બૉક્સ ૨૧-ક
‘તમારે દાન માટેની જમીન અલગ રાખવી’
ચાલો આપણે પણ હઝકિયેલ સાથે જઈએ અને યહોવાએ જે જમીન અલગ રાખી છે, એ જોઈએ. એ જમીનના પાંચ અલગ અલગ ભાગ છે. એ ભાગ કયા કયા છે? એને કેમ અલગ રાખવામાં આવ્યા?
૧. “દાન માટેની જમીન”
આ જમીન સરકારી કામકાજ માટે અલગ રાખવામાં આવી, જેથી ત્યાં સંગઠન માટેનાં કામો કરવામાં આવે.
૨. “દાન માટેની પૂરેપૂરી જમીન”
આ જમીન યાજકો, લેવીઓ અને શહેર માટે અલગ રાખવામાં આવી. ૧૨ કુળોના લોકો ત્યાં આવતા અને યહોવાની ભક્તિ કરતા. તેઓ સંગઠનની ગોઠવણોને સાથ આપતા.
૩. “આગેવાનનો વિસ્તાર”
“ઇઝરાયેલમાં એ જમીન આગેવાનનો વારસો થશે.” “એ આગેવાનનો થશે.”
૪. ‘પવિત્ર દાન માટેની જમીન’
આ જમીનને “પવિત્ર ભાગ” પણ કહેવામાં આવે છે. એનો ઉપરનો ભાગ “લેવીઓ માટે” છે અને એ “પવિત્ર” છે. એ જમીનની વચ્ચેનો ભાગ “યાજકો માટે” છે. “એ જગ્યા તેઓનાં ઘરો માટે હશે અને એ પવિત્ર જગ્યા મંદિર માટે હશે.”
૫. ‘બાકી રહેલી જમીન’
આ જમીન “ઇઝરાયેલના બધા લોકો માટે હશે.” એ જમીન “લોકોના વપરાશ માટે થશે. એમાં રહેવાની અને ચરાવવાની જગ્યા પણ હશે.”