-
આ સફળ થશે કે પેલું, આપણે જાણતા નથીચોકીબુરજ—૨૦૦૮ | જુલાઈ ૧
-
-
માછીમારની જાળ
૧૫, ૧૬. (ક) જાળનો દાખલો ટૂંકમાં જણાવો. (ખ) એ જાળ શું છે? એનાથી શું કરવામાં આવશે?
૧૫ ઈસુએ માછીમારની જાળનો દાખલો પણ આપ્યો. એનાથી શીખવ્યું કે ખ્રિસ્તી હોવાનો દાવો કરનારાની સંખ્યા કરતાં, તેઓની શ્રદ્ધા મહત્ત્વની છે. તેમણે કહ્યું: ‘આકાશનું રાજ્ય જાળના જેવું છે, કે જેને લોક સમુદ્રમાં નાખે છે, ને હરેક જાતની માછલીઓ તેમાં સમેટે’ છે કે ભેગી કરે છે.—માથ. ૧૩:૪૭.
૧૬ આ જાળ ઈશ્વરના રાજ્યના પ્રચારને રજૂ કરે છે. ઈસુએ કહ્યું, “જ્યારે તે [જાળ] ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારૂં હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું, પણ નઠારૂં ફેંકી દીધું. એમજ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.”—માથ. ૧૩:૪૮-૫૦.
૧૭. જાળમાંની માછલીઓને ક્યારે જુદી પાડવામાં આવશે?
૧૭ ઈસુએ એકવાર ઘેટાં-બકરાંને જુદા પાડવાનું ઉદાહરણ પણ આપ્યું હતું. શું માછીમારની જાળનું ઉદાહરણ એ જ બતાવે છે? (માથ. ૨૫:૩૧-૩૩) ના. ઈસુ જલદી જ આવનાર મોટી વિપત્તિમાં આખરી ફેંસલો કરશે ત્યારે, લોકોને ઘેટાં-બકરાંની જેમ જુદા પાડશે. તો પછી જાળમાંની માછલીઓને ક્યારે જુદી પાડવામાં આવશે? એ તો ‘જગતનો અંત’ આવ્યા પહેલાં થશે.b આપણે એ જ સમયમાં જીવી રહ્યા છીએ. તો કઈ રીતે અત્યારે લોકોને જુદા પાડવામાં આવે છે?
૧૮, ૧૯. (ક) આજે લોકોને કઈ રીતે જુદા પાડવામાં આવે છે? (ખ) નમ્ર લોકોએ શું કરવું જ જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)
૧૮ સમુદ્રનાં પાણી મનુષ્યોને રજૂ કરે છે. જાળમાં પકડાયેલી માછલીઓ કોને રજૂ કરે છે? એ એવા લાખો લોકો છે, જેઓ સત્ય સાંભળે છે. કોઈ વાર મેમોરિયલમાં આવે છે. મિટિંગોમાં આવે છે. અમુક તો બાઇબલ સ્ટડી પણ કરે છે. પણ શું તેઓ સાચે જ દિલથી યહોવાહની ભક્તિ કરે છે? ખરું કે ‘તેઓને કિનારે ખેંચી લાવવામાં આવ્યા’ છે. તોપણ ઈસુએ કહ્યું કે ‘સારી’ માછલીઓને જ “વાસણોમાં” ભેગી કરવામાં આવશે. આ ‘વાસણો’ શું છે? યહોવાહનાં મંડળો. નકામી માછલી ફેંકી દેવામાં આવે છે. એ જ રીતે, જેઓ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરતા નથી, તેઓનો આખરે કાયમ માટે નાશ થશે.
૧૯ આ ‘નઠારી’ કે ખરાબ માછલી શાને રજૂ કરે છે? એ એવા લોકો છે જેઓ યહોવાહ વિષે શીખતા હતા, પણ હવે નથી શીખતા. તેમ જ, એવા લોકો જેઓ માબાપ પાસેથી સત્ય શીખ્યા પણ હજુ પોતે ભક્ત બન્યા નથી કે સત્ય છોડી દીધું છે.c (હઝકી. ૩૩:૩૨, ૩૩) સર્વનો ન્યાય થાય એ પહેલાં આપણે શું કરવું જોઈએ? નમ્ર દિલના દરેકે યહોવાહના મંડળને કદીયે છોડવું નહિ.
-
-
આ સફળ થશે કે પેલું, આપણે જાણતા નથીચોકીબુરજ—૨૦૦૮ | જુલાઈ ૧
-
-
૨૦, ૨૧. (ક) આ બધાં ઉદાહરણોમાંથી આપણે શું શીખ્યા? (ખ) આપણે શું કરવું જોઈએ?
૨૦ આ બધાં ઉદાહરણોમાંથી આપણે શું શીખ્યા? રાઈના દાણાના ઉદાહરણમાંથી આપણે શીખ્યા કે યહોવાહની સંસ્થા આખી દુનિયામાં ફેલાઈ છે. તેમના કામને કોઈ જ રોકી ન શકે. (યશા. ૫૪:૧૭) જેઓ એની ‘છાયા નીચે વાસો કરે છે,’ તેઓને શેતાનના જગત સામે રક્ષણ મળે છે. ખમીરનો દાખલો શું શીખવે છે? ખમીર લોટને ફુલાવે છે, પણ કઈ રીતે એ જોઈ શકાતું નથી. યહોવાહ પણ પોતાની સંસ્થામાં વધારો કરે છે. પણ કઈ રીતે એ આપણે જોઈ શકતા નથી. માછીમારની જાળનું ઉદાહરણ શું શીખવે છે? જેઓ યહોવાહનો સંદેશો સાંભળે છે, તેઓ બધા જ યહોવાહના ભક્તો બનતા નથી.
-
-
આ સફળ થશે કે પેલું, આપણે જાણતા નથીચોકીબુરજ—૨૦૦૮ | જુલાઈ ૧
-
-
b ખરું કે માત્થી ૧૩:૩૯-૪૩ જરા અલગ વિષયની વાત કરે છે. તોપણ એ જાળના ઉદાહરણ સાથે મળતું આવે છે. એ બંને બનાવો ‘જગતનો અંત’ આવ્યા પહેલાં પૂરા થશે. જેમ વાવનાર અને લણનારનું કામ ચાલુ છે, તેમ જાળમાંની માછલી જુદી પાડવાનું કામ પણ ચાલુ જ છે.—ચોકીબુરજ, ઑક્ટોબર ૧૫, ૨૦૦૦, પાન ૨૫-૨૬; વર્શીપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તક, પાન ૧૭૮-૧૮૧, ફકરા ૮-૧૧.
-