વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • “મારી યાદગીરીને માટે એ કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
    • ૯. રોટલી વિશે અમુક લોકોની કઈ ખોટી માન્યતા છે?

      ૯ ઈસુએ કહ્યું હતું, “એ મારું શરીર છે.” તેથી ચર્ચમાં જનારા અમુક માને છે કે ચમત્કાર કરીને તેમણે રોટલીને શરીર બનાવી દીધું હતું. પરંતુ એવું કંઈ પણ બન્યું ન હતું.a કારણ, એ સમયે શિષ્યો સામે ઈસુ હાજર હતા અને રોટલી પણ ત્યાં હતી. ઈસુ તો એવું સમજાવવા માંગતા હતા કે રોટલી તેમના શરીરને રજૂ કરે છે. ઈસુએ શીખવવા ઘણી વાર આવી સરખામણીઓનો ઉપયોગ કર્યો હતો.—યોહા. ૨:૧૯-૨૧; ૪:૧૩, ૧૪; ૧૦:૭; ૧૫:૧.

      ૧૦. સ્મરણપ્રસંગમાં ઉપયોગ કરાતી રોટલી શાને રજૂ કરે છે?

      ૧૦ શિષ્યો જે રોટલી જોઈ રહ્યા હતા અને ખાવાના હતા એ ઈસુના શરીરને રજૂ કરતી હતી. ઈસુએ રોટલીને ભાંગી હતી જ્યારે કે, તેમના શરીરનું એક પણ હાડકું ભાંગવામાં આવ્યું ન હતું. તેથી એક સમયે ઈશ્વરભક્તો માનતા હતા કે રોટલી “ખ્રિસ્તનું શરીર” એટલે કે અભિષિક્તોના મંડળને રજૂ કરતી હતી. (એફે. ૪:૧૨; રોમ. ૧૨:૪, ૫; ૧ કોરીં. ૧૦:૧૬, ૧૭; ૧૨:૨૭) સમય જતાં, એ વિશે ઘણું સંશોધન થયું અને તેઓને સમજાયું કે રોટલી ઈસુના માનવ શરીરને જ રજૂ કરે છે. કારણ બાઇબલ જણાવે છે, “ખ્રિસ્તે આપણે માટે દેહમાં દુઃખ સહ્યું” અને તેમને વધસ્તંભે જડવામાં આવ્યા. આમ, સ્મરણપ્રસંગમાં રોટલી ઈસુના માનવ શરીરને રજૂ કરે છે, ‘જેમાં તેમણે આપણાં પાપ માથે લીધાં.’—૧ પીત. ૨:૨૧-૨૪; ૪:૧; યોહા. ૧૯:૩૩-૩૬; હિબ્રૂ ૧૦:૫-૭.

  • “મારી યાદગીરીને માટે એ કરો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
    • ૧૫, ૧૬. સ્મરણપ્રસંગમાં રોટલીને લગતી કઈ બાબતો કરવામાં આવે છે?

      ૧૫ ચર્ચાના અંતે, વક્તા એવું જણાવશે કે પ્રભુ ભોજન વખતે ઈસુએ જે બાબતો પ્રેરિતોને કરવા કહી એ કરવાનો સમય થઈ ગયો છે. વક્તાની નજીક મૂકેલા ટેબલ પર બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂ હશે. વક્તા બાઇબલનો એ અહેવાલ વાંચશે જેમાં ઈસુએ શરૂ કરેલા પ્રસંગનો ઉલ્લેખ થયો છે. દાખલા તરીકે, માથ્થીમાં જોવા મળે છે: “ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી; અને શિષ્યોને તે આપીને કહ્યું, કે લો, ખાઓ; એ મારું શરીર છે.” (માથ. ૨૬:૨૬) ઈસુએ રોટલી તોડી જેથી બંને બાજુ બેઠેલા શિષ્યોમાં એને પસાર કરી શકે. એવી જ રીતે, એપ્રિલ ૧૪ની સભામાં અમુક પ્લેટમાં રોટલીના ટુકડા કરીને મૂકવામાં આવ્યા હશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો