-
યહોવાહનો મહાન દિવસ નજીક છે!ચોકીબુરજ—૨૦૦૧ | ફેબ્રુઆરી ૧૫
-
-
૬ જૂઠા ભક્તો વિરુદ્ધ પરમેશ્વરના પગલાં વિષે ભવિષ્યવાણી ભાખતા, સફાન્યાહ ૧:૪-૬ કહે છે કે “હું મારો હાથ યહુદાહ પર તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ પર લંબાવીશ; હું બઆલના શેષને, ને કમારીમના નામને તથા તેમના યાજકોને નષ્ટ કરીશ; અને ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાહની આગળ સોગન ખાનારા છતાં માલ્કામને નામે પણ સોગન ખાય છે તેવા ભક્તોને; તથા યહોવાહનું અનુસરણ ન કરતાં તેનાથી વિમુખ થએલાઓને; અને જેઓએ યહોવાહની શોધ કરી નથી, કે તેની સલાહ પૂછી નથી તેઓને હું નષ્ટ કરીશ.”
-
-
યહોવાહનો મહાન દિવસ નજીક છે!ચોકીબુરજ—૨૦૦૧ | ફેબ્રુઆરી ૧૫
-
-
૯ પ્રાચીન યહુદાહની જેમ, આજે ખ્રિસ્તી રાષ્ટ્રો પણ જૂઠા ધર્મો અને જ્યોતિષશાસ્ત્રમાં ઓતપ્રોત થઈ ગયા છે. પાદરીઓની મદદથી તેઓ યુદ્ધોની વેદી પર કરોડો લોકોનું બલિદાન ચઢાવે છે. એ ખરેખર ધૃણાજનક છે! આપણે કદી પણ અવિશ્વાસુ યહુદાહના જેવા ન બનવું જોઈએ. તેઓએ ‘યહોવાહનું અનુસરણ ન કરનારાઓ’ જેવા બનીને, તેમની શોધ કરી નહિ તેમ જ તેમનું માર્ગદર્શન પણ લીધું નહિ. એના બદલે, ચાલો આપણે પ્રામાણિકતાથી યહોવાહની સેવા કરતા રહીએ.
-