-
દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપોચોકીબુરજ—૨૦૦૦ | એપ્રિલ ૧
-
-
૫ રૂપાંતર ભાવિ વિષે જણાવતો બનાવ હતો. ઈસુએ માત્થી ૧૬:૨૭, ૨૮માં કહ્યું: “માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, . . . હું તમને ખચીત કહું છું, કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાએક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.” શું કેટલાએક પ્રેરિતોએ ખરેખર ઈસુને તેમના રાજ્યમાં આવતા જોયા? માત્થી ૧૭:૧-૭ બતાવે છે: “છ દહાડા પછી ઈસુ પીતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું.” કેવો અદ્ભુત બનાવ! “એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું, ને તેનાં લૂગડાં અજવાળાના જેવાં ઊજળાં થયાં. ત્યારે, જુઓ, મુસા તથા એલીયાહ તેની જોડે વાત કરતા તેઓને દેખાયા.” વળી, “જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી.” તેમ જ, તેઓએ દેવને આમ કહેતા સાંભળ્યા: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, ને બહુ જ બીધા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું, કે ઊઠો, ને બીહો મા.”
-
-
દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપોચોકીબુરજ—૨૦૦૦ | એપ્રિલ ૧
-
-
૭ એ રૂપાંતરે ત્રણેય પ્રેરિતોનો વિશ્વાસ દૃઢ કર્યો, જેઓ ખ્રિસ્તી મંડળમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના હતા. રૂપાંતરમાં ઈસુનું તેજસ્વી મોં, તેમના ઊજળાં કપડાં, અને ખુદ યહોવાહનો એવું કહેતો અવાજ સાંભળવા મળ્યો કે, ઈસુ તેમના વહાલા પુત્ર છે, જેમનું તેઓએ સાંભળવું જોઈએ. એ સર્વની ઊંડી અસર પડી. પરંતુ, પ્રેરિતોએ ઈસુ ફરીથી સજીવન થાય ત્યાં સુધી, એ સંદર્શન વિષે કોઈને કંઈ કહેવાનું ન હતું. કંઈક ૩૨ વર્ષ પછી પણ, પીતરના મનમાં આ સંદર્શન તાજું જ હતું. એ સંદર્શન અને એના મહત્ત્વ વિષે તેમણે લખ્યું: “જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમકે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ, કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું; ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી.”—૨ પીતર ૧:૧૬-૧૮.
-