બૉક્સ ૧૦-ખ
“સુકાઈ ગયેલાં હાડકાઓ” અને ‘બે સાક્ષીઓ’ વચ્ચે શું સંબંધ છે?
૧૯૧૯માં એવી બે ભવિષ્યવાણીઓ સાચી પડી, જે એકબીજા સાથે જોડાયેલી છે. એક ભવિષ્યવાણી “સુકાઈ ગયેલાં હાડકાઓ” વિશે હતી અને બીજી ભવિષ્યવાણી ‘બે સાક્ષીઓ’ વિશે હતી. ‘સુકાઈ ગયેલાં હાડકાઓની’ ભવિષ્યવાણી શું બતાવે છે? એક લાંબો સમય પૂરો થયા પછી (જે સદીઓ સુધી ચાલ્યો) ઈશ્વરના લોકોનો મોટો સમૂહ જાણે જીવતો થશે. (હઝકિ. ૩૭:૨-૪; પ્રકટી. ૧૧:૧-૩, ૭-૧૩) ‘બે સાક્ષીઓ’ વિશેની ભવિષ્યવાણી શું બતાવે છે? થોડો સમય પૂરો થયા પછી (જે ૧૯૧૪ના અંતથી ૧૯૧૯ની શરૂઆત સુધી ચાલ્યો) ઈશ્વરના લોકોનો નાનો સમૂહ જાણે જીવતો થશે. બંને ભવિષ્યવાણીમાં લોકો મરી ગયેલા જેવા હતા, પણ જીવતા થશે. આપણા સમયમાં બંને ભવિષ્યવાણીઓ ૧૯૧૯માં પૂરી થઈ. એ સમયે યહોવાએ અભિષિક્ત લોકોને ‘પોતાના પગ પર ઊભા થવા’ મદદ કરી. યહોવાએ અભિષિક્ત લોકોને મહાન બાબેલોનની ગુલામીમાંથી છોડાવ્યા. તેઓને શુદ્ધ થયેલા મંડળમાં ભેગા કર્યા.—હઝકિ. ૩૭:૧૦.
ધ્યાન આપો કે આ બંને ભવિષ્યવાણીઓ જે રીતે પૂરી થઈ, એમાં એક મોટો ફરક છે. ‘સુકાઈ ગયેલાં હાડકાઓની’ ભવિષ્યવાણી બતાવે છે કે બાકી રહેલા બધા અભિષિક્ત લોકો જીવતા થશે. પણ ‘બે સાક્ષીઓની’ ભવિષ્યવાણી જણાવે છે કે બાકી રહેલા અભિષિક્ત લોકોમાંથી અમુક જ જીવતા થશે. એ એવા ભાઈઓને બતાવે છે, જેઓ સંગઠનમાં આગેવાની લે છે અને જેઓને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકે પસંદ કરવામાં આવ્યા છે.—માથ. ૨૪:૪૫; પ્રકટી. ૧૧:૬.a
‘હાડકાંથી ભરેલી ખીણ’—હઝકિ. ૩૭:૧
ઈ.સ. ૧૦૦ પછી
ઈ.સ. બીજી સદીથી અભિષિક્ત લોકોને જાણે કે મારી નાખવામાં આવ્યા, એટલે “ખીણ” “હાડકાંથી” ભરાઈ ગઈ
૧૯૧૯ની શરૂઆતમાં
૧૯૧૯: “સુકાઈ ગયેલાં હાડકાઓ” જીવતાં થયાં. એ વર્ષે યહોવાએ અભિષિક્ત લોકોને મહાન બાબેલોનમાંથી આઝાદ કરાવ્યા. તેઓને શુદ્ધ થયેલા મંડળમાં ભેગા કર્યા
‘બે સાક્ષીઓ’—પ્રકટી. ૧૧:૩
૧૯૧૪ના અંતે
“કંતાન પહેરીને” પ્રચાર કરે છે
૧૯૧૪: ‘બે સાક્ષીઓએ’ સાડા ત્રણ વર્ષ સુધી “કંતાન પહેરીને” પ્રચાર કર્યો. એ પછી જાણે તેઓને મારી નાખવામાં આવ્યા
જાણે મરી જાય છે
૧૯૧૯ની શરૂઆતમાં
૧૯૧૯: ‘બે સાક્ષીઓ’ જીવતા થયા. એ વર્ષે સંગઠનમાં આગેવાની લેતા અમુક અભિષિક્ત ભાઈઓને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકે પસંદ કરવામાં આવ્યા
a ચોકીબુરજ માર્ચ ૨૦૧૬માં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.