-
બંને બહેનો વેશ્યા હતીઆખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
બંને બહેનો વેશ્યા હતી
હઝકિયેલ અધ્યાય ૨૩માં બતાવ્યું છે કે યહોવા પોતાના લોકોને બરાબરના ખખડાવી નાખે છે. એ લોકો તેમને બેવફા બન્યા. ૨૩મા અને ૧૬મા અધ્યાયની ઘણી વાતો એકસરખી છે. અધ્યાય ૨૩માં પણ યહોવાના લોકોને વેશ્યાઓ સાથે સરખાવવામાં આવ્યા છે. એમાં બે વેશ્યાઓ વિશે બતાવ્યું છે, જેઓ બહેનો છે. નાની બહેન યરૂશાલેમને રજૂ કરે છે અને મોટી બહેન સમરૂનને. બંને અધ્યાયોમાં બતાવ્યું છે કે નાની બહેન પોતાની મોટી બહેનને જોઈ જોઈને વેશ્યા બની ગઈ. તે તો પોતાની મોટી બહેનને પણ ટક્કર મારી ગઈ. તે પોતાની બહેન કરતાં પણ વધારે ખરાબ, નીચ, અધમ કામો કરવા લાગી. ૨૩મા અધ્યાયમાં યહોવાએ એ બંને બહેનોને આ નામ આપ્યાં: ઓહલાહ અને ઓહલીબાહ. મોટી બહેન ઓહલાહ સમરૂન છે. એ દસ કુળના ઇઝરાયેલ રાજ્યની રાજધાની છે. નાની બહેન ઓહલીબાહ યરૂશાલેમ છે. એ યહૂદા રાજ્યની રાજધાની છે.a—હઝકિ. ૨૩:૧-૪.
-
-
બંને બહેનો વેશ્યા હતીઆખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
a આ નામ પણ વિચારવા જેવાં છે. ઓહલાહનો મતલબ છે: “[ભક્તિનો] તેનો તંબુ.” એ નામ આપવાનું કારણ કદાચ આ હોય શકે: ઇઝરાયેલીઓએ તો યરૂશાલેમ જઈને યહોવાના મંદિરમાં તેમની ભક્તિ કરવાની હતી. પણ તેઓ પોતાના વિસ્તારમાં જ તેમની ભક્તિ કરવા લાગ્યા હતા. ઓહલીબાહનો મતલબ છે: “[ભક્તિનો] મારો તંબુ તેનામાં છે.” યહોવાનું મંદિર યરૂશાલેમમાં હતું.
-