-
“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”આખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
૩, ૪. (ક) શેતાને પહેલી અને બીજી લાલચ આપતી વખતે ઈસુ સાથે કઈ રીતે વાત શરૂ કરી? (ખ) શેતાન કઈ રીતે ઈસુના મનમાં શંકા ઊભી કરવા માંગતો હતો? (ગ) આજે પણ શેતાન કેવી ચાલાકીઓ વાપરે છે?
૩ માથ્થી ૪:૧-૭ વાંચો. શેતાને ઈસુ સામે પહેલી અને બીજી લાલચ મૂકી ત્યારે તેણે ચાલાકીથી કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય.” શું શેતાનને ખબર ન હતી કે ઈસુ ઈશ્વરના દીકરા છે? શેતાન બંડખોર સ્વર્ગદૂત હતો. તે સારી રીતે જાણતો હતો કે ઈસુ તો ઈશ્વરના પ્રથમ જન્મેલા દીકરા છે. (કોલો. ૧:૧૫) શેતાનને એ પણ ખબર હતી કે ઈસુના બાપ્તિસ્મા વખતે યહોવાએ સ્વર્ગમાંથી કહ્યું હતું: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ. ૩:૧૭) કદાચ શેતાન ચાહતો હતો કે ઈસુને આવી શંકા થાય: શું તેમના પિતા પર ભરોસો મૂકી શકાય? શું તે તેમની ખરેખર કાળજી રાખે છે? શેતાને પહેલી લાલચ આપતી વખતે ઈસુને કહ્યું, પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય. તે જાણે કહેતો હતો, ‘જો તું ઈશ્વરનો દીકરો હોય તો તારા પિતા તને કેમ વેરાન પ્રદેશમાં ભૂખે મારે છે?’ શેતાને બીજી લાલચ આપતી વખતે ઈસુને કહ્યું, મંદિરની દીવાલની ટોચ પરથી નીચે કૂદકો માર. તે જાણે કહેતો હતો, ‘જો તું ઈશ્વરનો દીકરો હોય તો તારા પિતા તારું રક્ષણ કરશે જ ને!’
-
-
“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”આખી ધરતી પર યહોવાની ભક્તિ!
-
-
૫. ઈસુએ કઈ રીતે પહેલી અને બીજી લાલચનો સામનો કર્યો?
૫ જરા વિચારો કે ઈસુએ કઈ રીતે પહેલી અને બીજી લાલચનો સામનો કર્યો. તેમના પિતા તેમને પ્રેમ કરે છે કે નહિ એ વિશે તેમને જરાય શંકા ન હતી. તેમને પોતાના પિતા પર પૂરો ભરોસો હતો. એટલે જ્યારે શેતાને ઈસુને લાલચમાં ફસાવવાની કોશિશ કરી ત્યારે તેમણે ચોખ્ખી ના પાડી દીધી. શેતાનને જવાબ આપતી વખતે ઈસુએ એવી કલમો ટાંકી, જેમાં ઈશ્વરનું નામ યહોવા જોવા મળે છે. (પુન. ૬:૧૬; ૮:૩) ઈશ્વરનું નામ વાપરીને ઈસુએ એકદમ બરાબર કર્યું. ઈસુએ બતાવી આપ્યું કે તેમને પોતાના પિતા પર પૂરો ભરોસો છે. યહોવા પોતાનાં બધાં વચનો પૂરાં કરશે, એવો ભરોસો રાખવા તેમનું અજોડ નામ જ પૂરતું છે.a
-