બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૫૧-૫૨
યહોવાનું વચન શબ્દેશબ્દ પૂરું થાય છે
ભવિષ્યના બનાવો વિશે યહોવાએ વિગતવાર માહિતી આપી હતી
“તીરો તીક્ષ્ણ કરો”
“બાબેલના શૂરવીરો લડવાનું બંધ કરે છે”
નેબોનાઇડસ ક્રોનિકલ કહે છે: “કોરેશનું સૈન્ય લડાઈ વિના બાબેલોનમાં પ્રવેશ્યું.” મતલબ કે કોઈ મોટી અથડામણ વિના. અને એ યિર્મેયાની ભવિષ્યવાણી સાથે પણ મેળ ખાય છે
“બાબેલના ઢગલા થશે” અને “સદાકાળ ઉજ્જડ” રહેશે
ઈ.સ. પૂર્વે ૫૩૯ની શરૂઆતમાં બાબેલોનનો મહિમા ઝાંખો પડવા લાગ્યો. મહાન સિકંદરે બાબેલોનને પાટનગર બનાવવાનું નક્કી કર્યું હતું, પણ તે અચાનક મરણ પામ્યો. ખ્રિસ્તી ધર્મની શરૂઆતમાં અમુક યહુદીઓ હજી બાબેલોનમાં રહેતા હતા, એટલે પ્રેરિત પીતર બાબેલોનની મુલાકાતે ગયા હતા. પણ, ચોથી સદી સુધીમાં તો એ શહેરનો વિનાશ થયો અને સમય જતાં એનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું