-
યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!ચોકીબુરજ—૨૦૦૭ | ઑગસ્ટ ૧
-
-
૭. ધનવાન માણસે પોતાની મૂંઝવણનો કેવો ઉપાય શોધ્યો?
૭ ચાલો પાછા ઈસુના દાખલાનો વિચાર કરીએ. અનાજ ભરવાની કોઈ જગ્યા ન રહી ત્યારે ધનવાન માણસે શું કર્યું? તેણે નક્કી કર્યું કે વખારો તોડીને મોટી બાંધે. એમાં વધારે અનાજ અને માલ-મિલકત રાખે. તે મનમાં ને મનમાં રાજી થતો કહેવા લાગ્યો: ‘ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; હવે આરામ કર. ખાઈ પીને, મજા કર.’—લુક ૧૨:૧૯.
કેમ તે “મૂર્ખ” ગણાયો?
૮. ધનવાન માણસે કઈ મહત્ત્વની વાતનો વિચાર પણ કર્યો ન હતો?
૮ ધનવાન માણસે જે વિચાર્યું હતું, એ ઉપર ઉપરથી જ સુખનો અહેસાસ કરાવતું હતું. હકીકતમાં મનની ખરી શાંતિ આપે, એ ઈશ્વર-ભક્તિ માટે તો તેણે વિચાર્યું જ ન હતું. ઈસુએ જણાવ્યું કે તે માણસને બસ ખાઈ, પીને જલસા કરવા હતા. તેને થયું કે ઘણી માલમિલકત મળી, હવે ઘણું જીવાશે. અફસોસ કે એવું ન બન્યું! ઈસુએ પહેલાં જ કહ્યું હતું કે “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) એ માણસે મહેનત કરી કરીને જે મેળવ્યું, એ અચાનક નકામું બની ગયું. ઈશ્વરે તેને કહ્યું: ‘ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં ભેગી કરી છે તે કોની થશે?’—લુક ૧૨:૨૦.
-
-
યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!ચોકીબુરજ—૨૦૦૭ | ઑગસ્ટ ૧
-
-
૧૦. “ઘણી માલમિલકત” કેમ ‘ઘણાં વરસો’ જીવવાની ગૅરંટી આપતી નથી?
૧૦ શું આપણે પણ એ ધનવાન માણસ જેવા છીએ? તે માણસે “ઘણી માલમિલકત” માટે સખત મહેનત કરી. પણ ‘ઘણાં વરસો’ જીવવા માટે કશું ન કર્યું. અમર જીવન આપનાર, યહોવાહની ભક્તિનો વિચાર પણ ન કર્યો. (યોહાન ૩:૧૬; ૧૭:૩) બાઇબલ ચેતવણી આપે છે કે ‘કોપને દિવસે ધનદોલત કંઈ કામ આવતી નથી’ અને ‘પોતાની મિલકત પર ભરોસો રાખનાર’ પાનખરના પાનની જેમ ખરી પડશે. (નીતિવચનો ૧૧:૪, ૨૮) એટલે જ ઈસુએ છેલ્લે જણાવ્યું: ‘જે માણસ આ પૃથ્વી પર ધનવાન બને છે પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી તે મૂર્ખ છે.’—લૂક ૧૨:૨૧, IBSI.
-