-
દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપોચોકીબુરજ—૨૦૦૦ | એપ્રિલ ૧
-
-
૬ આ અદ્ભુત પ્રસંગ મોટાભાગે હેર્મોન પર્વતની એક ટેકરી પર બન્યો, જ્યાં ઈસુ અને ત્રણ પ્રેરિતોએ રાત્રિ પસાર કરી હતી. રૂપાંતરનો બનાવ રાત્રે બન્યો હોવાથી, એ વધારે અજાયબ હતો. ઈસુ એને “સંદર્શન” તરીકે ઓળખાવે છે, કારણ કે લાંબા સમયથી મરણ પામેલા મુસા અને એલીયાહ, કંઈ ખરેખર ત્યાં હાજર ન હતા. ફક્ત ખ્રિસ્ત જ ત્યાં હાજર હતા. (માત્થી ૧૭:૮, ૯) આ આંખો આંજી નાખનારા રૂપાંતરના બનાવથી પીતર, યાકૂબ અને યોહાનને રાજ્ય સત્તામાં મહિમાવંત ઈસુની હાજરીનું પૂર્વદર્શન થયું હતું. મુસા અને એલીયાહને રાજ્યમાં ઈસુના અભિષિક્ત સહિયારા વારસ બતાવવામાં આવ્યા. વધુમાં, આ સંદર્શન રાજ્ય અને તેમની ભાવિ રાજસત્તાનો નક્કર પુરાવો છે.
-
-
દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપોચોકીબુરજ—૨૦૦૦ | એપ્રિલ ૧
-
-
૮ આ રૂપાંતરમાં સૌથી મહત્ત્વની યહોવાહની જાહેરાત હતી: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.” એ દેવના રાજ્યના રાજા તરીકે ઈસુ તરફ ધ્યાન ખેંચે છે, જેમને સર્વએ પૂરેપૂરા આધીન થવું જ જોઈએ. તેઓ પર છાયા કરતા વાદળ બતાવે છે કે, આ સંદર્શનની પરિપૂર્ણતા અદૃશ્ય હશે. એ રાજ્ય સત્તામાં ઈસુની અદૃશ્ય હાજરીની “નિશાની” ઓળખનારા જ સમજી શકશે. (માત્થી ૨૪:૩) વળી, ઈસુને સજીવન કરવામાં ન આવે ત્યાં સુધી, સંદર્શન વિષે કોઈને ન કહેવાની સૂચના પણ બતાવે છે કે, તેમને મળનાર સત્તા અને મહિમાવંત સ્થાન તેમના પુનરુત્થાન પછી જ મળવાનું હતું.
-