉપયોગ કરે એનો કોઈ ફાયદો છે?
૯ મેલી વિદ્યામાં સંડોવાયા હતા એવા અમુક ઈસ્રાએલીઓએ દાવો પણ કર્યો હોય શકે કે, તેઓને યહોવાહના લેખિત શબ્દ માટે માન હતું. પરંતુ એવા દાવાઓ પોકળ અને ઢોંગી હતા. યશાયાહ કહે છે: “જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.” (યશાયાહ ૮:૨૦ ખ) યશાયાહ અહીં શાનો ઉલ્લેખ કરે છે? “શિક્ષણ અને સાક્ષી” પ્રમાણે તેઓ બોલશે, એમ કહેતા હોય શકે. એમ બની શકે કે, અમુક ધર્મત્યાગી ઈસ્રાએલીઓ યહોવાહના શબ્દનો ઉપયોગ કરતા હતા. આજે પણ ધર્મત્યાગીઓ અને બીજાઓ બાઇબલમાંથી વચનો ટાંકતા હોય છે. પરંતુ એ ફક્ત કહેવા પૂરતું જ રહે છે. યહોવાહની ઇચ્છા પૂરી કરતા ન હોય, અને ખોટાં આચરણોમાં ચાલુ જ રહેતા હોય તો, બાઇબલના વચનો ટાંકવાથી, યહોવાહ પાસેથી કંઈ “સૂર્યોદય” થવાનો નથી કે જ્ઞાન મળવાનું નથી.b
-
-
શાંતિના સરદાર માટેનું વચનયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
b યશાયાહ ૮:૨૦માંના “એ પ્રમાણે” બોલશે એ શબ્દો, યશાયાહ ૮:૧૯માં મેલી વિદ્યા વિષે જે કહેવામાં આવ્યું છે, એને પણ દર્શાવતા હોય શકે. એમ હોય તો, યશાયાહ કહે છે કે યહુદાહમાં મેલી વિદ્યાનો પ્રચાર કરનારાઓ એમ કરવાનું ચાલુ જ રાખશે, અને યહોવાહ પાસેથી કોઈ જ્ઞાન મેળવશે નહિ.
-