-
ફરીથી સુખ-શાંતિ!યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
ઉજ્જડ ધરતી ખીલી ઊઠે છે
૩. યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે, ધરતીમાં કયા ફેરફારો આવશે?
૩ આવનાર સુખી જગત વિષેની યશાયાહની પ્રેરિત ભવિષ્યવાણીની શરૂઆત આ રીતે થાય છે: “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ, આપણા દેવનો વૈભવ જોશે.”—યશાયાહ ૩૫:૧, ૨.
૪. ક્યારે અને કઈ રીતે યહુદીઓનું વતન જંગલ જેવું બની જાય છે?
૪ યશાયાહે આ શબ્દો લગભગ ૭૩૨ બી.સી.ઈ.માં લખ્યા હતા. કંઈક ૧૨૫ વર્ષો પછી, બાબેલોનીઓ યરૂશાલેમનો નાશ કરે છે અને યહુદાહના લોકોને ગુલામીમાં લઈ જાય છે. તેઓનું વતન ઉજ્જડ, વસ્તી વિનાનું પડી રહે છે. (૨ રાજાઓ ૨૫:૮-૧૧, ૨૧-૨૬) આ રીતે યહોવાહની ચેતવણી સાચી પડી કે, જો ઈસ્રાએલના લોકો બેવફા બનશે, તો તેઓ ગુલામીમાં જશે. (પુનર્નિયમ ૨૮:૧૫, ૩૬, ૩૭; ૧ રાજાઓ ૯:૬-૮) હેબ્રી લોકો વિદેશીઓના દેશમાં ૭૦ વર્ષ સુધી ગુલામ રહ્યા ત્યારે, તેઓના પોતાના ફળદ્રુપ ખેતરો, વાડીઓની સંભાળ રાખનાર કોઈ ન હતું, એટલે એ બધા જંગલ જેવા બની ગયા હતા.—યશાયાહ ૬૪:૧૦; યિર્મેયાહ ૪:૨૩-૨૭; ૯:૧૦-૧૨.
૫. (ક) કઈ રીતે ધરતી ખીલી ઊઠશે? (ખ) કયા અર્થમાં લોકો “યહોવાહનું ગૌરવ” જોશે?
૫ પરંતુ, યશાયાહ ભાખે છે કે તેઓનો દેશ કાયમ માટે ઉજ્જડ રહેશે નહિ. એ ફરીથી સુંદર બની જશે. તેને “લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે.”a કઈ રીતે એમ બનશે? ગુલામીમાંથી પાછા ફર્યા પછી, યહુદીઓ ફરીથી પોતાના ખેતરો ખેડી અને વાડીઓની સંભાળ રાખી શક્યા. તેથી, તેઓનો દેશ પહેલાંની જેમ ફરીથી ખીલી ઊઠે છે. એનો મહિમા યહોવાહ પરમેશ્વરને મળે છે. ફક્ત તેમની ઇચ્છા અને મદદ તથા આશીર્વાદને કારણે જ, યહુદીઓ આવા સુખનો આનંદ માણી શકે છે. લોકો પોતાના વતનમાં આ ચમત્કારિક ફેરફારો પાછળ યહોવાહનો હાથ છે, એમ માનશે ત્યારે તેઓ “યહોવાહનું ગૌરવ, આપણા દેવનો વૈભવ” જોઈ શકશે.
૬. યશાયાહના શબ્દો કઈ મહત્ત્વની રીતે પૂરા થયા હતા?
૬ જો કે ઈસ્રાએલના ફરીથી ખીલી ઊઠેલા દેશમાં યશાયાહના શબ્દો એક વધારે મહત્ત્વની રીતે પૂરા થઈ રહ્યા છે. આત્મિક રીતે ઈસ્રાએલ ઘણા વર્ષોથી સૂકું, રણ જેવું થઈ ગયું છે. ઈસ્રાએલીઓ બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે, શુદ્ધ ભક્તિ પર પ્રતિબંધ હતો. ત્યાં મંદિર ન હતું, વેદી ન હતી કે પછી યાજકોની ગોઠવણ પણ ન હતી. રોજના બલિદાનોના અર્પણ બંધ થઈ ગયા હતા. પરંતુ હવે, યશાયાહ એનાથી જુદું જ ભાખે છે. ઝરૂબ્બાબેલ, એઝરા અને નહેમ્યાહ જેવા સેવકોના માર્ગદર્શન હેઠળ, ઈસ્રાએલના ૧૨ કુળના પ્રતિનિધિઓ પાછા યરૂશાલેમ આવે છે, મંદિર બાંધે છે અને યહોવાહની છૂટથી ભક્તિ કરે છે. (એઝરા ૨:૧, ૨) ખરેખર, આ આત્મિક સુખ-શાંતિ કહેવાય!
-
-
ફરીથી સુખ-શાંતિ!યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
a શાસ્ત્રવચનોમાં જૂના જમાનાના લબાનોનની સરખામણી, એદન વાડી સાથે થઈ છે. જેમાં ભૂમિ ફળદ્રુપ અને ફૂલી-ફાલી રહેલી વાડીઓ તેમ જ ઊંચા ઊંચા દેવદારના વૃક્ષો હતા. (ગીતશાસ્ત્ર ૨૯:૫; ૭૨:૧૬; હઝકીએલ ૨૮:૧૧-૧૩) શારોન એનાં ઝરણાં અને એલોન અથવા ઇમારતી લાકડાના જંગલો માટે જાણીતું હતું; કાર્મેલ એની દ્રાક્ષાવાડીઓ, વાડીઓ અને ફૂલોની ચાદર બિછાવેલા ઢોળાવો માટે જાણીતું હતું.
-