વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
    • ૧૩. વેશ્યાના એટલે કે, કહેવાતા ખ્રિસ્તી ધર્મ અને બાકીના મહાન બાબેલોનના હાલના વર્તન વિશે પ્રકટીકરણ ૧૮:૭ શું જણાવે છે?

      ૧૩ ત્રીજું, રડવું અને દાંત પીસવું થશે. સ્વર્ગદૂતો કડવા દાણાને ભેગા કરી લે એ પછી શું બનશે? કડવા દાણાના કેવા હાલ થશે, એ વિશે જણાવતા ઈસુએ કહ્યું કે તેઓ માટે “ત્યાં રડવું ને દાંત પીસવું થશે.” (માથ. ૧૩:૪૨) શું એવું હાલમાં બની રહ્યું છે? ના. કહેવાતો ખ્રિસ્તી ધર્મ વેશ્યાનો ભાગ છે, જે આજે પણ જાણે કહી રહી છે, “હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી અને હું રૂદન કરનારી નથી.” (પ્રકટી. ૧૮:૭) એને લાગે છે કે બધી બાબતો પર પોતાનો કાબૂ છે અને રાણીની જેમ એ રાજકીય આગેવાનો પર સત્તા ચલાવે છે. તેથી, કહી શકાય કે કહેવાતો ખ્રિસ્તી ધર્મ આજે પણ બડાઈ હાંકી રહ્યો છે. એણે હજુ રડવાનું શરૂ કર્યું નથી. જોકે, બહુ જલદી જ એની સ્થિતિ બદલાશે.

      [પાન ૧૩ પર ચિત્ર]

      નકલી ખ્રિસ્તી ધર્મનો રાજકીય આગેવાનો સાથેના સંબંધનો જલદી જ અંત આવશે (ફકરો ૧૩ જુઓ)

      ૧૪. (ક) નકલી ખ્રિસ્તીઓ ક્યારે અને કેમ દાંત પીસશે? (ખ) માથ્થી ૧૩:૪૨ની આપણી સમજણમાં સુધારો કઈ રીતે ગીતશાસ્ત્ર ૧૧૨:૧૦ની સુમેળમાં છે? (નોંધ જુઓ.)

      ૧૪ મોટી વિપત્તિ વખતે જૂઠા ધર્મોનો નાશ થશે. એ સમયે, જૂઠા ધર્મોને જેઓ ટેકો આપતા હતા તેઓ રક્ષણ માટે અહીં તહીં દોડશે. પરંતુ, તેઓને સંતાવાની કોઈ જગ્યા મળશે નહિ. (લુક ૨૩:૩૦; પ્રકટી. ૬:૧૫-૧૭) ત્યારે તેઓને ભાન થશે કે, હવે વિનાશમાંથી બચવાનો કોઈ રસ્તો નથી. તેથી, તેઓ પોતાના હાલ પર રડશે અને ગુસ્સામાં ‘દાંત પીસશે.’ મોટી વિપત્તિ વિશેની ભવિષ્યવાણીમાં ઈસુએ જણાવ્યું હતું તેમ, એ સમયે તેઓ “શોક કરશે.”e​—માથ. ૨૪:૩૦; પ્રકટી. ૧:૭.

      ૧૫. કડવા દાણાનું શું થશે અને ક્યારે?

      ૧૫ ચોથું, ભઠ્ઠીમાં નાખવામાં આવશે. ભેગા કરેલા કડવા દાણાનું છેવટે શું થશે? સ્વર્ગદૂતો કડવા દાણાને “બળતી ભઠ્ઠીમાં નાખી દેશે.” (માથ. ૧૩:૪૨) એ બતાવે છે કે, તેઓનો પૂરેપૂરો નાશ થશે. તેથી, જેઓ જૂઠા ધર્મો સાથે જોડાયેલા હતા, તેઓનો મોટી વિપત્તિના અંતિમ ભાગ આર્માગેદનમાં નાશ થશે.​—માલા. ૪:૧.

  • ‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
    • e ફકરો ૧૪: માથ્થી ૧૩:૪૨ની સમજણમાં આ સુધારો છે. અગાઉ આપણાં સાહિત્યમાં જણાવ્યું હતું કે, નકલી ખ્રિસ્તીઓ વર્ષોથી ‘રડે અને દાંત પીસે’ છે. કારણ, ‘રાજ્યનાં દીકરાઓʼએ તેઓને ‘શેતાનનાં દીકરા’ તરીકે ખુલ્લા પાડ્યા છે. (માથ. ૧૩:૩૮) જોકે, બાઇબલ પ્રમાણે દાંત પીસવું, એ વિનાશને રજૂ કરે છે.​—ગીત. ૧૧૨:૧૦.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો