-
મસીહના રાજમાં બચાવ અને આનંદયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૪, ૫. મસીહ વિષે યશાયાહે શું ભાખ્યું, અને માત્થીએ યશાયાહના શબ્દોને કઈ રીતે લાગુ પાડ્યા?
૪ યશાયાહથી ઘણાં વર્ષો અગાઉ, બાઇબલના બીજા હેબ્રી લેખકોએ મસીહ વિષે ભાખ્યું હતું. એ મસીહ, યહોવાહે ઈસ્રાએલમાં મોકલેલા કુશળ આગેવાન હશે. (ઉત્પત્તિ ૪૯:૧૦; પુનર્નિયમ ૧૮:૧૮; ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨, ૨૬) હવે, યહોવાહ પરમેશ્વર યશાયાહ દ્વારા વધુ વિગતો આપે છે: “યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.” (યશાયાહ ૧૧:૧; સરખાવો ગીતશાસ્ત્ર ૧૩૨:૧૧.) “ફણગો” અને ‘ઊગતી ડાળી’ બંને બતાવે છે કે મસીહ યિશાઈના વંશજ હશે, જે તેમના પુત્ર દાઊદ દ્વારા આવશે. દાઊદને ઈસ્રાએલના રાજા તરીકે તેલથી અભિષિક્ત કરવામાં આવ્યા હતા. (૧ શમૂએલ ૧૬:૧૩; યિર્મેયાહ ૨૩:૫; પ્રકટીકરણ ૨૨:૧૬) સાચા મસીહ આવશે ત્યારે, દાઊદના વંશની “ડાળી” સારાં ફળ આપશે.
૫ વચન પ્રમાણે, એ મસીહ ઈસુ છે. ઈસુ “નાઝારી” કહેવાયા ત્યારે, પ્રબોધકોના શબ્દો પૂરા થયા, એવું માત્થીએ લખ્યું. માત્થી ત્યાં યશાયાહ ૧૧:૧ના શબ્દોનો ઉલ્લેખ કરતા હતા. ઈસુ નાઝારેથમાં મોટા થયા હોવાથી, તેમને નાઝારી કહેવામાં આવ્યા. ખરું જોતા, એ નામ યશાયાહ ૧૧:૧માં “ડાળી” માટે વપરાયેલા હેબ્રી શબ્દને મળતું આવે છે.b—માત્થી ૨:૨૩; લુક ૨:૩૯, ૪૦.
-
-
મસીહના રાજમાં બચાવ અને આનંદયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
b “ડાળી” માટેનો હેબ્રી શબ્દ નેસ્તર છે, અને “નાઝારી” માટે નોત્સરાય.
-