સિંહ
આફ્રિકાની ભવ્ય
બિલાડી
સજાગ બનો!ના કેન્યામાંના ખબરપત્રી તરફથી
આફ્રિકાના સેરેન્ગેટી પાર્કમાં સૂર્યોદય થયો હતો. સવારના ઠંડા પવનમાં, અમે અમારી કારમાં બેઠા હતા અને અમે સિંહણોનાં ટોળાઓ સાથે એઓનાં બચ્ચાંઓ પણ જોયાં. એઓના ભૂખરા સુંવાળા ચમકદાર સોનેરી વાળ, સૂકા અને લાંબા ઘાસની સાથે મળી જતા હતા. નાનાં બચ્ચાંઓ તોફાની અને ચડતી યુવાનીમાં હતાં. એઓ ઠેકડા મારતા હતા અને ઘણી સિંહણોની આજુબાજુ રમતાં હતાં, પરંતુ વિદૂષકની જેમ ઠેકડા મારતાં પોતાનાં બચ્ચાંઓ તરફ સિંહણ ભાગ્યે જ ધ્યાન આપતી હતી.
એકાએક ટોળું થંભી ગયું. સર્વની આંખો દૂર એક જગ્યા તરફ જોવા લાગી. અમે પણ ઊંચેથી એઓની નજરની દિશામાં જોવા લાગ્યા અને એઓ શું જોતા હતા એ અમારા ધ્યાન પર આવ્યું. પરોઢના પ્રકાશથી મોટો સિંહ દેખાયો. એ અમારા તરફ તાકી રહ્યો ત્યારે અમારી નજર એક થઈ. અમારું શરીર કાંપવા લાગ્યું, સવારની ઠંડીને કારણે નહિ, પરંતુ એ અમારી તરફ જોઈ રહ્યો હતો તેથી. એને જોઈને ડરી જવાય, તેમ છતાં એ અતિ સુંદર દેખાય છે. ભરાવદાર સોનેરી અને કાળા કેશ એના માથાનું બંધારણ હતું. એની મોટી મોટી અગ્નિરંગની આંખો જોઈ રહી હતી. તેમ છતાં, એના કુટુંબે એનું ધ્યાન દોર્યું, અને ધીમેથી એણે પોતાની નજર એઓ પર કરી અને એમના નિર્દેશનમાં ચાલવા લાગ્યો.
એની ફલાંગ પ્રભાવશાળી અને આકર્ષક હતી. બીજી વાર અમારી તરફ જોયા વિના, એ તદ્દન અમારી કાર પાસેથી પસાર થઈને સિંહણ તથા પોતાના બચ્ચાંઓ પાસે ગયો. એ સર્વ એને મળવા માટે ઊભાં થયાં અને એકએક કરીને બિલાડીના પરિવારની જેમ એના બરછટ મોંઢા પર પોતાના ચહેરા ઘસવાં લાગ્યાં. ટોળાની મધ્યે જઈને, હરીફરીને થાકેલાની જેમ સિંહ બેસીને ગુલમટાં ખાવા માંડ્યો. એની સુસ્તી બીજાને પણ અસર કરે છે, અને સવારના હૂંફાળા સૂર્ય પ્રકાશના પહેલા કિરણે આખું ટોળું હળવાસથી ઊંઘવા માંડે છે. સોનેરી ઘાસનું મેદાન પવનથી ફુંકાતું જોઈને અમને શાંતિ અને સંતુષ્ટ અનુભવ થાય છે.
કાવતરાભર્યું મુગ્ધ પ્રાણી
સિંહ સિવાય અન્ય કોઈ પ્રાણી માણસની કલ્પનાને ઉત્તેજિત કરતું નથી. વર્ષો અગાઉ, આફ્રિકી શિલ્પીઓ પથ્થર પર પોતાના શિકારને ફાડી ખાતા સિંહ દોરતા હતા. પ્રાચીન સ્થળો અને મંદિરોને કેશધારી સિંહોના પૂતળાથી શણગારવામાં આવતા. આ જંગલી બિલાડીના પ્રકારમાંથી ઊતરી આવેલી બિલાડીને આજે જોવા માટે લોકો પ્રાણીસંગ્રહાલયોમાં ઉમટે છે. પુસ્તકો અને ચલચિત્રોમાં સિંહને જેમ કે બૉર્ન ફ્રી, ફિલ્મમાં અનાથ બચ્ચાને પાંજરામાં ઊછેરવામાં આવ્યું અને પછીથી તેને છેવટે મુક્ત કરવામાં આવે છે, એ સાચે એમ જ થયું હતું. દંતકથા અને વાર્તાઓમાં સિંહને બદમાસ અને હિંસક ગણવામાં આવે છે, જે અમુક અંશે સાચું છે. એમાં આશ્ચર્ય નથી કે સિંહને કાવતરાભર્યું મુગ્ધ પ્રાણી કહેવામાં આવે છે!
પ્રસંગોપાત્ત, સિંહ અત્યંત હિંસક અને બિલાડીના બચ્ચાંની જેમ શાંત અને રમતિયાળ બની શકે છે. એઓ ખુશ હોય ત્યારે ધીમે ધીમે બિલાડીની જેમ અવાજ કરે છે, અને ૮ કિલોમીટર દૂર સુધી સંભળાય એવી ગર્જના પણ કરી શકે છે. ઘણી વખત એ આળસુ અને સુસ્ત લાગે છે, પરંતુ એઓ પાસે મનાય નહિ એવી દોડવાની ક્ષમતા છે. પોતાની હિંમતને કારણે માણસે સિંહને આદર આપ્યો છે, જેમ કે હિંમતવાન વ્યક્તિને સિંહનું બચ્ચું કહેવામાં આવે છે.
સીમ્બાa—એક મિલનસાર બિલાડી
સર્વ બિલાડીઓમાં સિંહ સૌથી મિલનસાર છે. એઓ ટોળેબંધ મોટા પરિવારની સંખ્યામાં ઊછરે છે, જેમાં થોડા સભ્યોથી માંડીને ૩૦ સુધી હોય શકે. સિંહણોનું વૃંદ ટોળાંઓનું બનેલું હોય છે જેઓ સંબંધિત હોય છે. એઓ ભેગા મળીને રહે છે, શિકાર કરે છે, અને સાથે કુટુંબ ઉછેરે છે. આ નજીકનું બંધન સિંહ કુટુંબને એની જરૂરિયાત પૂરી પાડે છે અને એના બચાવનું રક્ષણ કરે છે.
a સ્વાહીલી ભાષામાં “સિંહ”ને સીમ્બા કહેવામાં આવે છે.
દરેક ટોળામાં એક અથવા વધારે પરિપક્વ સિંહ હોય છે જે ચોકી કરે છે અને ટોળાના વિસ્તારને ગંધથી ચિહ્નિત કરે છે. એના કાળા નાકના ટેરવાથી માંડીને એની પૂંછડીના ઝૂલફાના અંત સુધી, આ ભવ્ય ચોપગા પ્રાણીની ૩ મીટર લંબાઈ હોય શકે, અને એનું વજન ૨૨૫ કિલોગ્રામથી પણ વધારે હોય શકે છે. સિંહ ટોળા પર અંકુશ ચલાવતો હોવા છતાં, સિંહણ આગેવાની લેતી હોય છે. સામાન્ય રીતે સિંહણો પ્રવૃત્તિઓમાં શરૂઆત કરતી હોય છે, જેમ કે છાયા નીચે જવું અથવા શિકાર કરવા જવું.
સામાન્ય રીતે સિંહણો દર બે વર્ષે જન્મ આપે છે. સિંહ સંપૂર્ણ રીતે અસહાય જન્મે છે. આખો સિંહ સમાજ ભેગો મળીને બચ્ચાં ઉછેરે છે, અને સર્વ સિંહણો રક્ષણ કરે છે તેમ ટોળામાં રહીને બચ્ચાંને સ્તનપાન પણ કરાવે છે. બચ્ચાંઓ જલદીથી મોટા થાય છે; બે મહિનાની ઉંમરે તો એઓ દોડે છે અને રમે છે. બિલાડીના બચ્ચાંની જેમ એઓ ગુલમટાં ખાય છે, પોતાના મિત્રો પર તરાપ મારે છે, અને ઊંચા ઘાસમાં કૂદકા પણ મારતાં હોય છે. એઓ કંઈ પણ વસ્તુઓ હલતી જોઈને આકર્ષાય છે. પતંગિયાઓ અને કોઈ પણ જીવજંતુઓની પાછળ કૂદકો મારે છે, તેમ જ લાકડીઓ તથા વેલાઓ સાથે કુસ્તી કરે છે. એની માતા જાણી જોઈને પૂંછડી હલાવે છે, એનાથી આકર્ષાઈને એઓ રમવા પ્રેરાય છે.
દરેક ટોળું નક્કી કરેલ વિસ્તારમાં જ રહે છે જે ખૂબ જ વિસ્તારવામાં આવ્યો હોય છે. સિંહને ઊંચા વિસ્તારો વધારે ગમે છે જ્યાં ભરબપોરના સમયે પુષ્કળ પાણી અને છાયડો મળે. એઓ મેદાનમાં હાથી, જિરાફ, ભેંસ, અને અન્ય પ્રાણીઓ સાથે રહે છે. સિંહ પોતાનું જીવન આરામ કરવામાં અને શિકાર કરવામાં તથા થોડો સમય કુટુંબ ઉછેરવામાં પસાર કરે છે. હકીકતમાં, સિંહ માનવામાં ન આવે એમ દિવસના ૨૦ કલાક સૂઈને આરામ કરવામાં, અથવા બેઠા જોવા મળે છે. ભરઊંઘમાં તેઓ શાંત અને પાલતું લાગે છે. તેમ છતાં, છેતરાશો નહિ—સિંહ સર્વ જંગલી પ્રાણીઓમાં એક હિંસક પ્રાણી છે!
શિકારી
મોડી બપોરે, તાપથી તપેલું ઘાસ ધીમે ધીમે ઠંડુ થાય છે. અમે જોતા હતા એ ટોળામાંની ત્રણ સિંહણો બપોરની ઊંઘ લઈને હવે આમતેમ હલવા માડી. ભૂખને લીધે બિલાડીઓ આમતેમ ફરવા લાગી, પીળાપચ ઘાસને જોતાં એઓ હવા સુંઘવા લાગ્યા. અમારી દક્ષિણ તરફ કઢંગું રીતે હરણ વર્ગના પ્રાણીઓ લાખોની સંખ્યામાં ચરતાં હતાં. આ સમયમાં ખૂબ જ સ્થળાંતર થતાં હોય છે. હવે ત્રણ બિલાડીઓ એ દિશામાં જવા લાગી હતી. એઓ આરંભથી એઓની પૂંછડી હવામાં પંખાની જેમ હલાવતી હલાવતી એઓ તરફ ખડકાળ જમીનમાંથી ધીરે ધીરે જવા લાગી. ભૂખરા રંગની બિલાડીઓ ઊંચા ઘાસમાં જલદી દેખાતી નથી અને એઓ એકદમ અણધારીય ધણની નજીક ૩૦ મીટરના અંતરે આવી શકે છે. બિલાડીઓ કોના પર તરાપ મારશે તે ત્યાર પછી જ નિર્ણય કરે છે. વિજળી વેગથી, ચોંકાવનાર હરણના ટોળામાં હરિફાઈ કરે છે. ટોળું બધી દિશાઓમાં નાસભાગ કરે છે, આવેશી-આંખોવાળાં પ્રાણીઓ પોતાનાં જીવન માટે દોડે છે. સેંકડો ભુક્કો બોલાવતી ખરીઓ નીચે આવતી કોઈ પણ વસ્તુને કચડી નાખે છે, એના પગેથી લાલ ધૂળ હવામાં ઉડે છે. ધૂળ ઉડતી બંધ પડે છે તેમ, અમે ત્રણ સિંહણોને એકલી ઊભી રહેલી જોઈ, જે બરાબર હાંફી રહી હતી. એઓનો શિકાર છટકી ગયો હતો. કદાચ બીજો શિકાર કરવાની તક આજે રાત્રે મળે કે ન પણ મળે. એઓ ચપળ અને ઝડપી હોવા છતાં, શિકાર કરતી વખતે એઓ ફક્ત ૩૦ ટકા જ સફળ થાય છે. તેથી ભૂખ્યા રહેવાથી સિંહનું જીવન જોખમમાં છે.
પૂર્ણ વિકસિત સિંહની શક્તિ નોંધપાત્ર હોય છે. ટોળામાં શિકાર કરીને, એઓ ૧,૩૦૦ કિલોગ્રામ કરતાં વધારે વજનનાં પ્રાણીઓને નીચે પાડીને મારી નાખવા માટે જાણીતા છે. શરૂઆતમાં સિંહ કલાકના ૫૯ કિલોમીટર સુધીની ઝડપે દોડી શકે છે, પરંતુ એઓ લાંબા સમય સુધી એ ઝડપ જાળવી શકતા નથી. એને કારણે, એઓ પોતાનો ખોરાક મેળવવા માટે લપાતાં-છુપાતાં તથા ઓચિંતો શિકારનો પીછો કરવાની રીતો અપનાવે છે. સિંહણો ૯૦ ટકા શિકાર કરે છે, પરંતુ ખાવા લાગે ત્યારે સામાન્ય રીતે મોટો સિંહ પોતાનો ભાગ લઈ લે છે. શિકાર ન મળે ત્યારે, સિંહ કેટલીક વખત એટલા ભૂખ્યાડાંસ થઈ જાય છે કે એઓ પોતાનાં બચ્ચાંઓને ભાગ ન આપવો પડે માટે તેમને ભગાડી મૂકે છે.
સિંહનો શિકાર
વર્ષો અગાઉ ભવ્ય સિંહો આખા આફ્રિકી ખંડ અને એશિયા, યુરોપ, ભારત, તથા પેલેસ્ટાઈનમાં જોવા મળતા હતા. શિકારી હોવાથી, એઓ માણસ સાથે હરીફની જેમ જીવવા લાગ્યા. પાલતુ જાનવરોને ધમકી અને લોકોને નુકશાનને કારણે, સિંહને જોતાની સાથે જ મારી નાખવામાં આવતો હતો. ઝડપથી વધી રહેલ માનવ વસ્તીને કારણે સિંહના વિસ્તારોમાં ઘટાડો થયો છે. આફ્રિકાની બહાર, આજે જંગલમાં ફક્ત થોડાક જ સિંહ બચ્યા છે. હવે સિંહ ફક્ત સંરક્ષિત વિસ્તારોની સીમાઓમાં અને વન્યજીવન પાર્કમાં માણસોથી સલામતીમાં છે.
ખુશીની વાત છે કે, આ ભવ્ય પ્રાણી માટે ફેરફારો આવી રહ્યા છે. બાઇબલ એવા ભાવિ વિષે વર્ણવે છે જ્યારે સિંહ માનવો સાથે શાંતિમાં રહેશે. (યશાયાહ ૧૧:૬-૯) આપણા પ્રેમાળ ઉત્પન્નકર્તા જલદી જ આ વાસ્તવિક બનાવશે. એ સમયે આફ્રિકાની ભવ્ય બિલાડીઓ બાકીની ઉત્પત્તિ સાથે સુમેળમાં અને શાંતિમાં રહેશે.
સિંહ ગર્જના કરે ત્યારે
સિંહ એની અજોડ અવાજ ક્ષમતા માટે જાણીતો છે, એની ગર્જના ઘણે દૂર સુધી સાંભળી શકાય છે. સિંહની ગર્જના “કુદરતી અવાજોમાં સૌથી વધારે પ્રભાવશાળી” કહેવામાં આવે છે. સામાન્ય રીતે સિંહ રાત અને પરોઢના સમયમાં ગર્જના કરે છે. સિંહણ અને સિંહ બંને ગર્જના કરવામાં પરોવાય છે, અને કેટલીક વખત તો સિંહનું સમગ્ર ટોળું ભેગું મળીને ગર્જના કરે છે.
સિંહનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો સૂચવે છે કે ગર્જના કરવાથી ઘણી બધી બાબતો સિદ્ધ થાય છે. સિંહ પોતાની પ્રાદેશિક સીમાની જાહેરાત કરવા અને, હુમલો કરવા, તથા પોતાના વિસ્તારમાં પ્રવેશતા અન્ય સિંહોને ચેતવણી આપવા ગર્જના કરે છે. યોગ્ય રીતે જ, બાઇબલ આક્રમણાત્મક, અભિમાની, અને લોભી આશ્શૂરી અને બાબેલોની શાસકોનો ઉલ્લેખ ગર્જના કરતા “સિંહનાં બચ્ચાં” તરીકે કરે છે જેઓ હિંસક રીતે દેવના લોકોનો વિરોધ કરતા હતા અને ખાઈ જતા હતા.—યશાયાહ ૫:૨૯; યિર્મેયાહ ૫૦:૧૭.
દૂર અંતરે હોય અથવા અંધારામાં ભૂલા પડ્યા હોય ત્યારે ગર્જના મુખ્ય સભ્યોને પોતાનું સ્થળ બતાવે છે. શિકાર કર્યા પછી, બીજાઓ તૈયાર ખાવા ન આવે માટે ગર્જના કરવામાં આવે છે. આ ગુણલક્ષણનો ઉલ્લેખ કરતા, બાઇબલ અવલોકે છે: “શું ભક્ષ મળ્યા વગર સિંહ વનમાં ગર્જના કરશે? શું કંઈ પણ પકડ્યા સિવાય સિંહનું બચ્ચું પોતાના બીલમાંથી બરાડા પાડશે?”—આમોસ ૩:૪.
આશ્ચર્યની વાત છે કે સિંહ પોતાના શિકારને બીવડાવવા માટે પાછળ પડવાની તરકીબ તરીકે ગર્જનાનો ઉપયોગ કરતા નથી. પોતાના પુસ્તક ધ બીહેવીયર ગાઈડ ટુ આફ્રિકન મેમલ્સમાં, રીચાર્ડ એસ્ટેઝે અવલોક્યું કે એવું “કદી જોવા નથી મળ્યું કે શિકાર કરતી વખતે એના શિકારને પકડવા સિંહ જાણીજોઈને ગર્જના કરે છે, (મારા અનુભવ પ્રમાણે, કોઈ પણ શિકાર સ્વાભાવિક રીતે એવા વખતે સિંહની ગર્જનાને ગણકારે છે).”
તો પછી, બાઇબલ શા માટે શેતાનને ‘ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધે છે’? તરીકે ઉલ્લેખે છે. (૧ પીતર ૫:૮) સિંહની ગર્જનાથી જંગલી પ્રાણીઓ ડરી જતા હોય એમ જોવા મળતું નથી પરંતુ માનવ પરિવાર એનાથી ડરતું હોય છે. અંધારી રાત્રે વારંવાર સિંહની ગર્જનાથી ભય ઉપજાવે છે, જો પીંજરામાં ન હોય તો કોઈ પણ એનાથી બીશે. લાંબા સમય પહેલાં એને ચોકસાઈપૂર્વક રીતે અવલોકવામાં આવ્યું હતું: “સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે?”—આમોસ ૩:૮.
લોકોને બીવડાવીને આધીન કરવા માટે શેતાન ચાલાક રીતે એનો ઉપયોગ કરવામાં કુશળ છે. આપણે આભારી છીએ કે આપણે એકલા નથી, પરંતુ પરાત્પર દેવ આપણી સાથે છે. યહોવાહ આપણી સાથે છે એવો દૃઢ વિશ્વાસ હોવાથી, આપણે આ શક્તિશાળી “ગાજનાર સિંહ”નો સફળતાપૂર્વક સામનો કરી શકીએ છીએ. ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવામાં આવે છે કે “વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થાઓ.”—૧ પીતર ૫:૯.